________________
सिद्धान्तलेशसमहः અને એવી દલીલ કરવી નહિ કે “નિષેધ હોવા છતાં પ્રપંચને પિતાની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે (અર્થાત્ પ્રપંચ છે એમ કેવી રીતે માની શકાય) કારણ કે નિષેધ પ્રતિયોગીના પ્રતિક્ષેપ (અભાવ) રૂપ ન હોય તો વ્યાઘાત થશે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે શક્તિમાં “આ રજત છે”, “આ રજત નથી” એમ બે પ્રતીતિ થાય છે તે અનુસાર (શક્તિ આદિ) અધિષ્ઠાનમાં રહેલા અધ્યક્ત (રજત આદિ)ને અભાવે બાધ પર્યત જે ચાલુ રહે છે એવા અસથી વિલક્ષણ પ્રતિવેગીના સ્વરૂપને સહન કરનારે હોય છે એમ સ્વીકારવામાં આવે છે.
આ (ઉત્તર)થી “પ્રપંચન સ્વરૂપથી નિષેધ કરવામાં આવે તો તે સસલાના શીંગડાની જેમ અસત્ જ હાય” એ (દલાલ) ને નિરાસ થઈ ગયો, કારણ કે બ્રહ્મજ્ઞાનથી નિવત્ય એવા સ્વરૂપનો અંગીકાર હોવાથી (સસલાને શીંગડાથી પ્રપંચનું) વિષમ્ય છે.
વિવરણ: ઉપજીવ્યના વિરોધને પરિહાર બીજા વિચારકોએ જુદી રીતે કર્યો છે તે હવે રજૂ કરે છે તેઓ આગળ જે મત આપે તેની સાથે સંમત નથી. પૂર્વ મત પ્રમાણે માત્ર પ્રત્યક્ષજ્ઞાન ઉપજીવ્ય છે, વર્ણ, પદ આદિ વિષય ઉપખવ્ય નથી, પણ આ બરાબર નથી કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન વિષય વિનાનું હોઈ શકે નહિ. તેથી વર્ણ, પદ વગેરેના સ્વરૂપને પણ ઉપyવ્ય માનવું જોઈએ અને આમ ઉપજવ્યનો વિરોધ થાય છે તેથી પૂર્વ સમાધાન બરાબર નથી અને એક વાર તેમના સ્વરૂપની અપેક્ષા નથી એમ માની લઈએ તે પણ અગ્ય શબ્દથી તે યથાર્થ શબ્દ જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેથી યોગ્યતા સ્વરૂપની સિદ્ધિની અપેક્ષા રહે જ છે.
આમ યોગ્યતાને ઉપજી ય તરીકે ટાળી શકાતી નથી તેને વિરાધ પૂર્વમતમાં થવાને જ. કઈ દલીલ કરે કે યોગ્યતાસ્વરૂપની સિદ્ધિ હોય એટલા માત્રથી પૂર્વપક્ષીને માન્ય સમગ્ર પ્રપંચના સ્વરૂપની સિદ્ધિ થતા નથી પણ આ દલીલ બરાબર નથી. શાબ્દપ્રમિતિરૂપ કાર્યના અનુરોધથી બ્રહ્મથી અતિરિક્ત યોગ્યતા સ્વરૂપની સિદ્ધિ થાય છે તેમજ જલ-આહરણ આદિ કાર્યના અનુરોધથી ઘટાદિ સ્વરૂપની પણ સિદ્ધિ થાય જ છે તેથી આ મત બરાબર નથી,
વર્ણ, પદ આદિના સ્વરૂપની અપેક્ષા માની લેવામાં આવે તે પણ ઉપજીવ્યને વિરોધ નથી, કારણ કે નિષેધશ્રુતિના અર્થથી અવિરુદ્ધ એવા પ્રપંચ-સ્વરૂપને સ્વીકાર કરવામાં આવે છે. તેથી આ બીજા મતમાં ઉપવ્યને વિરોધ નથી. આ પ્રપ ચ-સ્વરૂપ એવું છે જે બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે છે, વ્યવહારમાં સફળ પ્રવૃત્તિ કરે છે અને (શશવિષાણુદિ) અસતથી વિલક્ષણ છે. આવું પ્રપંચસ્વરૂપ ન સ્વીકારીએ તે પ્રત્યક્ષ આદિ વ્યાવહારિક પ્રમાણેને નિવિષય માનવાં પડે જે યુક્ત નથી. કદાચ પ્રપંચસત્યત્વવાદી દલીલ કરે કે શ્રુતિ જે પ્રપંચને નિષેધ કરતી હોય તે પછી પ્રપંચ છે એમ કે રીતે માની શકાય કારણ કે નિષેધ જેને નિષેધ કર્યો હોય તેના અભાવરૂપ ન હોય તે એ નિષેધ જ શાને હોય, બ્રહ્મમાં પ્રપંચને નિષેધ અને પ્રપંચસ્વરૂપ એક સાથે રહી શકે નહિ. જો નિષેધ-શ્રુતિ અનુસાર બ્રહ્મમાં પ્રપંચનિષેધ માનીએ તે પ્રપંચની અવસ્થિતિ નહીં માની શકાય કારણ કે અભાવ તેના પ્રતિયોગી સાથે રહી શકે નહિ. જે પ્રપંચની સ્થિતિ માનીએ તો નિષેધને ત્યાઘાત થાય તેથી ઉપજીય એવું પ્રત્યક્ષ નિર્વિષય ન બને માટે પ્રપંચને સત્ય માનવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org