________________
सिद्धान्तलेशसंग्रहः
૪૨
પ્રતિપાદન કરનાર શ્રુતિના પશુ બુદ્ધિરૂપ ઉપાધિથી નિર્વાહ કરી શકાય. (આ શંકા ખરાબર નથી) કારણ કે ‘ઉત્ક્રાન્તિ કરનાર (જીવ) ની પાછળ પ્રાણ ઉત્ક્રાંતિ કરે છે’ (બૃહદ્. ઉ૫. ૪.૪.૨) એમ ‘પ્રાણ’ શબ્દથી વાસ્થ્ય બુદ્ધિની ઉત્ક્રાંતિની પહેલાં જ જીઞની ઉત્ક્રાંતિ કહેલી છે, તેમ ‘જ્ઞાની (જીવ) નામરૂપથી વિમુક્ત થયેલા પરાત્પર દિય. પુરુષની પાસે જાય છે' (મુંડક ૩૨ ૮) એમ નામ-રૂપથી મુક્તિ મેળવ્યા પછી પણુ (જીવની) ગતિનું શ્રવણુ છે અને ‘જેમ (સામાનથી) ખરાખર ભરેલું ગાડું. અવાજ કરતુ જાય તેમ જ આ શરીરમાં રહેલે આત્મા પ્રાપ્ત આત્મા (ઈશ્વર) થી પ્રેરિત થયેલા અવાજ કરતે (પરલેાકમાં) જાય છે' (બૃહદ્. ૪:૩.૩૫) એમ સ્વાભાવિક ગતિનાં આશ્રય એવા ગાડાનું દૃષ્ટાન્ત આપ્યું છે (તેથી જીવમાં પણ સ્વાભાવિક ગતિ છે, ઔપાધિક નહિ એમ સિદ્ધ થાય છે). (તેથી જીવના અણુત્વ અંગેની શ્રુતિઓને કોઈ બીજી રીતે સમજાવી શકાય નહિ, તેથી જીવનુ અણુત્વ અને ઈશ્વરનું વિભુત્વ સિદ્ધ થાય છે.) —આવી દલીલ પુત્ર પક્ષી કરે તે આ ખરાખર નથી.
વિવરણ : પૂર્વ પક્ષી દલીલ કરે છે કે ઈશ્વરને વિષ્ણુ કહેનારી અને શ્રુતિ છે તેથી જ્યાં ઈશ્વરને અણુ કહ્યો છે તેવી શ્રુતિ ઇશ્વરનું સ્વરૂપ ભતાવવા માટે નથી પણુ ઉપાસનાથે' છે એમ સમજાવી શકાય. જે અણુત્વ પ્રતિપાદક શ્રુતિએ ઉપાસનાના પ્રકરણમાં અન્તગ་ત ન હોય ત્યાં ‘અણુ’ ના અથ’‘દુ་હ ગ્રહણ કરવા કે જાણુવા મુશ્કેલ' એમ લઈ શકાય. ઈશ્વર પ્રવેશ કરે છે એમ કહ્યું છે. ત્યાં શરીરામાં ઈશ્વરના પ્રવેશ મુખ્ય અથમાં નથી પણ સ્વેચ્છાએ સ્વીકારેલાં શરીર ઇન્દ્રિયને ઉપાધિ માનીતે છે. તેથી ઇશ્વર શ્રુતિને આધારે વિભુ જ સિદ્ધ થાય છે વિરોધી સિદ્ધાન્તી શંકા કરે કે જીવના અણુત્વ અંગે શ્રુતિ કે લિંગ છે તેને પણુ આમ બીજી રીતે સમાવી શકાય અને તે પછી જીવતુ ઔપાધિક અણુત્વ જ કેમ ન માનવું? આવી શંકાના જીવાણુત્વવાદી પૂર્વ`પક્ષી ઉત્તર આપતાં કહે છે કે ઉત્ક્રાન્તિ આદિ વિષેની શ્રુતિમાં બુદ્ધિત ઉપાધિ માનીને ઉત્ક્રાન્તિ આદિને સમજાવી નહીં શકાય. આ શ્રુતિમાં પ્રાણ' શબ્દ, બુદ્ધિના અમાં છે (યો હૈ. પ્રાળ: સા 01 ચા યા જ્ઞા લાળ’-કોષી ૩.૩.૪ એવી સ્પષ્ટ શ્રુતિ છે). તેથી મુદ્ધિની ઉત્ક્રાન્તિ પહેલાં જીવની સ્વાભાવિક ઉત્ક્રાન્તિ છે એમ જ માનવું જોઈએ. વળી ‘નામરૂપ’ ઉપાધિની નિવૃત્તિ થયા પછી પણ જીવ બ્રહ્મ તરફ ગતિ કરે છે એમ કહ્યું છે તેથી જીવની ગતિ ઔષાધિક નહીં પણ સ્વાભાવિક છે અને જીવનું અણુ પરિમાણુ પણ સ્વાભાવિક છે. જીવનુ પલાક પ્રતિ ગમન સમજાવવા માટે ગાઢાનું દૃષ્ટાન્ત આપ્યું છે જે પણ બતાવે છે કે જીવની ગતિ સ્વાભાવિક છે. તેથી જીવ અણુ જ છે અને ઈશ્વર વિષ્ણુ છે અને તેમના ભેદ સિદ્ધ થાય છે. એકા મવાદી સિહાન્તીને આ દલીલ માન્ય નથી, તે હવે દલીલ રજૂ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org