________________
૭.
પ્રથમ પરિચ્છેદ આ શંકાને નિરાસ કરવા માટે કહ્યું છે કે તાત્પર્ય અંગે ભ્રમ કે સંશયરૂપ પ્રતિબંધક સિવાય કોઈ અન્ય પાપરૂપ પ્રતિબંધકને નિરાસ શ્રવણનું ફલ નથી તેથી તે દ્વારા જ્ઞાનને માટે શ્રવણનું વિધાન હોઈ શકે નહિ. શ્રોતઃ એ અપૂર્વવિધિ છે એ મતનું ખંડન શંકરાચાર્યે આવૃજ્યાધિકરણ (બ્ર. . ૪.૧. અધિ. ૧, સૂ. ૧-૨)માં કર્યું છે. વિવરણાદિમાં કહ્યું છે તેમ વેદાન્તશ્રવણનું અનય-વ્યતિરેક પ્રમાણથી સિદ્ધ તાત્પર્વભ્રમાદિરૂપ પ્રતિબંધકની નિવૃત્તિ એ દષ્ટ ફળ છે તેને આધારે શ્રવણથી જ જ્ઞાન અને પ્રતિબંધક-નિવૃત્તિ કરવાં જોઈએ એ નિવમવિધિ સંભવે છે; અથવા શાંરભાષ્યમાં કહ્યું છે તેમ (“સ્વાભાવિક એવા પ્રવૃત્તિના વિષયથી વિમુખ કરવાને માટે.) બ્રહ્મજ્ઞાનનાં સાધન શ્રવણુદિની સ્તુતિ દ્વારા તેમાં તે પ્રવૃતિવિશેષનું કારણ બને છે તેટલા માત્રથી તેને બ્રહ્મપ્રકરણમાં સમાવેશ કરી શકાતો હોય ત્યારે શ્રોતાને અર્વવિધિ માનવે એ બરાબર નથી. ભાગ્યકારે શ્રવણને માટે અપૂર્વ એમ કહ્યું છે તે તે પાક્ષિક અપ્રાપ્તિને ધ્યાનમાં રાખીને કહ્યું છે એવો સંભવ છે. બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે બીજુ કશું વિકટ પથી (શ્રવણુ અથવા તે બીજું બ્રહ્મજ્ઞાનનું સાધન બની શકે એમ) અથવા સમુચ્ચયથી (શ્રવણું અને તે બીજુ સાથે મળીને બ્રહ્મજ્ઞાનના ઉપાય થઈ શકે એમ) પ્રાપ્ત થતું નથી તેથી નિયમવિધિ કે પરિસંખ્યાવિધિ પણ નથી એમ વાચસ્પતિના અનુયાયીઓ માને છે,
(જુઓ ભામતી ૧.૧.૪, પૃ.૧૨થી).
विचारविध्यभावेऽपि विज्ञानार्थतया विधीयमानं गुरूपसदनं दृष्टद्वारसंभवे अदृष्टकल्पनायोगात् गुरुमुखाधीनवेदान्तविचारद्वारैव विज्ञानार्थ पर्यस्यति । अत एव स्वप्रयत्नसाध्यविचारव्यावृत्तिः । अध्ययनविध्यभावे तूपगमनं विधी मानमक्षरावाप्त्यर्थत्वेनाविधीयमानत्वान्न तदर्थ गुरुमुखोच्चारगानूच्चारणमध्ययनं द्वारीकरोतीति लिखितपाठादिव्यावृत्त्यसिद्धेः सफलोऽध्ययननियमविधिः ।
વિચારવિધિ ન હોય તે પણ વિજ્ઞાનને માટે છે એ તરીકે જેનું વિધાન કરવામાં આવે છે તે ગુરૂપસદન (ગુરુની પાસે જ્ઞાન માટે જવું ), દુષ્ટ દ્વાર સંભવતું હોય ત્યાં સુધી અદષ્ટની કલ્પના ચોગ્ય ન હોવાથી, ગુરુમુખને અધીન વેદાન્તવિચાર દ્વારા જ વિજ્ઞાનાથે પર્યવસાન પામશે. એથી જ (ઉપગમનથી જ) સ્વપ્રયત્નથી સાધ્ય વિચારની વ્યવૃત્તિ પ્રાપ્ત થઈ જાય છે તેથી ફરી શોત્તવ્ય થી સ્વપ્રયત્નસાય વિચારની વ્યાવૃત્તિ કરવા માટે તેને નિયમવિધિ માનવાની આવશ્યકતા નથી). જ્યારે અધ્યયનવિધિ ન હોય તે જે ઉપગમનનું વિધાન કરવામાં આવે છે તે અક્ષરગ્રહણને માટે છે એ રીતે તેનું વિધાન કરવામાં નથી આવેલું. તેથી તેને માટે (અક્ષરગ્રહણને માટે) ગુરુમુખે ઉચ્ચારણ પછી અતૂચ્ચારણ (અર્થાત) અધ્યયનને દ્વાર નથી બનાવતું, તેથી લિખિતપાઠાદિની વ્યાવૃત્તિ સિદ્ધ થતી નથી, માટે અધ્યયન અંગેના નિયમવિધિ સફલ છે (પ્રયોજનવાળે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org