SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ હO પંચપ્રતિક્રમણ સૂત્ર [૩૦] લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે; રેખા-કર-ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે-જગ ૦ ૩ ઇન્દ્ર ચન્દ્ર રવિ ગિરિતણા, ગુણ લઈ ઘડિયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયું ! અચરિજ એક ઉત્તુંગ લાલ રે-ગ ૦ ૪ ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક જશવિજયે થયો, દેજો સુખનો પોષ લાલ રે-જગ ૦ ૫ ૨. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરુઆરે ગુણ તમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે. ગિ - ૧ તમ ગુણ-ગણ ગંગાજળે, ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદ, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ ૦ ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છીલ્લર જળ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ ૦ ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિ ૦ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે. ગિ ૦ ૫ ૧. 2ષભદેવ સ્વામીની હોય આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા, મરુદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મોક્ષનગરે સિધાયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy