SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૯૩ દ્વિતીય પરિછેદ ઉપક્રમ ગ્રંથ છે તેના પ્રમાણે જ ઉપસંહારમાં આવતા ગ્રંથનું તાત્પર્ય નક્કી કરવું જોઈએ. અને તેનું તાત્પર્ય એ જ હોઈ શકે કે જે ક્રતુમ ક્રમિક વિરુદ્ધ અપછેદ ન હોય ત્યાં દિતીય નિમિત્તની ઉત્પત્તિના અભાવમાં પૂર્વ નિમિત્તના બળે એ ક્રતુને પ્રયોગ જુદી રીતે થઈ પણ શકે. પણ પ્રકૃતિમાં તે એવું નથી. અહીં તે દ્વિતીય નિમિત્તની ઉત્પત્તિ થઈ ગઈ છે તેથી ઉત્તરનિમિત્તક પ્રાયશ્ચિતનું જ્ઞાન પૂર્વને બાધ કરશે જ. આમ પૂર્વ નિમિત્તથી અન્યથા. કતવ્યતાની કતુમાં માત્ર સંભાવના ઊભી થાય છે. આ તે શંકા ઊભી કરીને ચર્ચા માત્ર કરી છે. વસ્તુતઃ એ અન્યથાક્તવ્ય યાગ છે એ રીતની એની સત્તા નિશ્ચિત થતી નથી. આમ શાસ્ત્રદીપિકાનું વચન પણ બને જ્ઞાનના પ્રામાણ્યનું સમર્થન કરી શકે નહિ. તિષ્યામ યજ્ઞ સમયાગને પ્રકાર છે (જુઓ તૈત્તિરીય બ્રાહ્મણ ૧.૫.૧૧). આ જયોતિષ્ઠોમ યાગમાં હવિધનથી બહિપવમાન દેશ તરફ માત્ર ઋત્વિજેને “અવારંભ શ્રત છે. અર્થાત અવયુને કરછ પકડીને પ્રસ્તતા, પ્રસ્તતાને કચ્છ પકડીને ઉદ્દગાતા, ઉગાતાને કચ્છ પકડીને પ્રતિહ, પ્રતિહર્તાને કરછ પકડીને બ્રહ્મા, બ્રહ્માને કચ્છ પકડીને યજમાન અને યજમાનને કરછ પકડીને પ્રશાસ્તા એમ જાય છે. ઋત્વિજેમાંથી કોઈને અપરછેદ કે વિચ્છેદ થતાં પ્રાયશ્ચિત કરવું પડે છે – જે પ્રસ્તતાને અપચ્છેદ થાય તે બ્રહ્માને વર દે; જે પ્રતિહર્તાને અપચ્છેદ થાય તે સર્વસ્વનું દાન દેવું પડે; જે ઉદ્દગાતાને અપચ્છેદ થાય તે એ યજ્ઞ દક્ષિણ આપ્યા વિના પૂરો કરીને ફરો ત્યાગ કરવો પડે અને એમાં જે આગલા ' યજ્ઞમાં દક્ષિણું આપવાની હતી તે આ યજ્ઞમાં આપવી પડે આ પ્રાયશ્ચિત્તોના અનુસંધાનમાં એક જ યાગમાં બે અપચ્છેદો સાથે થાય અથવા એક પછી એક થાય તે શું કરવું તેની ચર્ચા કરી છે. ઉત્તર-જ્ઞાનના પ્રામાણ્યના નિર્ણય માટે આ ચર્ચા ટાંકી છે. आस्तां मीमांसकमर्यादा। श्यामतदुत्तररक्तरूपन्यायेन क्रमिककर्तव्यताद्वयोत्पत्युपगमे को विरोधः ? उच्यते - तथा हि, किं तत् कर्तव्यत्वं यत् परनैमित्तिककर्तव्यतोत्पत्त्या निवर्तेत । न तावत् पूर्वनैमित्तिकस्य कृतिसाध्यत्वयोग्यत्वम्, तस्य पश्चादप्यनपायात् । नापि फलमुखं कृतिसाध्यत्वम्, तस्य पूर्वमप्यजननात् । नापि यदननुष्ठाने क्रतोर्वैकल्यं तत्त्वम् , अङ्गत्वं वा । अननुष्ठाने क्रतुवैकल्यप्रयोजकत्वस्य नियमविशेषरूपत्वेन, काङ्गत्वस्य फलोपकारितया सन्निपातितया वा कारणत्वविशेषरूपत्वेन च तयोः कादाचित्कत्वायोगेन स्वाभाविकत्वनिर्वाहाय पश्चाभाविविरुद्धापच्छेदाभाववतः क्रतोः पूर्वापच्छेदनैमित्तिकमङ्गम् , तत्रैव तदननुष्ठानं क्रतुवैकल्यप्रयोजकमिति विशेषणीयतया पाश्चात्यापच्छेदान्तरवति ऋतौ पूर्वापच्छेदनैमित्तिके क्रत्वङ्गस्य, तदननुष्ठाने ऋतुवैकल्यप्रयोजकत्वस्य वा पाश्चात्त्यापछेदोत्पत्तेः पूर्वमसम्भवात् । न हि वस्तु किञ्चिद्वस्त्वन्तरं प्रति कञ्चित्कालं व्याप्य पश्चान्नेति वा, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy