SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર બહુમાનહીન, યોગ-ઉપધાનહીન, અનેરા કન્ડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ વાંદણે, પડિકમણે, સઝાય કરતાં, ભણતાં ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો-ઓછો ભણ્યો. સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં હ્યાં, ભણીને વિસાર્યા. સાધુતણે ધર્મે કાજો અણઉદ્ધર્યું, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે અણપવેસે, અસઝાય અણોક્ઝાયમાંહે શ્રીદશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યોગણ્યો. શ્રાવકતણે ધર્મ ‘થવિરાવલિ, પડિફકમણાં, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો-ગણ્યો. કાળવેળાએ કાજો અણઉદ્ધર્યો પચ્યો. જ્ઞાનોપગરણ-પાટી, પોથી, ઠવણી, કવળી, નવકારવાળી, સાપડા, સાપડી, “દસ્તરી, ‘વહી, કાગળિયા ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ઘર્યો, ને છતાં આહાર નિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાશ્યો, વિણસતો ઉવેખ્યો, છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો. અવજ્ઞા-આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં-ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો બોબડો હસ્યો, ''વિતર્યો. અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસ૦ ૧. ૧. સૂત્ર અને અર્થ. ૨. ઉપાશ્રય. ૩. યોગોહન આદિથી યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના. ૪. આચાર્યના ચરિત્રો. ૫. દફતર ૬. ચોપડો ૭. લખેલા કાગળના વીંટા ૮. ઝાડો ૯. ઓછી સમજને લીધે ૧૦. ઉપેક્ષા ૧૧. મશ્કરી કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy