SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ आचार्यास्तु नियमविधिपक्षेऽपि अयमेव निर्वाहः । श्रवणमभ्यस्यतः फलप्राप्तेर्वाक् प्रायेण तभियमादृष्टानुत्पतेः। तस्य फलपर्यन्तावृत्तिगुणकश्रवणानुष्ठाननियमसाध्यत्वात् । न हि नियमादृष्टजनकश्श्रवणनियमः फलपर्यन्तमावर्तनीयस्य श्रवणस्योपक्रममात्रेण निर्वर्तितो भवति येन तज्जन्यनियमादृष्टस्यापि फलपर्यन्तश्रवणावृतेः प्रागेवोत्पत्तिः सम्भाव्येत । अवघातवदावृत्तिगुणकस्यैव श्रवणस्य फलसाधनत्वेन फलमाधनपदार्थनिष्परोः प्राक तनियमनिर्वतिवचनस्य निरालम्बनत्वात् श्रवणावधातापक्रममात्रेण नियमनिष्पत्तौ तावतैब नियमशास्त्रानुष्ठानं सिद्धमिति तदुनावृत्तावयवैकल्यप्रसङ्गाच्चेत्याहुः । જ્યારે આચાર્ય (વિવરણાચાર્ય) કહે છે કે નિયમવિધિ પક્ષમાં પણ આ જ નિર્વાહ છે, કારણ કે જે શ્રવણને અભ્યાસ કરે છે તેની બાબતમાં (પ્રતિબંધ નિવૃત્તિરૂપ) ફળની પ્રાપ્તિની પહેલાં પ્રાયઃ તેના (શ્રવણના) નિયમથી જન્ય અદરની ઉત્પત્તિ થતી નથી. તેનું કારણ એ કે (નિયમાદષ્ટ ફળ પયત આવૃત્તિ જેનું લક્ષણ છે તેવા શ્રવણનુષ્ઠાનના નિયમથી ઉત્પન્ન થાય છે. એ દેખીતું છે કે નિયમાદષ્ટને ઉત્પન્ન કરનારે શ્રવણનિયમ ફળપર્યત જેની આવૃત્તિ કરવાની છે તેવા શ્રવણના ઉપક્રમ(- આરંભ-) માત્રથો પૂરે થતો નથી જેથી કરીને તેનાથી ઉત્પન્ન થતા નિયમાદષ્ટની પણ ફળ પર્યત શ્રવણાવૃત્તિની પહેલાં જ ઉત્પત્તિ સંભવે અવઘાતની જેમ આ વૃત્તિરૂપ ગુણથી યુક્ત જ શ્રવણ ફળનું સાધક છે તેથી ફળના સાધન પદાર્થની - અવૃત્તિયુક્ત શ્રવણની–)ઉતપાત પહેલાં તે નિયમને, સિદ્ધ કરનાર વચન નિરાલંબન બને છે (–આવૃત્તિયુક્ત શ્રવણની ઉત્પત્તની પહેલાં, શ્રવણનિયમ નિષ્પન્ન કરનાર વચન નિરાલ બન છે). અને શ્રવણુ તેમજ અવઘાત આદિના ઉપક્રમ આરંભ) માત્રથી જો નિયમની નિષ્પત્તિ થતી હોય તે તેટલા માત્રથી નિયમશાસ્ત્રના અનુષ્ઠાનની સિદ્ધિ થઈ જાય તેથી આવૃત્તિ ન હોય તે પણ અવૈકટય (ખામીને અભાવ) પ્રસક્ત થાય તેથી નયનાદષ્ટ ફળ પર્યન્ત આવૃત્તિયુક્ત શ્રવણના અનુષ્ઠાનના નિયમથી જ સાધ્ય છે). (એમ વિવરણાચાર્ય કહે છે). - વિવરણ : વિવરણાચાર્યના વચનનું તા પર્ય એ છે કે પ્રમાણની અસંભાવનાની નિવૃત્તિ શ્રવણનું ફળ છે. પ્રમેયની અસંભાવનાની નિતિ મનનનું ફળ છે, અને વિપરીત સિ-૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy