________________
૨૪
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૨૫
અવતરણિકા :
પ્રસ્તુત ઢાળના નિગમનરૂપે કહે છે
ગાથા :
જે ઉપર સાહિબ! તુજ કરુણા, શુદ્ધ અરથ તે ભાખે; તુજ આગમનો શુદ્ધ પ્રરૂપક, સુજસ અમિયરસ ચાખે રે. જિનજી! ૨૫
ગાથાર્થ :
હે સાહિબ ! જેમના ઉપર તમારી કરુણા છે તે શુદ્ધ અર્થ ભાખે છે. તમારા આગમનો શુદ્ધ પ્રરૂપક સુયશ રૂપી અમૃતરસને ચાખે છે. 119/2411
ભાવાર્થ :
ગ્રંથકારશ્રી ભગવાનને સંબોધીને કહે છે કે જેમના ઉપર ભગવાનની કરુણા વર્તે છે તે જીવોમાં માર્ગાનુસા૨ી બુદ્ધિ થાય છે. તે જીવો શાસ્ત્રોના શુદ્ધ અર્થને કહેનારા થાય છે. તેવા જીવો ભગવાનના આગમના શુદ્ધ પ્રરૂપક બને છે અને ભગવાનના આગમની શુદ્ધ પ્રરૂપણા કરીને ભગવાનના આગમમાં રહેલ સુયશરૂપ સર્વ કલ્યાણના કારણભૂત એવા અમૃતરસ જેવા ઉત્તમ વચનોના સ્વાદને ચાખે છે અર્થાત્ તે ઉત્તમ વચનો તેઓને સમ્યક્ પરિણમન પામે છે, તેથી તેઓમાં પરમ મધ્યસ્થતારૂપ અમૃત રસ સદા વર્તે છે. ||૧/૨૫ા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org