________________
૩૧
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૮-૯ ભાવાર્થ -
જે સમ્યગ્દષ્ટિ દેવો છે તેઓની દેવભવની ગતિ પણ તેઓના માટે કલ્યાણને કરનારી છે; કેમ કે સમ્યકત્વને કારણે નિર્મળ મતિવાળા તે દેવો તત્ત્વશ્રવણાદિ ધર્મજ્યમાં જ પોતાના દેવભવનું સાફલ્ય માનનારા છે. વળી તે દેવોની દેવભવની જે સ્થિતિ છે દેવભવમાં રહેવાની જે કાળમર્યાદા છે, તે પણ તેઓના કલ્યાણને કરનારી છે; કેમ કે વિવેકચક્ષુવાળા એવા તે દેવો સદા ધર્મ પ્રત્યેના આક્ષિપ્ત ચિત્તવાળા હોવાથી ભોગો પણ એ રીતે ભોગવે છે કે જેથી ભોગોનું સંશ્લેષ ઘટે અને પ્રસંગે-પ્રસંગે ધર્મશ્રવણ કરીને પોતાના ધર્મના સંસ્કારોની પુષ્ટિ કરે છે. આવા કલ્યાણવાળી ગતિસ્થિતિવાળા દેવોને આગળમાં ભદ્ર અર્થાત્ કલ્યાણ થવાનું છે તેવા કહ્યા છે અર્થાત્ દેવભવના ઉત્તરના ભવોમાં જેનું કલ્યાણ થવાનું છે તેવા તે દેવો છે તેમ કહ્યું છે. તેથી તેવા સૂર્યાભદેવ વડે કરાયેલી જિનપૂજાના કથનમાં પૂર્વ પથ્થાત્ શબ્દથી ત્રિહું કાળમાં તેઓનું હિત જિનની સેવા છે તેવો અર્થ પ્રાપ્ત થાય છે, કેમ કે આવા દેવોએ પૂર્વભવમાં પણ જિનની સેવા કરી છે આથી ગતિ-સ્થિતિને કલ્યાણ કરનારા એવા દેવભવને પામ્યા છે અને પછીના ભાવમાં પણ તેઓ કલ્યાણને પામશે. તેથી તેઓનું સર્વ હિત જિનની સેવા છે માટે તેવા દેવો “જે જિનપ્રતિમા પૂજે છે તે જિનપ્રતિમાની પૂજા દેવભવમાં વિશ્રાંત થાય છે પણ કલ્યાણનું કારણ નથી” તેમ કેમ કહી શકાય ? ર/૮ અવતરણિકા :
આચારંગસૂત્રના વચનથી પણ પૂર્વ અને પશ્ચાત્' શબ્દોનો અર્થ પૂર્વભવ અને પશ્ચાત્ ભવ ગ્રહણ કરવો ઉચિત છે તે બતાવવા અર્થે કહે
ગાથા :
જસ પૂરવ પચ્છા નહીં, મધ્યે પણ તસ સંદેહ; લાલ રે,
ઈમ પહલે અંગે કહ્યું, સૂધો અર્થ તે એહ. લાલ રે. તુજ ૯ ગાથાર્થ - જેનો પૂર્વ અને પશ્ચાત્ નથી જેનું પૂર્વ અને પશ્ચાત્ હિત નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org