________________
૩૬o
सिद्धान्तलेशसमहः દેહને) એકદશ તેને (વ્યાવહારિક ત્વગિન્દ્રિયને) આશ્રય હોય તે સ્વપ્નજળમાં અવગાહન કરવાથી (ડૂબકી મારવાથી ઉત્પન્ન થતા સર્વાગીણ શીત સ્પર્શ (–સ અગમાં શીતળતાને અનુભવ)ને નિર્વાહ ન થાય એ કેવી રીતે થાય છે તેને સંભવ બતાવી શકાય નહિ).
આનાથી જ " સ્વપ્નમાં જાગ્રત-ઇન્દ્રિયની ઉપરતિ થઈ ગઈ હોવા છતાં તૈજસ (સ્વનાવસ્થાના જીવ)ના વ્યવહારમાં ઉપયુક્ત (કામમાં આવતી) એવી સૂક્ષ્મ શરીરના અવયવભૂત (ભાગરૂપ) સુકમ ઇન્દ્રિયો છે તેમનાથી સ્વપ્ન પદાર્થોનું ઐદ્રિયક જ્ઞાન થાય છે” એમ જે ઉપપાદન-શંકા છે તેને પણ નિરાસ થઈ જાય છે, કેમ કે જાગ્રત ઇન્દ્રિયેથી વ્યતિરિક્ત (અલગ) સૂમ ઈન્દ્રિયો જાણીતી નથી (તેમની જાણ નથી)
વિવરણ : સ્વપ્નપ્રપંચાધ્યાસના અધિષ્ઠાનનું નિરૂપણ કરીને સ્વાનપદાર્થોને અનુભવ ઈન્દ્રિયજન્ય છે કે સાક્ષિરૂપ છે એ સંશયના નિર્ણયને માટે પ્રશ્ન રજૂ કર્યો છે. શુક્તિરજતઅધ્યાસમાં ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેનું સમર્થન તેને સાક્ષાત માનીને (-શક્તિરજત આદિ ઈન્દ્રિયગ્રાહ્ય છે એ કથન કવિતાકિના મતને અનુસરીન છે એમ જાણવું એમ કૃષ્ણાનંદતીય કહે છે–) અથવા અધિષ્ઠાનજ્ઞાન દ્વારા ચક્ષુની જરૂરિયાત બતાવીને (શુક્તિરજત આદિ સાક્ષિભાસ્ય છે એ મત અનુસાર આ કહ્યું છે કે ધમીના શાનદારા ચક્ષુની અપેક્ષા છે-) કરી શકાય. પણ સ્વાસ્નગજાદિના ચાક્ષુષત્વને અનુભવ થાય છે તે વાસનામય પ્રન્દ્રિયોથી થાય છે કે વ્યાવહારિક ઇન્દ્રિયોથી, કે સક્ષમ ઈન્દ્રિયથી કે આરોપ૩૫ માનીને–આમ કઈ રીતથી તેનું સમર્થન થઈ શકે ? એ પ્રશ્ન છે. આરોપિત તરીકે તેનું સમર્થન કરવાનું છે તેથી પહેલા ત્રણ પ્રકારનું નિરાકરણ કરે છે. વાસનામય અર્થાત પ્રતિભાસિક ઈન્દ્રિયોથી સ્વાનપ્રપંચના ચાક્ષુષત્વનું સમર્થન થઈ શકે નહિ. સ્વાન દેહ અને સ્વાન વિષયને જેમ પ્રતિભાસિક અર્થાત ચૈતન્યના વિવર્તરૂપ માનવામાં આવે છે તેમ ઈન્ડિયાનું સ્વરૂપ પ્રતિભાસિક ચૈતન્યવિવરૂ૫ છે એમ કહી શકાય નહિ. કાતિભાસિક પદાર્થો અજ્ઞાત સત્તા ધરાવનારા હેતા નથી, અર્થાત્ તેમનું જ્ઞાન થતું ન હોય ત્યારે પણ તેમનું અસ્તિત્વ તે હેય જ એવા હેતા નથી, દા.ત શુક્તિરજત; જ્યારે ઈન્દ્રિય વિષે તે આપણે જાણુંએ છીએ કે એ અતીન્દ્રિય છે અને એવી જ કહપના સ્વપ્ન ઈન્દ્રિય વિષે પણ કરવી જોઈએ કારણકે એ કલ્પના દષ્ટને જ અનુસરે છે. તેથી પ્રતિભાસિક ઇન્દ્રિય માનીને સ્વપ્રપંચનું ચાક્ષુષત્વ સમજાવી શકાય નહિ.
બીજા પ્રકારનું નિરાકરણ કરતાં કહ્યું છે કે વ્યાવહારિક સત્તાવાળી જ ઇન્દ્રિ પિતાપિતાના ગેલકમાંથી નીકળીને પ્રતિભાસિક સ્વાસ્નદેહમાં દાખલ થઈને પિતા પોતાના વિષયનું ગ્રહણ કરે છે એમ પણ કહી શકાય નહિ કારણ કે શ્રુતિવચન છે કે માણસ સૂતે હોય ત્યારે ઇન્દ્રિય સુસ હેય છે, અને ઇન્દ્રિયનું સુવું તેને અહીં ઉપરતિ કહી છે. ઉપરાતિ એટલે સ્વરૂપ મટી જવું એમ નહિ પણ ઇન્દ્રિયની વૃત્તિ બંધ થઈ જાય છે, દરિયો વ્યાપારરહિત થઈ જાય છે તે. આમ સ્વપ્ન સમયે વ્યાવહારિક ઇન્દ્રિયે વ્યાપારરહિત હવાથી પિતપોતાના વિષયેનું ગ્રહણ કરી શકે નહિ. [કૃષ્ણાનંદતીર્થ કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org