________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથાઃ ૧, ૨-૩-૪
૨૫
ઢાળ
(રાગ - મહાવિદેહક્ષેત્ર સોહામણું - એ દેશી)
ગાથા :
તુજ આણા મુજ મન વસી, જિહાં જિનપ્રતિમા સુવિચાર; લાલ રે,
રાયપણી સૂત્રમાં, સૂરિયાભતણો અધિકાર; લાલ રે. તુજ૦ ૧ ગાથાર્થ -
તમારી આજ્ઞા મારા મનમાં વસી, જિહાં જેમાં તમારી આજ્ઞામાં, જિનપ્રતિમાનો સુવિચાર છે અને તે સુવિચાર શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવ તણો અધિકાર છે. ll૨/૧il. ભાવાર્થ :
ગ્રંથકારશ્રીને ભગવાનની આજ્ઞા મનમાં વસી છે અને ભગવાનની આજ્ઞામાં જિનપ્રતિમાની ભક્તિ કરીને આત્મકલ્યાણ સાધવાનો સુવિચાર વર્તે છે. વળી આગમવચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે કે શ્રીરાયપાસણી સૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે જે અધિકારમાં સૂર્યાભદેવે જિનપ્રતિમાની પૂજા કરી છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. /૧ાા અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે શ્રીરાયપણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે તે અધિકારમાં જિનપૂજાનો સુવિચાર છે. તેથી હવે ગાથા-રથી ગાથા-૪ સુધી શ્રીરાયપાસેણીસૂત્ર અનુસાર તે અધિકાર જ સ્પષ્ટ કરે છે – ગાથા :
તે સુર અભિનવ ઉપગ્યો, પૂછે સામાનિક દેવ; લાલ રે, “શું મુજ પૂરવ ને પચ્છા, હિતકારિ કહો તતખેવ” લાલ રે.
તુજ૦ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org