________________
૪૭૨
सिद्धान्नलेशसमहः કરી શકતું નથી, કારણ કે ક્ષત્રિય આદિની પ્રતિ શ્રવણદિનું વિધાન નથી પ્રટન થાય કે અવિહિત શ્રવણુ ભલે અદષ્ટને ઉત્પન્ન ન કરે, પણ સંસ્કાર તે ઉત્પન્ન કરી શકે અને તેના બળે જ તે અન્ય જન્મમાં ઉલગ્ન થતી વિદ્યાનું કારણ કેમ ન બની શકે છે અને ઉત્તર છે કે આ શકય બનાવનાર અદષ્ટ વિના જ જે આમ માનશે તે એક જન્મમાં અનુભવેલી બધી વસ્તુની સ્મૃતિ અન્ય જન્મમાં થવી જોઈએ પણ તેમ થતું નથી. તેથી એક જન્મમાં કરેલા વેદાંત વિચાર અદષ્ટ દ્વારા જ અન્ય જન્મમાં વિદ્યા ઉત્પન્ન કરી શકે છે. પણ ક્ષત્રિય આદિની બાબતમાં શાસ્ત્રીય સંગ સંન્યાસ વિનાનું શ્રવણ અદષ્ટ ઉત્પન્ન નથી કરતું તેથી અન્ય જન્મમાં વિદ્યા ઉત્પન્ન ન કરી શકે.
આ શંકાને ઉત્તર નીચે આપે છે : ___ उच्यते-अमुख्याधिकारिणाऽपि उत्पनविविदिषेण क्रियमाणं श्रवणं द्वारभूतविविदिषोत्पादकप्राचीन विद्यार्थयज्ञाधनुष्ठानजन्यापूर्वप्रयुक्तमिति तदेवापूर्व विद्यारूपफलपर्यन्तं व्याप्रियमाणं जन्मान्तरीयायामपि विद्यायां स्वकारितश्रवणस्य उपकारकतां घटयतीति नानुपपत्तिः। श्रवणादौ विध्यभावपक्षे तु सन्यासपूर्वकं कृतस्यापि श्रवणस्यादृष्टानुत्पादकत्वात् सति प्रतिबन्धे तस्य जन्मान्तरीयविद्याहेतुत्वमित्थमेव निर्वाह्यम् । | (આ શંકાના ઉત્તરમાં) કહેવામાં આવે છે કે–જેમાં જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થઈ છે એવા અમુખ્ય આધેકારીથી પણ કરવામાં આવતું શ્રવણ દ્વારભૂત વિવિદિશાને ઉતપન્ન કરનાર પ્રાચીન (ગત જન્મમાં વિદ્યા અથે થયેલા યજ્ઞાદિના અનુષ્ઠ નથી ઉત્પન્ન કરવામાં આવેલા અપૂર્વથી પ્રયુક્ત છે તેથી તે જ અપૂર્વ વિદ્યારૂપ ફળ સુધી વ્યાપૃન (કામે લાગેલું ) કહેતું અન્ય જન્મની વિદ્યામાં પોતાથી કરાવવામાં આવેલા શ્રવણની ઉપકારકતાને ઘડે છે (શક્ય બનાવે છે, તેથી અનુયપત્તિ નથી. બીજી બાજુ એ શ્રવદિ અંગે વિધિ નથી એમ માનનાર પક્ષમાં સંન્યાસપૂર્વક કરેલું હોવા છતા શ્રવણ અદષ્ટને ઉત્પન્ન થી કરતું તેથી પ્રતિબંધ છે તે તે શ્રવણ) અન્ય જન્મમાં વિદ્યાનો હેતુ બને છે તેના નિર્વાહ આ વતે જ કરવાનું રહેશે. - વિવરણ: “કમને વિઘામાં વિનિયોગ છે' એ પક્ષને આધારે ઉપયુક્ત શંકાને ઉત્તર આપે છે યજ્ઞાદિ દ્વારા વિદ્યા ઉત્પન્ન કરવાની હોય છે તેમાં વિિિદષા ધારભૂત બને છે, અને દિવા અર્થે ગત જન્મમાં જે યજ્ઞાદિનું અનુષ્ઠાન થયું હોય તેન થી આ વિવિદિ ઉત્પન થાય છે. આમ આ વિદ્યા અથે થયેલા યજ્ઞાદિ-અનુષ્ઠાનથી જ-ન્ય જે અપૂવ’ છે તે વિદ્યારૂ ફળ ઉત્પન્ન થાય ત્યા સુધી વ્યાકૃત (કામે લાગેલું) રહે છે, તેથી યજ્ઞાદિ-અનુષ્ઠાનથી જન્ય અપૂવ પોતે જે શ્રવણ કરાવે છે. તેની જન્માન્તરીય વિદ્યામાં ઉપગિતા શકય બનાવે છે. આ વાત અમુખ્ય અધિકારીની થઈ. વાચસ્પતિ મિશ્રના મતમાં મુખ્ય અધિકારીથી કરવામાં આવતા શ્રવણને નિર્વાહ પણ યજ્ઞાદિથી ઉત્પન્ન થતા અપૂર્વાથી જ થાય છે. તેથી કહ્યું છે કે જે પક્ષમાં શ્રવણ અંગે વિધિ માનવામાં નથી આવતો તે મતમાં સંન્યાસપૂર્વક કરેલું હોય તે પણ શ્રવણ અપૂર્વ નથી ઉત્પન્ન કરતુ તેથી વિદ્યા અથે થયેલા યજ્ઞાદિ અનુષ્ઠાનથી ઉત્પન્ન કરાયેલા અપૂર્વના આધારે જ શ્રવણ પ્રતિબંધ હોય ત્યારે અન્ય જન્મની વિદ્યાનું કારણ બની શકે છે. (પ્રતિબંધ ન હોય ત્યારે તે દષ્ટ ફળ જ્ઞાન આ જન્મમાં જ પ્રાપ્ત થાય છે),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org