SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 10 सिद्धान्तलेशसङ्ग्रहः વ્યભિચાર પણ સંભવે છે–વેત શ્રવણ કર્યું હોય તે ય બ્રહ્મસાક્ષાત્કાર ન થયો હોય એવું ઘણી વાર જોવામાં આવે છે. શ્રવણના અભાવમાં સાક્ષાત્કાર ન થાય એ વ્યતિરક પણ વ્યભિચાર વિનાને નથી, કારણ કે શ્રવણ વિના પણ વામદેવને બ્રહ્મસાક્ષાત્કાર એ ગર્ભમાં હતા ત્યારે જ થયો હતો અન્યાય અને વ્યતિરેક બન્નેમાં આ વ્યભિચાર છે તેથી વેદાતશ્રવણ બ્રહ્મસાક્ષાત્કારને હેતુ છે એ અન્વય-વ્યતિરેકથી જ્ઞાત નથી. આ અજ્ઞાત અર્થનું જ્ઞાપન શ્રોતધ્ય; એ વિધિ કરે છે તેથી એ અપૂર્વવિધિ છે. બીજાં શાસ્ત્રના શ્રવણના રાંબ ધમાં ગૃહીત થયેલો એ કઈ સામાન્ય નિયમ પણ નથી કે શ્રવણ માત્રથી સાક્ષાત્કાર થાય જ છે જેથી કરીને વેદાંતશ્રવણની બાબતમાં આ પિતાની મેળે જ્ઞાત થઈ જાય અલબત્ત ગાંધર્વ શાસ્ત્રના શ્રવણથી ષડ્રજાદિને સાક્ષાત્કાર થાય છે એમ માનવામાં આવે છે પણ કમ કાંડના શ્રવણથી તેના અર્થ –ધમને સાક્ષાત્કાર થતે જોવામાં નથી આવતે, તેથી આ માય નિયમ પણ નાત નથી જે વેદાંતળવણ૩૫ વિશેષને લાગુ પાડી શકાય. આમ શ્રવણ બીજા કોઈ કમાણથી પ્રાપ્ત ન હોને આ અપ્રાપ્ત શ્રવણની પ્રાપ્તિ કરાવનાર શ્રોત: એ વિધિ અપૂર્વવિધિ છે એમ પ્રકટાર્થકાર જેવા કેટલાક માને છે. શાંકરભાષ્યમાં શકરાચાર્ય પણ શ્રવણુવિધિને આ નવનિધિ તરીકે સ્વીકારે છે. બૃહદારણ્યક ઉપનિષદુમાં કહ્યું છે-“તમારું બ્રાહ્મળ: પાકિય નિર્વિવ વાગ્યે તિટામેત વાગ્યું ૨ વાgિe ચ નિર્વિવાદ મુન: વૃ૦ ૩૧૦ રૂ.5.6.) (બ્રાહ્મણે પાંડિત્ય બરાબર મેળવીને પછી બાલભાવથી (ભાવશુદ્ધિપૂર્વક) રહેવા ધારવું, બાવ્ય અને પાંડિત્ય બરાબર મેળવીને પછી મુનિ બનવું). અહીં પાંડિત્યથી શ્રવણ અભિપ્રેત છે. ધ્યાન ન કરતે હેય અને ચારમાત્રથી અટકતો હોય એવા કોઈને માટે “મુનિ' શબદ પ્રજાતે નથી, જ્યારે ધ્યાનનિષ્ઠ વ્યાસાદિ મુનિ કહેવાય છે. જેમ અપૂર્વ હોવાને કારણે શ્રવણ અંગે વિધિ છે તેમ મૌન જે વિદ્યાની ઉત્પત્તિમાં સાધનરૂપ છે તેની બાબતમાં વિધિ માનવો કારણ કે અપૂર્વ છે, અપ્રાપ્ત છે એમ ભાષ્યકાર કહેવા માગે છે. “પાંડિત્ય અને બાલ્યથી જેણે તત્વનો નિર્ણય કર્યો છે તેને સાક્ષાત્કારની ઈચછા હશે તે તે પિતાની મેળે ધ્યાન (મૌન)માં પ્રવૃત્ત થશે. તેને માટે પ્રવર્તક વિધિની જરૂર નથી રત્નની સચાઈનો સાક્ષાત્કાર કરવા માટે રત્નતત્વને વિષે જ્ઞાનસંતતિમાં ઝવેરી પ્રવૃત્ત થાય જ છે ને.”—એવી શકો કેઈ કરે તો તેને જવાબ આપવા વળ એમ કહ્યું છે. સાક્ષાત્કારને માટે ધ્યાનમાં પોતાની મેળે પ્રવૃત્ત થયે હેય તે ૫ણું વિષયદર્શન પ્રબળ હોવાને કારણે ધ્યાનની કયારેક અપ્રાપ્તિ થઈ જાય એ સંભવે છે. આમ મૌનવિધિ એ અપૂર્વવિધિ ન હોય તે પણ નિયમવિધિ તો છે જ. જે આ નિયમવિધિનું ઉલંધન થાય તો તેનાથી ઉત્પન થતું અદષ્ટ ન મળે અને તે પછી સાક્ષાત્કારને ઉદય ન થાય એ ભયથી સ્વાભાવિક એવા રૂપાદિ વિષયના દશનને એ પ્રયત્નપૂર્વક દૂર રાખે છે અને ધ્યાનમાં જ પ્રવૃત્ત થાય છે. એવો સ્માના વળ શબ્દને અભિપ્રાય છે. બ્રહ્મવિદ્યાને પ્રાધાન્ય આપનાર પ્રકરણમાં ધ્યાનાદિ વિધિ કેવી રીતે હેઈ શકે. એથી તે વાર્થભેદને દોષ થાય”. –આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે: વિજ્ઞાતિવત્ (અ ગવિધિની જેમ). જેમ પ્રધાનવિધિપરક પ્રકરણમાં અવાર વાકયભેદથી પ્રયાજાદિ અંગે વિષે વિવિ છે તેવું બ્રહ્મવિદ્યાનાં અંગભૂત યાનાદિ અંગેના વિધિનું સમજવું. (જુએ બ્ર . શાંકરભાષ્ય ૩.૪.૪૭). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy