________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા : ૯-૧૦
તેનો મધ્યમાં પણ સંદેહ છે=મધ્યમાં પણ હિતનો સંદેહ છે, એમ પહેલા અંગમાં કહ્યું છે, તે તેથી, એહ અર્થ સૂધો છે=જિનની પ્રતિમાની પૂજાથી ત્રણેય કાળમાં હિત છે એમ પૂર્વગાથામાં કહ્યું એ અર્થ યથાર્થ છે. ||૨/૯૫
ભાવાર્થ:
જીવની જે પ્રવૃત્તિ પૂર્વભવમાં કે પાછળના ભવમાં પણ હિતરૂપ ન હોય તે પ્રવૃત્તિ વર્તમાનમાં પણ હિતરૂપ છે તેમ કહી શકાય નહિ. પરંતુ વર્તમાનની તેની પ્રવૃત્તિમાં હિતનો સંદેહ થાય છે એ પ્રકારે આચારાંગસૂત્ર નામના પહેલા અંગમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય કે જેમણે પૂર્વમાં હિતકારી કૃત્ય કર્યું છે અને જેઓ ભવિષ્યમાં હિતકારી કૃત્યો કરશે તેઓનાં વર્તમાનનાં કૃત્યો હિતકારી છે તેમ કહી શકાય. તે રીતે સૂર્યાભદેવ વર્તમાનમાં જિનપૂજા કરે છે તે વર્તમાનમાં હિતકારી છે તેમ સ્વીકારવું હોય તો પૂર્વભવમાં પણ તેમણે જિનની ભક્તિ કરી છે એ હિતકારી હતી અને ભવિષ્યમાં પણ જિનની ભક્તિ કરશે તે હિતકારી થશે તેમ વર્તમાનની પણ તેમની જિનની ભક્તિ હિતકારી છે તેમ કહી શકાય. માટે સૂર્યાભદેવ જિનપ્રતિમાની પૂજા કરે છે તે વર્તમાનમાં હિતરૂપ હોય તો તે જિનપ્રતિમાની પૂજા પૂર્વ અને પચ્છાત્ પણ હિતરૂપ છે તેમ માનવું જોઈએ એ પ્રકારનો અર્થ સુંદર છે માટે સૂર્યાભદેવના જિનપૂજાના પ્રસંગથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ માનવું જોઈએ. II૨/૯લા
૩૨
અવતરણિકા :
આગમમાં પરલોક અર્થે હિતની પ્રવૃત્તિ બતાવવા અર્થે ‘પેચ્ચા’ શબ્દ=‘પ્રત્ય’ શબ્દ ગ્રહણ કરાયેલ છે અને સૂર્યાભદેવના પ્રસંગમાં ‘પેચ્ચા’ શબ્દ ગ્રહણ કરેલ નથી પરંતુ ‘પચ્છા' શબ્દ ગ્રહણ કરેલ છે. તેથી ‘પચ્છા’ શબ્દથી પરભવનું ગ્રહણ થાય નહિ એમ કહીને સૂર્યાભદેવની પૂજા પરભવના હિત માટે છે તેમ કહી શકાય નહિ એમ સ્થાનકવાસી કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
Jain Education International
—
For Personal & Private Use Only
www.jainelibrary.org