SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ सिद्धान्तलेशसमहः ભાવનાની નિવૃત્તિ નિદિધ્યાસનનું ફળ છે. આમ ત્રિવિધ પ્રતિબંધકની નિવૃત્તિરૂપ ળ ઉત્પન થાય ત્યાં સુધી આવૃત્તિથી વિશિષ્ટ શ્રવણુ આદિ મુખ્ય અધિકારીનાં નિષ્પન્ન થાય છે, તેનાથી નિયમાદષ્ટના ઉત્પત્તિ થાય જ છે. આ રીતે વિદ્યાનું સાધન સ ંપન્ન થયા છતાં પણ પ્રતિધને લીધે જો વિદ્યા ઉત્પન્ન ન થાય તેા પુનજ મની પ્રાપ્તિથી પ્રતિબંધને ક્ષય થતાં ફરી વિચારની અપેક્ષા વિના જ વિદ્યા ઉત્પન્ન થાય છે, જેમ વામટ્ઠવ, હિરણ્યગલ' આદિની વિદ્યા ઉત્પન્ન થઈ હતી. પણ જેની બાબતમાં ઉક્ત પ્રતિબંધની નિવૃત્તિ પ ંત શ્રવણનિી આવૃત્તિ ન થઈ હોય અને વચ્ચે મૃત્યુ થઈ જાય, તેવાતું એ મુખ્ય અધિકારી હોવા છતાં નિયમાષ્ટ ઉત્પન્ન થતું નથી. અને અન્ય જ મમાં ઉક્ત પ્રતિક વની નિવૃત્તિ "ત શ્રવણા દેના અભ્યાસ કરવાથી તે શ્રવણાદિના નિયમાદષ્ટથી વિદ્યામાં પ્રતિબધક પાપના ક્ષય થતાં તે વિદ્યા પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે કર્યું છેઃ— तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् । यतते च ततो भूयस्संसिद्धौ कुरुनन्दन ।। (भ. गीता ६.४३ ) —ર્થાત્ સારા કુળમાં જન્મ પ્રાપ્ત થતાં પૂ॰દેહના અને અત્યારે સ`સ્કારરૂપે ચાલુ રહેતા મ્રુદ્ધિ-સયાગ—શ્રવણાદિ મારે કરવાં જોઈએ એવી બુદ્ધિની સાથે સબંધ—પ્રાપ્ત કરે છે. આ જન્મમાં પણ પ્રતિબંધની નિવૃત્તિ દ્વારા ‘વિદ્યાના ઉય માટે મારે શ્રવણુાર્દિ કરવાં જોઈ એ ' એ બુદ્ધિથી યુક્ત થાય છે એવા અથ છે. તનાથી પૂર્વજન્મના યત્નની અપેક્ષાએ ફરીથી અધિક યત્ન સિદ્ધિને માટે તે કરે છે એવા અ છે. આમ આ ફળપયત આવૃત્તિથી યુક્ત શ્રવણુાદિથી રહિત જે યાગભ્રષ્ટ છે તેની બાબતમાં નિયમાષ્ટના અભાવને કારણું યજ્ઞાદિના અદૃષ્ટથી જ નિર્વાહ કરવાના હોય છે. નિયમાંદુષ્ટ શ્રવણુમાત્રથી ઉત્પન્ન થઈ શક્રતું નથી, પણ શ્રવણુ -નિયમથી ઉત્પન્ન થઈ શકે છે; અત શ્રવણુનિયમની નિષ્પત્તિ તા જ થાય જો શ્રવણુ આદિની જ ફળપય''ત આવૃત્તિ હાય. આમ ફળના ઉત્પત્તિની પહેલાં શ્રવણાદિ—નિયમને જ અભાવ હાવથી નિયમા દુષ્ટની ઉત્પત્તિ થતી નથી. જેમ આવૃત્તિથા યુક્ત અવધાત (ડાંગર છડવી તે) ચોખાની નિષ્પત્તિ રૂપ ફળતુ સાધન છે એ લાકસિદ્ધ છે, તેમ આવૃત્તિયા યુક્ત શ્રવાદ ફળનુ સાધન છે, તેના થી જ ફળષય' ત ણુના અમાપ્તાશ-પરિપૂરણુરૂપ નિયમ નિષ્પન્ન થાય છે, તે પહેલા નહિ એવા અથ' છે. ડાંગરને છઢવા અગે જ નિયમવિધિ છે તમાં એ અભિપ્રેત જ છે કે ઉપરનું પડ નકળીને ચોખા પ્રાપ્ત થાય ત્યાં સુધા આધાતની ક્રિયા કયા જ કરવાની છે અને ત્યારે નિયમ નિષ્પન્ન થાય, તેમ શ્રવણુ અગે જે નિયમવિધિ છે તેમાં પણુ વિદ્યારૂપી ફળ પત શ્રવણ ચાલુ રહે તો જ નિયમ નિષ્પન્ન થાય છે—આરંભ માત્રથી નહિ. શ્રવણુના આર ંભ માત્ર કે કેટલીક આવૃત્તિ માત્ર થતાં ‘શ્રવણનિયમ નિષ્પન્ન થયે' એ વચન વિયના અભાવમાં, વિષય ન હોવાથી, નિરાલ બને છે. જો શ્રવણુના આરંભ માત્રથી જ નિયમ નિષ્પન્ન થતા હોય તો શ્રવણુ અવૠાત આદિના અનુષ્ઠાનના આર ંભ કર ને શ્રવણુ અવધાત આદિને છોડીન ભાષા–પ્રબંધ આદિતા વિચાર કરવામાં આવે અને નખથી ફોલીને ફાંતરાં કાઢવામાં આવે, વગેરે તા એ પ્રવૃત્તિમાં પશુ નયમવિત્તિના વિરોધ ન માની શકાય. પણ તેવુ" નથી, તેથી આવૃત્તિવિશિષ્ટ શ્રવણુાદિથી જ નિયમાદૃષ્ટ શકય બને છે. (જુએ પંચપાદિકાવિવરણું, પૃ. ૧૦૨થી આગળ). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy