SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ તતય પરિત ૫૬ - ઉત્તર ઃ આવું ન બેલશે. “ધટનું સ્વરૂપ' એ પ્રત્યક્ષ ધટને જ ઘટના સ્વરૂપ તરીકે જેમ વિષય બનાવે છે તેમ ઘટ સ્કરે છેએ પ્રત્યક્ષ પણ ઘટાદવૃતિની દિશામાં ઘટાદિના અધિકાનભૂત અનાવૃત ચિદાત્માને જ સ્વપ્રકાશ ચિદાત્માન આશ્રિત કુરણ સ્વરૂપે વિષય કરે છે એમ માનવામાં આવે છે તેથી ઘટમાં ફુરણના આશ્રયથી અભેદનું ભાન જ ફુરણથી અભેદના ભાનરૂપ છે. કહેવાને આશય એ છે કે “ધટનું સ્વરૂપ' એ શબ્દ પ્રયોગમાં જ ઘટ અને તેના સ્વરૂપને ભેદ ભાસે છે, પણ તેના મૂળભૂત ધટનું સ્વરૂપ' એ પ્રત્યક્ષમાં ઘટ અને તેના સ્વરૂપને ભેદ ભાસત નથી, અન્યથા તે પ્રત્યક્ષ ભ્રમરૂપ બની જાય કારણ કે ઘટ અને તેના સ્વરૂપમાં ભેદ નથી. અને તેને બ્રમ તે માની શકાય નહિ કારણ કે બાધક જ્ઞાન નથી. એ જ તે “ફુરે છે એ શબ્દપ્રયોગમાં જ સ્વ કાશ આત્માના ફુરણ અને તેના આશ્રયના સંબંધથી ભેદનું ભાન છે, પણ “ફુરે છે એ પ્રત્યક્ષમાં ભાન નથી કારણ કે ત્યાં બે ફુરણોની ઉપલબ્ધિ નથી. શંકા ઃ બ્રહ્મવિષયક શબ્દવૃત્તિ વિષય સાથે સંસષ્ટ છે અને વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ કરવા સમર્થ છે, તે પછી હયાદિ વિષયક શબ્દવૃત્તિને પણ જે વિષય સાથે સંસર્ગ સમાન રીતે હોય તો તે પિતાના વિષયથી અવચ્છિન્ન નૈતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિ કરવા કેમ સમર્થ ન હોય? ઉત્તર : આ દલીલ બરાબર નથી, કારણ કે હયાદિ વિષયક શાબ્દવૃત્તિને વિષય સાથે સંસર્ગ હોવા છતાં પણ તે વૃત્તિમાં અજ્ઞાનનિવકત્વનું પ્રયોજક નથી તેથી તે અજ્ઞાનના નિવતક નથી એમ પ્રથમ પરિચ્છેદને અને બતાવ્યું છે.' અર્થનું અપક્ષવ એટલે પિતાના વ્યવહારને અનુકૂલ મૈતન્યથી અભેદ છે તેની અભિવ્યક્તિવાળા હોવું; તેને અથ માત્ર તેવા અમેદવાળા હોવું તેમ થતું નથી. એને માટે પુરાવા રજૂ કરતા કહ્યું છે કે સંસારદશામાં અર્થાત્ તવસાક્ષાત્કારની પહેલાં જીવને બ્રહ્મથી વસ્તુત અભેદ હોવા છતા, અર્થાત્ બ્રહ્મ સ્વવ્યવહારને અનુકૂલ છવચૈતન્યથી અભિન હોવા છતાં જીવ પ્રતિ બ્રહ્મના અપરોક્ષત્વના અભાવ છે કારણ કે તેમના અભેદની અભિવ્યક્તિ નથી એમ જ કહેવું પડશે; તેથી અભેદની અભિવ્યક્તિ અપક્ષત્વની પ્રોજક છે એમ માનવું યુક્તિયુક્ત છે. અજ્ઞાનકૃત ભેદ અહીં અભેદની અભિવ્યક્તિમાં પ્રતિબંધક છે... શંક: “જીવને સાક્ષાત્કાર કરું છું, “જીવ મને અપક્ષ છે એમ જે બ્રહ્મનું જીવવિષયક વ્યવહારને અનુકૂલ જ્ઞાન છે તે માયાવૃત્તિથા ઉપહિત બ્રહ્મચૌતન્ય જ છે. આમ બ્રહ્મ જેને કર્યા છે તેવા વ્યવહારના વિષય છવમાં બ્રહ્મકતૃક વ્યવહારને અનુકુલ બ્રહ્મ તન્યથી અભિન્નત્વ હોવા છતાં પણ એ અભેદની અભિવ્યક્તિ ન હોવાથી છવ બ્રહ્મ પ્રાત અપક્ષ બની શકે નહિ. તેથી બ્રહ્મ સર્વજ્ઞ નહીં થઈ શકે. તમે એમ પણ નહીં કહી શકે કે બ્રહ્માને જીવવિષયક અપરોક્ષ જ્ઞાન ન સભવતું હોવા છતાં તેના સર્વત્વને ભંગ થતા નથી કારણ કે જીવવિષયક પરોક્ષ જ્ઞાન માત્રથી પણ સવજીવ સંભવે છે. આ દલીલ બરાબર નથી કારણ કે ઈશ્વરનું જ્ઞાન પરોક્ષ હોઈ શકે એમ સ્વીકારવામાં આવતું નથી.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy