SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પર ૭૫ .. केचित् दृष्टार्थस्यैव वेदान्तश्रवणस्य વિ ત્રેિ તુ રાન્નત્રવાર્ અતિસંવત : गुरुशुश्रूषया लब्धात् कुच्छाशीतिफलं लभेत् ॥' इत्यादिवचनप्रामाण्यात् स्वतन्त्रादृष्टोत्पादकस्वमप्यस्ति । . यथा अग्निसंस्कारस्याधानस्य पुरुषसंस्कारेषु परिगणनात् तदर्थत्वमपि, एवं क्चनबलादुभयार्थत्वोपपत्तेः । तथा च प्रतिदिनश्रवणजनितादृष्टमहिम्नै.. वामुष्मिकविधोपयोगित्वं श्रवणमननादिसाधनानामित्याहुः ॥७॥ - જ્યારે કેટલાક કહે છે કે "પ્રતિદિન ગુરુસેવાથી પ્રાપ્ત અને ભક્તિથી યુક્ત વેદાન્તશ્રવણથી વ્યક્તિ એંશી કૃઙ્ગ (વ્રત)નું (પુણ્યરૂપ) ફળ મેળવે” ઈત્યાદિ વચનના પ્રમાણથી દષ્ટ અર્થ (ફળ કે પ્રોજન)વાળું જ વેદાન્ત-શ્રવણ સ્વતંત્ર પણે અદષ્ટને ઉત્પન કરનારું પણ છે. કારણ કે જેમ અગ્નિના સંસ્કાર માટેના આધાનની પુરુષ-સંસ્કારોમાં ગણના હેવાથી તે તેને માટે પણ છે (-પુરુષાથ સંસ્કાર પણ છે), તેમ વચનના બળથી (વેદાંત શ્રવણ) ઉભયાથ (--દષ્ટ અને અષ્ટ ફળવાળું) હોય એ ઉપપન્ન છે. અને આમ પ્રતિદિન શ્રવણથી ઉત્પન કરવામાં આવતા અદષ્ટના મહિમાથી જ શ્રવણ, મનન આદિ સાધનો આ મુમિક (જન્માક્તરની) વિદ્યામાં ઉપગી બને છે. (). વિવરણ: અહીં બીજો મત રજૂ કરતાં કહ્યું છે કે મુખ્ય કે અમુખ્ય અધિકારીઓ દ્વારા દરરોજ કરવામાં આવતું વેદાંતશ્રવણ જેમ ઉક્ત પ્રતિબંધકનિવૃર્તિરૂ૫ દષ્ટ ફળ ઉત્પન્ન કરે છે તેમ અષ્ટ પણ ઉત્પન્ન કરે છે અને તેના સામર્થ્યથી બીજા જન્મમાં વેદાંત વિચાર વિદ્યામાં ઉપયોગી બની શકે છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે ટાંકેલા વચનમાં સુ છે તે જ ના અર્થમાં છે. તેથી દેવતા, ગુરુ અને વેદાંતના વિષય પ્રતિ વ્યક્તિ તેમ જ ગુરુશ્રષા જેમને ઉલેખ કરવામાં આવ્યો છે, અને શમ, દમ, બ્રહ્મચર્ય, અહિંસા આદિ જેમને ઉલેખ નથી કરવામાં આવ્યો તે સર્વ સાથે વેદાંતશ્રવણને સમુચ્ચય જ્ઞાત થાય છે. વેદાંતશ્રવણ સ્વતંત્ર આદષ્ટ પણ ઉત્પન્ન કરી શકે છે એમ કહ્યું છે તેને અર્થ એવો સમજવાનું છે કે અદષ્ટ ઉત્પન્ન કરવામાં શ્રવણને વિદ્યામાં વિનિયોગ બતાવનાર શ્રવણુવિધિની અપેક્ષા નથી. | વેદાંતશ્રવણનું દષ્ટ અને અદષ્ટ ફળ હોઈ શકે તે બતાવવા અન્યાધાનનું દૃષ્ટાન્ત આપ્યું છે. મનનાવવી એ વચનથી આધાનને આહવનીય આદિ અગ્નિના સંસ્કાર તરીકે સ્વીકારવામાં આવે છે. જયારે બન્યાયમનોત્રમ્ ઈત્યાદિ પુરુષ સંસકારોને સંગ્રહ કરનાર સૂત્રમાં શ્રાધાનને પણ સમાવેશ હોવાથી તે પુરુષ-સંસ્કાર પણ છે આમ વેદાંતશ્રવણનું દષ્ટ અને અદષ્ટ બને વજન હોઈ શકે અને વેદાંતશ્રવણથી ઉત્પન્ન કરવામાં આવેલા અદષ્ટની લેગ્યતાથી તેને વિદ્યામાં જ વિનિંગ કહેવા જોઈએ, તેથી તેના બળે તે અન્ય જન્મમાં થતી વિદ્યામાં ઉપયોગી બની શકે છે એ ભાવ છે. (૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy