SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ૦ : सिद्धान्तलेशसङ्ग्रहः આ નિદ્રાને આવરણ કરનારી અને ઉપાદાન કહી છે તેનું આવરણ અને વિક્ષેપશક્તિવાળા અજ્ઞાન તરીકેનું લક્ષણ કહેવાઈ ગયું આ નિદ્રારૂપ અજ્ઞાન ઉત્પત્તિવાળું હેઈને (-જાગ્રતકાલીન ભોગનું પ્રદાન કરનાર કમને ઉપરમ થતાં તે ઉત્પન્ન થાય છે-) અવસ્થારૂપ અજ્ઞાન છે. આ મત પ્રમાણે બધાં અવસ્થા-અનાને ઉત્પત્તિવાળાં છે. મૂળ અજ્ઞાનથી અનાવૃત વ્યાવહારિક જીવ અને જાગ્રપ્રપંચવૃત્તાન્તનું સ્વપ્નકાળમાં કેઈ આવરણ કરનારું ન હોય તો જપ્રત્કાળમાં જેવો અનુભવ થાય છે તે જ અનુભવ સ્વનકાળમાં થાત; જયારે આપણે જોઈએ છીએ કે વ્યાવહારિક જીવ પિતાને વિષે કોઈ સંદેહ કે શ્રમ વિના અભિમાન સેવે છે કે “મનુષ્ય છું, બ્રાહ્મણ છું, દેવદત્તના પુત્ર છું. વળી આ દેવદત્તના પુત્રની પ્રતિ જાગ્રપંચવૃત્તાત–પિતાના પિતામહનું મૃત્યુ આદિ-અનાવૃત ઈને એકરૂપે ટકે છે. દેવદતને પુત્ર પહેલાં પોતાના પિતામહના મરણને અનુભવ કરીને પછી પ્રવેક મહિને અને વર્ષ શ્રાદ્ધ તપણાદિ કરે છે. તેથી પિતામહના મરણને અનુભવ અને વારંવાર થતા સ્મરણથી તે વૃત્તાન્તને તેને ચિરપરિચય છે તેથી પિતાના પિતામહના મૃત્યુ આદિ વિષે કઈ સંશય કે ભ્રમ ન હતાં તે અનાવૃત સદા એકરૂપથી રહે છે. જે નિદ્રારૂપ અજ્ઞાનનું આવરણું ન હોત તે સ્વપ્નકાળમાં પણ આ જ અનુભવ થાત. એને બદલે એ સ્વપ્ન જોનારને જ્ઞાન થાય છે કે વાધ છું, શદ્ર છું, યાદવને પુત્ર છું. તેને પિતાના પિતામહની જીવતી દશાને અનુભવ સ્વપ્નમાં થાય છે તેથી નિદ્રાકાળમાં ઉપન્ન થયેલી આ વિશેષ અજ્ઞાના વસ્થા જે વ્યાવહારિક જગત અને જીવનું આવરણ કરે છે, તે જ નિદ્રાનું રૂપ છે એમ સિદ્ધ થાય છે, કારણ કે તેના સિવાય આવરણ અને વિક્ષેપ શક્તિવાળું બીજુ કશું ઉપસ્થિત નથી. (શંકા-) આમ હોય તે વ્યાવહારિક જીવનું આવરણ થઈ જતાં સ્વપ્નદ્રષ્ટા નહીં રહે. (ઉત્તર) સ્વપ્નપ્રપંચની જેમ સ્વપ્નદ્રષ્ટા છવ પણ પ્રતિભાસિક છે તેથી આ મુશ્કેલી નથી, પ્રતિભાસિક અન્તઃકરણમાં ચિપ્રતિબિંબરૂપ બીજે જીવ માનવામાં આવે છે તેથી આ શંકાને અવકાશ નથી. ફરી જાગરણુ થતાં વ્યાવહારિક જીવના સ્વરૂપના જ્ઞાનથી આ નિદ્રારૂપ અવસ્થાઅજ્ઞાનનો નાશ થાય છે અને તેથી તેના કાર્ય એવા સ્વપ્નપ્રપંચને બાધ થાય છે. | (શકા) જે સ્વનિપ્રપંચ જેનાર જીવ પણ પ્રતિભાસિક હોય અને તેને પણ વ્યાવ. હારિક જીવના સ્વરૂપના જ્ઞાનથી બાધ થતો હોય તે જાગ્રસ્કાળમાં સ્વપ્નના અનુભવોનું સ્મરણ થાય છે તે ન થવું જોઈએ કારણ કે અનુભવ કરનાર એક (પ્રતિભાસિક છવ) અને સ્મરણ કરનાર બીજો (વ્યાવહારિક જીવ) હેય એ બરાબર નથી. આવું હોય તે અતિપ્રસંગ દેષ થાય-યજ્ઞદને જેને અનુભવ કર્યો હોય તેનું સ્મરણ વિષ્ણુમિત્રને આ હિસાબે થવું જોઈએ જે શકય નથી. . (ઉત્તર) : પ્રતિભાસિક જીવ વ્યાવહારિક જીવમાં અધ્યસ્ત છે તેથી અધિષ્ઠાનરૂપ વ્યાવહારિક જીવ અને આરોગ્ય પ્રતિભાસિક જીવનું તાદામ્ય હેવાથી પ્રાતિભાસિક જીવે કરેલા અનુભવને કારણે વ્યાવહારિક જીવને સ્વપ્ન-પદાર્થનું અનુસંધાન સંભવે છે જ્યારે યાદ અનુભવેલા પદાર્થનું વિષ્ણુમિત્રને અનુસંધાન સંભવતું નથી કારણ કે તેમનું તાદામ્ય નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy