SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ: શાસ્ત્ર એટલે “તરવમસિ' (છા. ૬.૮.૭; ૬.૯૪ વગેરે) આદિ વાક્ય; આચાયને ઉપદેશ એટલે આચાર્યો કરેલ આ શાસ્ત્રના અર્થના વિવરણરૂપ ઉપદેશ. શમદમ વગેરે–શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. અહીં બ્રહ્મસાક્ષાત્કાર માનસ છે, મનથી થાય છે એ રીતે તેનું પ્રતિપાદન કર્યું છે તેથી મનનનિદિધ્યાસનનું વિધાન બ્રહ્મસાક્ષાત્કારના કરણ મનના સહકારી તરીકે કયું છે; જ્યારે અગાઉ કહેલા મતાનુસાર બ્રહ્મસાક્ષાત્કારને શાબ્દ સાક્ષાત્કારરૂપ માને છે અને તેના કરણ શબ્દના સહકારી તરીકે મનનનિદિધ્યાસનનું વિધાન છે એટલે બે મત વચ્ચે ભેદ છે. બન્ને મતમાં કેવળ શ્રવણથી તે સંદેહરહિત પક્ષ એવું શાબ્દજ્ઞાન થાય છે એમ સ્વીકાર્યું છે અને તે માટે શ્રવણ અંગે નિયમવિવિ છે એમ સ્વીકાર્યું છે. અન્ય મતનું પ્રતિપાદન કરે છે– अपरोक्षज्ञानार्थत्वेनैव श्रवणे नियमविधिः । 'द्रष्टव्यः' इति फलकीर्तनात् । तादर्थ्य च तस्य करणभूतमनःसहकारितयैव न साक्षात् । शब्दादपरोक्षज्ञानानङ्गीकरणात् । न च तस्य तेन रूपेण तादर्थ्य न प्राप्तमित्यपूर्वविधित्वप्रसङ्गः । श्रावणेषु षड्जादिषु समारोपितपरस्पराविवेकनिवृत्त्यर्थ गान्धर्वशास्त्रश्रवणसहकृतश्रोत्रेण परस्परामङ्कीर्णतयाथार्थ्यांपरोक्ष्यदर्शनेन प्रकाशमाने वस्तुन्यारोपिसाविवेकनिवृत्त्यर्थशास्त्रसद्भावे तच्छ्रवणं तत्साक्षात्कारजनकेन्द्रियसहकारिभावेनोपयुज्यते इत्यस्य क्लप्तत्वादित्यपरे । શ્રવણ અને નિયમવિધિ છે તે એ અપક્ષજ્ઞાનને માટે છે એ તરીકે જ છે, કારણ કે “e” એમ ફલનું કથન છે. અને એ (શ્રવણ) તેને માટે હોય એ કરણ એવા મનના સહકારી તરીકે જ હોઈ શકે, સાક્ષાત્ નહિ (-શ્રવણ બ્રહ્મસાક્ષાત્કારનું સીધું સાધન હોઈ શકે નહિ) કારણ કે શબ્દથી અપરોક્ષજ્ઞાન થાય છે એમ સ્વીકારવામાં આવતું નથી તેનું તે રૂપે તેને માટે હેવું એ પ્રાપ્ત નથી તેથી (શોરં%) અપૂર્વવિધિ છે એમ માનવું પડશે એવું નથી. (અર્થત અપૂર્વવિધિ માનવાની પરિસ્થિતિ ઊભી નહીં થાય). શ્રોત્રગ્રાહ્ય એવા ષજ વગેરે પર પરસ્પર અવિવેકનો આરોપ કરવામાં આવે છે. તેની નિવૃત્તિને માટે ગાન્ધર્વ શાસ્ત્રના શ્રવણુ (ગુરુ પાસેથી મેળવેલું વિચારપૂર્વક શબ્દ જ્ઞાન)નો સહકાર જેને મળે છે તેવા કાનથી પરસ્પર અસંકીર્ણ એવા તેમના સાચા સ્વરૂપ અને તેમની અપરોક્ષતાનું દર્શન (પ્રત્યક્ષ અનુભવ) થાય છે, તેથી પ્રકાશતી વસ્તુને વિષે આરેપિત અવિવેકની નિવૃત્તિ એ જેનું પ્રયોજન છે એવા શાસ્ત્રનો સર્ભાવ હોતાં તેનું શ્રવણ તેને સાક્ષાત્કાર ઉત્પન્ન કરનાર ઇન્દ્રિયના સહકારી તરીકે ઉપયોગી છે. તેથી આનું તાદર્થ્ય (-શ્રવણ અપરોક્ષ જ્ઞાનને માટે છે એવું) માન્યું છે -આમ એ પ્રાપ્ત છે તેથી શ્રોતઃ એ અપૂર્વવિધિ નથી પણ નિયમવિધિ છે) એમ બીજા કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy