________________
દ્વિતીય પરિચય
ફેક્ટ નિદ્રા અવરથા-અજ્ઞાનરૂપ છે એ બાબતમાં પ્રમાણને અભાવ છે એવું નથી. એનું કારણ એ છે કે નિદ્રા અવસ્થા અજ્ઞાનરૂપ ન હોય તો મૂળ અજ્ઞાનથી અનાવૃત
એ જાગ્રત-પ્રપંચને જેનાર વ્યાવહારિક જીવ, જે “હું મનુષ્ય છે, બ્રાહ્મણ છું, દેવદત્તને પુત્ર છું” ઈત્યાદિ રૂપથા પિતાના આત્માને વિષે સંદેહ અને ભ્રમ ન હોય એ રીતે અભિમાન કરે છે તેનું, તથા તેના ચિરપરિચયથી તેની તિ સદા અનાવૃત એકરૂપ રહેતા અનુભવેલા પિતામહના મૃત્યુ આદિ જાગ્રત્-પ્રપંચ વૃત્તાન્તનું સ્વપ્નકાળમાં કશાકથી આવરણ ન થતુ હોય તો જાગરણની જેમ સ્વપ્નમાં પણ હું વાઘ છું, શૂદ્ર છું, યજ્ઞદત્તને પુત્ર છું” ઈત્યાદિ ભ્રમને તથા પોતાના પિતામહની જીવતી દશા આદિના ભ્રમને અભાવ પ્રસિદ્ધ થાય છે તેથી નિદ્રા જ તે કાળમાં (નિદ્રાકાળમાં) ઉત્પન્ન થયેલી વ્યાવહારિક જગત અને જીવનું આવરણ કરનારી વિશેષ અજ્ઞાનાવરથારૂપ છે એમ સિદ્ધ થાય છે. અને એમ હોય તે જીવનું પણ આવરણ થઈ જતાં સ્વપ્નપ્રપંચના દ્રષ્ટાનો અભાવ પ્રસિદ્ધ થશે (સ્વપ્રપંચને દ્રષ્ટા કેઈ રહેશે નહિ એ પરિસ્થિતિ આવી પડશે) એવું નથી, કારણ કે સ્વપ્નપ્રપંચની સાથે દ્રષ્ટા જવને પણ પ્રતિભાસિક અયાસ થાય છે.
અને આમ (અર્થાત વ્યાવહારિક જીવ અને જગત જ સ્વપ્નજીવ અને વન-જગના અધ્યાસનું અધિષ્ઠાન છે એમ સિદ્ધ થતાં) ફરી જાગ્રત ભેગનું પ્રદાન કરનાર કર્મથી ઉત્પન્ન થતું જાગરણ થાય ત્યારે વ્યાવહારિક જીવના
સ્વરૂપનું જ્ઞાન જે પોતાના (સ્વપ્નપ્રપંચના) ઉપાદાનભૂત નિદ્રારૂપ અજ્ઞાનનું નિવતક છે તેનાથી જ સ્વપ્નપ્રપંચને બાધ થાય છે. અને એવી દલીલ કરવી નહિ કે “(આમ હોય તે) એ જ રીતે તે સ્વપ્ન પ્રપંચ)ના દ્રષ્ટા પ્રતિભાસિક જીવનો પણ તેથી જ (વ્યાવહારિક જીવના રવરૂપના જ્ઞાનથી જ) બાધ થતાં “સ્વપ્નમાં મેં હાથીને અનુભવ કર્યો એમ અનુસંધાન ન થાય. (આ દલીલ બરાબર નથી, કારણ કે વ્યાવહારિક જીવમાં પ્રતિભાસિક જીવનો અધ્યાસ થયેલ હોવાથી તેના (–પ્રતિભાસિક જીવના) અનુભવથી વ્યાવહારિક જીવને અનુસંધાન થાય છે એમ સ્વીકારવામાં અતિપ્રસંગદોષને અભાવ છે. (એમ આ ચિંતકે કહે છે.)
'વિવરણ : અધિષ્ઠાનના યથાર્થ જ્ઞાનથી જ અધ્યાસની નિવૃત્તિ થાય છે એ નિયમ હોય તે પણ કઈ અનુપત્તિ નથી એમ માનનાર પક્ષની રજુઆત કરે છે. આ મતમાં
વ્યાવહારિક જીવ સ્વપ્ન જેનાર પ્રતિભાસિક જીવનું અધિષ્ઠાન છે, અને જાગ્રપ્રપંચ રમપ્રપંચનું અધિષ્ઠાન છે; અનવછિત્ર ચૈતન્ય કે અહંકારો પહિત ચૈતન્ય નહિ. વ્યાવહારિક જવ અને જાગ્રતપ્રપંચ એ ડિવિધ અવિષ્ઠાનનું આવરણ કરીને તે દ્વારા નિદ્રારૂપ અવસ્થા અજ્ઞાન દ્રષ્ટા-દશ્યરૂપ ધિવિધ સ્વનિ પ્રપંચનું ઉપાદાન બને છે. મૂળ અજ્ઞાન સ્વપ્નપ્રપંચનું ઉપાદાન નથી, કારણ કે તે માત્ર બ્રહ્મચતન્યનું આવરણ કરનારું હેઈને વ્યાવહારિક જીવ આદિનું આવરણ કરતું નથી તેથી વ્યાવહારિક જીવ અને જગતને વિષય કરનારું જાગ્રત્કાલીન જ્ઞાન અધિષ્ઠાનને યથાર્થ જ્ઞાનરૂપ હોઈને તેનાથી સ્વાધ્યાસને બાધ સંભવે છે એ તાત્પર્યાથ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org