SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ कर्मकाण्डादिश्रवणात् तदर्थधर्मादिसाक्षात्कारादर्शनेन व्यभिचारात् । तस्मादपूर्वविधिरेवायम् । भाष्येऽपि 'सहकार्यन्तरविधिः पक्षण तृतीयं तद्वतो विध्यादिवत्' (३. ४. ४७) इत्यधिकरणे “विद्यामहकारिणो मौनस्य बाल्यपाण्डित्यवद्विधिरेवाश्रयितव्यः अपूर्वत्वात्" इति पाण्डित्यशब्दशब्दिते श्रवणे अपूर्वविधिरेवाङ्गीक्रियते इति । શ્રવણવિધિ (૧છોડ્યા)નો આશ્રય લેવામાં આવે છે, તે આ ત્રણ જુદા પ્રકારમાંથી કયા પ્રકારનો વિધિ છે ? આ બાબતમાં પ્રાથકાર વગેરે કેટલાક કહે છે કે આ અપૂવિધિ છે, કારણ કે (શ્રવણ) પ્ર પ્ત નથી, “વેદાન્ત ( અર્થાત્ ઉપનિષદુ )નું શ્રવણ બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ છે. એને વિષે અન્વયવ્યતિરેકરૂપ પ્રમાણ નથી. લોકમાં જેણે શ્રવણ કર્યું છે એવાને ઘણું ખરું તેની (બ્રહ્મસાક્ષાત્કારની) ઉ પત્તિ થતી નથી અને જેણે શ્રવણ નથી કર્યું એવા ગર્ભમાં રહેલા વામદેવને તેની ઉત્પત્તિ થઈ હતી (વામદેવને બ્રહ્મસાક્ષાત્કાર થયો હતો, તેથી બંને બાજુએથી વ્યભિચાર છે. અને નથી શ્રવણમાત્ર શ્રોતવ્ય અથના સાક્ષાત્કારને હેતુ છે એ અન્ય શાસ્ત્રના શ્રવણના સંબંધમાં ગૃહીત કઈ સામાન્ય નિયમ, જેથી અહી વિશેષ કરીને હેતુ તરીકે ગ્રહણ કરાવનાર (પ્રમાણુ)ના અભાવમાં પણ સામાન્ય નિયમ) દ્વારા જ તે (શ્રવણ) (બ્રહ્મસાક્ષાત્કારના) હેતુ તરીકે પ્રાપ્ત છે એવી આશંકા કરી શકાય. ગાન્ધવદિ શાસ્ત્રનું શ્રવણ ષડજ આદિના સાક્ષાત્કારના હેતુ તરીકે સ્વીકારવામાં આવતું હોવા છતાં કર્મકાંડ વગેરેના શ્રવણથી તેનો અર્થ ધર્માદિ છે તેને સાક્ષાત્કાર થતે જોવામાં નથી આવતે માટે વ્યભિચાર છે. તેથી આ અપૂર્વવિધિ જ છે. “તેના વાળા (અર્થાત્ શ્રવણમનનથી ઉત્પન થયેલ તવનિર્ણયરૂપ વિદ્યાવાળા અને તત્ત્વસાક્ષાત્કારની ઈરછાવાળા) ને માટે સુવિધામાં) અન્ય સહકારિભૂત ત્રીજા (માન) અંગે વિધિ છે કારણ કે તે પક્ષથી પ્રાપ્ત નથી), (અંગ) વિધિ વગેરેની જેમ” (બ્ર સૂ. ૩.૪. ૪૭) એ અધિકરણમાં શાંક૨) ભાષ્યમાં કહ્યું છે કે “બાલ્ય અને પાંડિત્યની જેમ મૌન અંગે વિધિ જ માનવો જોઈએ કારણ કે તે અપૂર્વ છે”. આમ પાંડિત્ય શબ્દથી વાગ્યે શ્રવણની બાબતમાં અપૂર્વવિધિ જ સ્વીકારવામાં આવે છે. વિવરણ: શ્રવણ બ્રહ્મસાક્ષાત્કારને હેતુ છે એ હકીકત યુતિ સિવાય પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણુથી નાત નથી. કાર્યકારણભાવને નિર્ણય અન્વયવ્યતિરેક દર્શનથી થાય છે– કારણ હોય તે જ કાર્ય દેખાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય. પણ વેદાન્તશ્રવણ હોય તે જ બ્રહ્મસાક્ષાત્કાર હોય એ અન્વય હમેશાં જોવામાં નથી આવતું. તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy