________________
૩૦૪
सिद्धान्तलेशसङ्ग्रहः कश्चित्कालं कारणं पश्चान्नेति वा कचिद् दृष्टम् , युक्तं वा । नापि कर्तव्यत्वं नाम धर्मान्तरमेवागमापाययोग्यं कल्प्यम्, मानाभावात् । विरुद्धापच्छेदशास्त्रयोः पदाहवनीयशास्त्रवद् व्यवस्थोपपत्तेः। तस्मान्निरालम्बनं क्रमिककर्तव्यताद्वयोत्पत्तिवचः ।
મીમાંસકેની પરિપાટી ભલે (બાજુએ) રહે. શ્યામ અને તેની પછી લાલ રંગના ન્યાયથી ક્રમિક બે કર્તવ્યતાની ઉત્પત્તિને માનવામાં શો વિષેધ છે? ' કહીએ છીએ–જેમકે, એ શી કર્તવ્યતા છે કે ઉત્તરકાલી 4 મિત્તિકની કતવ્યતાની ઉત્પત્તિથી નાશ પામે? જે કહો કે પૂર્વ મિત્તથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્તની કૃતિસાધ્યતાની યેગ્યતા રૂપ છે તે એ તે યુક્ત નથી કારણકે એવી કર્તવ્યતાને પછીથી પણ નાશ થતું નથી (એ ચાલુ જ રહે છે). કર્તવ્યના ફલસુખ કૃતિસાધ્યતા પણ નથી કારણ કે તે પહેલાં પણ ઉત્પન્ન થતી નથી. કર્તવ્યતા એટલે એવા હે વું કે જેના અનનુષ્ઠાનથો ક્રતુમાં વૈકલ્પ થાય, અથવા અંગ હોવું એમ પણ ન કહી શકાય, કેમ કે અનુષ્ઠાન ન કરાતાં જે ક્રતુમાં વૈકલ્યપ્રયોજકત્વ હોય એ નિયમ વિશેષરૂપ છે, અને કર્મનું અંગ તેવું તે ફળમાં ઉપકારક તરીકે કે સનિપાતી તરીકે કારણવિશેષરૂપ છે તેથી આ બે (વૈકલ્યપ્રોજકત્વ અને અંગ ત્વ)માં કાદચિકત્વ ન હોઈ શકે. તેથી તેમના સ્વાભાવિકત્વના નિર્વાહ માટે “પાછળથી થતા વિરુદ્ધ અપહેદના અભાવવાળા કતુનું પૂર્વ નિમિત્તને લઈને થતું પ્રાયશ્ચિત્ત (મિત્તિક) અંગ છે, અને ત્યાં જ તેનું અનુષ્ઠાન કતુમાં વૈકલ્યપ્રયોજક છે” એમ વિશેષ લગાડવું પડતું હોવાથી, પાછળથી થતા બીજ અપછેવાળા કતુમાં પૂર્વ અપહેદને નિમિત્તે કરવાના થતા પ્રાયશ્ચિત્તમાં ક્રતુના અંગ હેવાપણું, અથવા તેના અનનુષ્ઠાનથી તુમાં વૈકાજિક હોવાપણું પાછળથી થતા અપચ્છની ઉત્પત્તિની પહેલાં સંભવતું નથી. કારણ કે કોઈ વસ્તુ બીજી વસ્તુની પ્રતિ કેટલાક કાળ માટે વ્યાય હોય અને પછીથી ન હોય, અથવા કેટલાક કાળ માટે કારણ હોય અને પછીથી ન હોય એવું કયાંય જોવામાં નથી આવ્યું; અથવા એ યુક્ત (પણ) નથી. કર્તવ્યતા એટલે ઉત્પત્તિ અને નાશને યોગ્ય એવો બીજે કોઈ ધર્મ એમ પણ કહી શકાય નહિ, કારણ કે એને માટે પ્રમાણ નથી કેમ કે વિરુદ્ધ એવાં જે બે અપછેદશાસ્ત્ર છે તેમની “ ગુણોતિ” અને “બાવનીચે કુતિ” એ બે શાસ્ત્રોની જેમ વ્યવસ્થા થઈ શકે છે.
તેથી ક્રમિક બે કર્તવ્યતાની ઉત્પત્તિ વિષેનું વચન આધાર વિનાનું છે.
વિવરણ: શંકાકાર કહે છે કે મીમાંસકની અનિર્ણયની પદ્ધતિ છે તેને બાજુએ રહેવા દઈએ. જેમ ઘટમાં પહેલાં શ્યામ રંગ હોય છે, પછી પાકથી શ્યામ રંગને નાશ કરીને લાલ રંગ ઉત્પન્ન થાય છે તેમ પહેલાં પૂવ નેમિત્તિક કર્તવ્યતા ઉત્પન્ન થાય છે, પછી ઉત્તર નૈમિત્તિકકતવ્યતાની ઉત્પત્તિથી તેને નાશ થાય છે. આમ બે કર્તવ્યતાઓની કમિક ઉત્પતિ માનવામાં કોઈ વિરોધ હોઈ શકે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org