SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः બન્નેનું સમર્થન કૃતિ અને યુક્તિથી થઈ શકે છે. માયા તુમાં તુ શબ્દ અવધારણના અર્થમાં નથી (માયા જ એ અર્થ નથી, પણ સદરૂપ બ્રહ્મથી માયાની વિલક્ષણતાને એ દ્યોતક છે. બ્રહ્મ વિવોંપાદાન છે મારે માયા પરિણમી તરીકે પ્રકૃતિ છે. હવે બીજા બે મત રજૂ કરે છે. જે પ્રમાણે બ્રહ્મ જ ઉપાદાન છે, માયા નહીં તેથી બ્રહ્મનું આ લક્ષણ (‘ગ્નનાથ રત:') સંભવતું નથી એવી શંકાને અવકાશ નથી. संक्षेपशारीरककृतस्तु-ब्रह्मेवोपादानम् । कूटस्थस्य स्वतः कारणत्वानुपपत्तेः माया द्वार कारणम् । अकारणमपि द्वारं कार्येऽनुगच्छति, मृद इव तद्गतश्लक्ष्णत्वादेरपि घटे अनुगमनदर्शनादित्याहुः । જ્યારે સંક્ષેપશારીરકના કર્તા કહે છે છે કે બબ જ ઉપાદાન છે. કુટસ્થમાં સ્વતઃ (પોતાની મેળે, કેઈના સહકાર વિના) કારત્વ અનુપપન્ન છે તેથી માયા દ્વાર કારણ છે (ઉપાદાન કારણ ન હોવા છતાં દ્વાર કાર્યમાં અનુગત થાય છે ) કારણ કે માટીની જેમ તેમાં રહેલાં લક્ષ્યત્વ (લીસાપણું) વગેરેનું પણ ઘટમાં અનુગમન જોવામાં આવે છે. વિવરણ : જે માયા વિના જ બ્રહ્મ ઉપાદાન હોય તે તે અતઃ પરિણમી બને કારણ કે પરિણામવાદ પ્રમાણે પરિણામ (કાય) અને પરિણમી (ઉપાદાન કારણ, પ્રકૃતિ ને વાસ્તવ અભેદ માનવામાં આવે છે. આમ જે હોય તે બ્રહ્મ જન્માદિ વિકાર રહિત ફૂટસ્થ છે એમ કહેનારી યુતિને બાધ થાય. તેથી બ્રહ્મ માયા દ્વારા કારણ છે એમ માનવું યુક્ત છે. (साभासमेतदुपजीव्य चिदद्वितीया संसारकारणमिति प्रदन्ति धीराः । साभासमेतदिति संसृतिकारणत्वे - તારં જ મવતિ ઝારખતા દાતુ | સંવશાર% ૧.૨૨૩) , ' ' અને ઉપાદાન ન હોવા છતાં માયા વ્યર્થ નથી. માટી ઘડાનું ઉપાદાન બને છે તેમાં તેને શ્વત્વ વગેરે સંસ્કાર ધાર કારણ છે, કારણ કે સ સ્કાર નહીં પામેલી કેળવવામાં નહીં આવેલી) માટી ઘટાદિનું ઉપાદાન બની શકે નહિ. તેમ કૂટસ્થ ચૈતન્યરૂપ બ્રહ્મમાં. આરોપિત માયા બ્રહ્મમાં જગટ્યકૃતિવને નિર્વાહ કરે છે. બ્રહ્મમાં જગતનું ઉપાદાન થવાની શક્યતા લાવે છે, તેથી તેને ઠાર કારણ તરીકે સ્વીકારવામાં આવે છે. માથાં તુ વ્રત વિદ્યા ત્ એ શુતિમાં બ્રહ્મમાં રહેલી ઉપાદાનતાની માયા નિર્વાહક છે તેટલા માત્રથી માયાને પ્રકૃતિ કહી છે તે ઉપપન્ન છે. અને એ અર્થમાં જ તેને બ્રહ્મની શક્તિ કહી છે -માયા પિતે પ્રકૃતિ નથી પણ પ્રકૃતિવની નિર્વાહક છે એ અર્થમાં એને બ્રહ્મની શક્તિ કહેવામાં આવે છે, –ાડા વિંવિધૈવ પ્રયતે.' (વેતાશ્વતર ઉ૫, ૬.૮). માટી વગેરેમાં રહેલી શક્તિ કોઈ કાર્ય ગતિ ઉપાદાન હોય એવું કઈ જાણતું નથી. આમ માયા બ્રહ્મની શક્તિ છે, તે પિતે ઉપાદાન હેય એ સંભવતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy