________________
सिद्धान्तलेशसमहः ઉત્સાહથી પ્રવૃત્ત થતું નથી પણ યથાપ્રાપ્ત વર્ણાશ્રમને અનુરૂપ કર્મો અને ઉપાસના કરીને તેમાં પણ નિવૃતિ (આનંદ)ને અનુભવ નથી કરતે તેને માટે આત્યંતિક પુરુષાર્થની અપ્રાપ્તિના અનુસંધાનથી તેને ઉદેશીને આત્મદર્શન, શ્રવણુ વગેરેની પ્રશંસા કરી છે જેથી એ પૂરેપૂરા ઉત્સાહથી શ્રવણાદિમાં પ્રવૃત્ત બને. તેથી આવા વિધિ જેવા લાગતા પ્રયોગ શ્રવણદિની પ્રશંસા કરવા માટે કર્યા છે અને તે મુમુક્ષને સ્વાભાવિક અર્થાત અવિદ્યાના કાર્યરૂપ એવા પ્રવૃત્તિઓના વિષયથી વિમુખ કરવા માટે છે. ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટપરિહારની લાલચનું આક્રમણ તે વિદ્વાન, અવિદ્વાન સૌ ઉપર અજ્ઞાનવશાત હોય છે તેથી સ્વાભાવિક એવા પ્રવૃત્તિઓના વિષયો પ્રત્યે તેને નિવેદ થાય, તેનાથી તેને વિમુખ બનાવવા માટે આવાં વચને છે. આ પ્રવૃત્તિના સ્વાભાવિક (અવિદ્યાના કાર્યભૂત) વિષમાં દ્રવ્ય, દેવતા, મંત્ર વગેરેને પણ સમાવેશ થઈ જાય છે જે વૈદિક કમ કે ઉપાસનાના ક્ષેત્રે છે. ચિત્તને પ્રત્યગાત્મા તરફ વાળવાના આશયથી બાહ્ય સાધનોથી વિમુખ કરવા માટે આવાં વચનો છે.
આમ શ્રવણાદિ જ્ઞાનરૂપ હેઈને તેમને અંગે કોઈ વિધિ સંભવે નહિ એમ કહ્યું. હવે શ્રવણદિને ક્રિયારૂપ માની લઈએ તે પણ વિધિ સંભવ નથી એમ કહે છે. વાતિકાર શ્રવણ-મનનને પ્રયત્નસાય ક્રિયા માને છે –બાળાકિયા તારઝર્ત ચેક્ ત્રયન:. ધ્યાનથી તેમના મતે જ્ઞાનાભ્યાસ અભિપ્રેત છે. શ્રવણ, મનનને પરિપાક થતાં સાક્ષાત્કાર રહિત જે “હું ચિદાત્મા બ્રહ્મસ્વભાવ છું અને બ્રહ્મ ચિકરસપ્રયાત્મસ્વભાવ છે” એવી જે તત્ તમ્ પદે વિષે લયનિર્ણયાત્મક બુદ્ધિ થાય છે તે જ નિદિધ્યાસન, ધ્યાન નહિ. આ મતમાં શ્રવણ, મનન અનુદ્ધેય છે જ્યારે નિદિધ્યાસન અનુદ્ધેય નથી, જ્યારે પવપક્ષીના મતે નિદિધ્યાસન અનુષ્ઠય છે. (સર્વજ્ઞાત્મમુનિના મતે સમસ્ત જડવિયાકારતા ત્યજીને ચિત્ત ચિકરસાભકાકારથી રહે તે ધ્યાન અને તે જ નિદિધ્યાસન –જુઓ સંક્ષેપારીરક, ૧.૪૮૧, ૩,૩૪૪–૩૪૯).
વિચારરૂપ શ્રવણ પ્રતિબંધકના નિરાસ દ્વારા બ્રહ્મજ્ઞાનમાં ઉપયોગી થઈ શકતું હોય તે પણ બ્રહ્મજ્ઞાનને તેનું સાક્ષાત્ ફલ કહી શકાય નહિ કારણ કે જ્ઞાન પ્રમાણુનું ફલ છે.
એવી શકી થાય કે ઉક્ત તાત્પર્યભ્રમ, સંશયાદિ પ્રતિબંધના નિરાસ દ્વારા વિચારરૂપ શ્રવણ અવિદ્યાનિવક સાક્ષાત્કારમાં ઉપયોગી તરીકે પ્રાપ્ત થતું હોય તે પણ તેવા સાક્ષાત્કારના પ્રતિબંધક પાપની નિવૃત્તિ દ્વારા સાક્ષા કારના સાધન તરીકે એ બીજા પ્રમાણુથી પ્રાપ્ત થતુ ન હોવાથી ત: એમાં પાપની નિવૃત્તિ દ્વારા વિદ્યાના સાધન તરીકે શ્રવણને ઉપદેશ (વિધાન) છે. એમ માની શકાય નહિ કે વિદ્યામાં પ્રતિબંધક એવાં પાપોની નિવૃત્તિ તે યુજ્ઞાથિી જ સિદ્ધ છે તેથી આ વિધિ વ્યર્થ છે કારણ કે પ્રતિબ ધક પાપ, અનન્ત છે; કેટલાંક પાપની નિવૃત્તિ યજ્ઞાદિના અનુષ્ઠાનથી થાય, કેટલાંની નિવૃત્તિ શ્રવણુનુષ્ઠાનથી એવી વિભાગવ્યવસ્થા કલ્પી શકાય. આમ શ્રોતથઃ એ અપૂર્વવિધિ છે અને આ રીતે સાર્ચતરવિધિઃ એ અધિકરણના શકરભાષ્યમાં (૩.૪.૪૭) પાંડિત્યશબ્દથી વાચ શ્રવણને વિષે એ અપૂવ” છે એમ કહ્યું છે એ સંગત બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org