SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः ફળ હેવું એ (નિયમવિધિ અને પરિસંખ્યાવિધિમાં) એક સરખું હોવાથી નિયમ અને પરિસંખ્યા વિધિઓને ફળની દ્રષ્ટિ એ વિવેક કરો (તેમને જુદા ગણવા-) એ બરાબર નથી”—એવી શંકા કરવી નહિ. વિધિથી અવહનનને નિયમ કર્યો છે તે વિના આક્ષેપથી પ્રાપ્ત થઈ શકે તેવાં નખદિલન વગેરેની નિવૃત્તિ કરવી શક્ય નથી. તેથી અપ્રાપ્ત અંશના પરિપૂરણરૂપ નિયમ પહેલે આવતા હેવાથી અને એ વિધેય એવા અવહનનને લગતે હોઈ પ્રયાસન નિ કટવતા) હેઈને તે જ (અપ્રાપ્તાંશપરિપૂરણરૂપ નિયમ જ) નિયમવિધિના ફલ તરીકે સ્વીકારવામાં આવે છે. જ્યારે તેની પાછળ ઉપસ્થિત થતી અને અવિધેય (જેને જે વિધિ નથી એવા નખવિદલના દિને લગતી હેઈ વિપ્રકૃષ્ટ એવી ઇતરનિવૃત્તિને, સનિકૃષ્ટ ફલને સંભવ હોય ત્યારે ફલરૂપ માનવી એ ઉચિત નથી (તેથી ઉપર્યુક્ત કથન બરાબર નથી). વિવરણઃ પુરડાશ બનાવવા માટે ડાંગરમાંથી ચેખા બનાવવા જોઈએ એ તો આક્ષિપ્ત જ છે, આક્ષેપ (Implication થી પ્રાપ્ત છે અને તેને માટે અવહનન વિધિ છે તેનાથી આ તંડુલનિષ્પત્તિ અંગે આક્ષેપ શાન્ત થઈ જાય છે તેથી નખવિદલન (નખથી કલવું) વગેરે બીજાં સાધનોની નિવૃત્તિ પ્રાપ્ત થઈ જ જાય છે. આ અંતરની નિવૃત્તિ એ નિયમવિધિ અને પરિસંખ્યાવિધિ બનેનું ફળ છે તેથી ફળની દષ્ટિએ તે તેમનામાં કોઈ ભેદ નથી, જે કે સ્વરૂપની દષ્ટિએ ભેદ છે કારણ કે નિયમવિવિ પક્ષ–પ્રાપ્ત અવહનન વગેરે ક્રિયાનું વિધાન કરે છે અને પરિસંખ્યાવિધિ નિત્યપ્રાપ્ત ક્રિયા વગેરેનું વિધાન કરે છે. છતાં ફળની દૃષ્ટિએ ભેદ કરવો યોગ્ય નથી. આવી શંકા કઈ કરે તે તેને ઉત્તર એ છે કે નિયમવિધિનું ફળ પ્રાપ્ત અંશનું પરિપૂરણ છે કારણ કે એ જ સૌ પ્રથમ ઉપસ્થિત થાય છે અને વિધેયને લગતું હોઈ નિકટવતી (સીધું સંકળાયેલું) છે અને તેની પછી ઈતરનિવૃત્તિને ખ્યાલ આવે છે તેથી અને તે નિવૃત્તિ અવધેય એવા નખવિદલનાદિને લગતી હોઈને વિપ્રકષ્ટ છે તેથી તેને નિયમ- વિધિનું ફળ માની શકાય નહિ, જયારે ઇતરનિવૃત્તિ એ પરિસંખ્યાવિધિનું ફળ છે; તેથી ફળની દૃષ્ટિએ પણ આ બે વિધિ વચ્ચે ભેદ છે). - एवं विविक्तासु तिसृषु विधेविधासु किंविधः श्रवणविधिराश्रीयते । ___अत्र प्रकटार्थकारादयः केचिदोहुः -अपूर्व धिरयम्, अप्राप्त त्वात् । न हि 'वेदान्तश्रवणं ब्रह्मसाक्षात्कारहेतुः' इत्यत्र अन्वयव्यतिरेकप्रमाणमस्ति । लोके हि कृतश्रवणस्यापि बहुशस्तदनुत्पतेः, अकृतश्रवणस्यापि गर्भगतस्य वामदेवस्य तेदु-पोरुभयतो व्यभिचारात् । न वा 'श्रवणमात्रं श्रोतव्यार्थसाक्षाला हेतुः' इति शास्त्रान्तरवणे गृहीतः सामान्यनियमोऽस्ति, येन व विशिष्य हेतुत्वग्राहकाभावेऽपि सामान्यमुखेनैव हेतुत्व प्राप्यत इत्याशङ्वयेत । गान्धर्वादिशास्त्रश्रवणस्य षड्जादिसाक्षात्कारहेतुत्वाभ्युपगमेऽपि Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy