________________
૩૦
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા ઃ ૭-૮ ભાવાર્થ
સૂર્યાભદેવે કહેલા પૂર્વ-પચ્છાત્ શબ્દથી સ્થાનકવાસીઓ દેવભવના પ્રથમ અને પછાત્ હિતને ગ્રહણ કરે છે અને સૂર્યાભદેવે જે જિનપ્રતિમાની પૂજા કરી છે તે દેવભવના હિત માટે છે, પરલોકના હિત માટે નથી; એમ તેઓ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જ્ઞાતાધર્મકથાસૂત્ર નામના આગમમાં દેડકાના સંબંધની કથા છે ત્યાં ‘પૂર્વ શબ્દથી પહેલો ભવ ગ્રહણ કરેલ છે અને મૃગાપુત્રનો પ્રબંધ છે ત્યાં વિષયો પાછળ કટુ ફળવાળા કહ્યા છે અર્થાત્ પરલોકમાં કટુ ફળવાળા કહ્યા છે તેથી ‘પૂર્વ' શબ્દ પૂર્વભવ સાથે અને ‘પષ્ણાતું” શબ્દ પરભવ સાથે ગ્રહણ થઈ શકે છે. આમ છતાં પૂર્વ અને પથ્થાત્ શબ્દનો અર્થ સૂર્યાભદેવના વર્તમાન દેવભવ સાથે જોડીને “જિનપ્રતિમાની પૂજા દેવભવનું જ હિત છે, અન્ય ભવનું નથી; માટે સૂર્યાભદેવની પૂજાને કહેનારા શાસ્ત્રવચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ માની શકાય નહીં' એમ જે સ્થાનકવાસી કહે છે તે ઉચિત નથી. ર/ગા અવતરણિકા :
વળી સૂર્યાભદેવના પ્રસંગમાં બતાવેલ પૂર્વ પશ્ચાત્ શબ્દ દેવભવમાં જ વિશ્રાંત થતો નથી તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
આગમસીભદ્રા કહ્યા, ગઇઠિઈકલ્લાણા દેવ; લાલ રે, તસ પૂરવ પચ્છા કહે, ત્રિહું કાલે હિત જિન-સેવ. લાલ રે.
તુજ૦ ૮ ગાથાર્થ -
ગાંઠિકલ્લાણા દેવદેવભવની ગતિ અને દેવભવની સ્થિતિ કલ્યાણને કરનારી છે એવા દેવોને શાસ્ત્રમાં આગમસીભદ્દા કહ્યા છેઆગળમાં ભદ્ર થવાનું છે તેવા કહ્યા છે, તસ હિત તેવા દેવોનું હિત, પૂર્વ પશ્ચાત્ ત્રણેય કાળમાં જિન-સેવ=જિનની સેવા છે એમ કહેનશાસ્ત્ર કહે છે. ર/૮ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org