SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૨૯૫ પ્રતિપાદિત કરે છે. એને અનુસરીને જીવમાં સદા સર્વજ્ઞત્વ આદિ ધમ માનવામાં આવે તો જીવમાં તેનાથી વિરુદ્ધ અસવજ્ઞત્વ, કર્તવ આદિરૂપ સંસારનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ નિરાલંબન બની જાય. તેથી નિરવકાશ સંસાર-પ્રત્યક્ષ વધારે બળવાન છે અને તેનાથી કૃતિને બાધ થાય છે એમ માનવું જોઈએ એ બાધ શુતિના સંકોચરૂપ છે–પૃતિ વિશેષ્ય ચૈતન્યમાત્રના અભેદનું પ્રતિપાદન કરે છે એમ સંકૈચયુક્ત અર્થ સમજવારૂપ છે. જ્યારે યજ્ઞમાનઃ વસ્તઃ માં પૂરેપૂરા મુખ્ય અર્થને ત્યાગ કરીને ગંણ અર્થની કલ્પના કરવામાં આવે છે એટલે બે અપવાદ સ્થળામાં ફરક છે તયમ્ પદથી વાગ્યના બે ભાગ છે–વિશેષણ ભાગ અને વિશેષ્ય ભાગ વિશેષણ ભાગને ત્યાગ કરીને તેનું પદની વિશેય ભાગ ચૈતન્યમાત્રમાં લક્ષણ સ્વીકારવામાં આવે છે. એવું જ તત પદનું પણ છે. તેથી આ ભાગત્યાગલક્ષણા કે જહદજહલક્ષણ કહેવાય છે. આવો જ બીજો અપવાદ દાઢ જાતમાં જોવામાં આવે છે. શ્રુતિના બળે જે એમ સ્વીકારી લઈએ કે રૂપ-રસની પરાવૃત્તિના પ્રાદુભવ પયતનું પાકરૂપ ચૂપણ થાય છે તે કૃષ્ણલેમાં શ્રપણના અભાવનું પ્રત્યક્ષ થાય છે તેને વિષય રહેતું નથી, તે નિવિષય બની જાય છે--અદ્વૈત શુતિ સાથે વિરોધ થાય તેથી પારમાર્થિક થપણુભાવ સંભવે નહિ, શ્રુતિએ કહેલું વ્યાવહારિક શ્રપણુ જ કૃષ્ણલેમાં માનવું પડે, અને તેમાં તેને અભાવ પણુ વ્યાવહારિક હોય એ સંભવે નહિ, અને વ્યવહારકાળમાં શ્રપણુભાવ બાધરહિત છે તેથી એ પ્રતિભાસિક હેઈ શકે નહિ. આમ શ્રુતિને માનતાં શ્રપણુભાવ-પ્રત્યક્ષ તદન નિવિષય બને છે તેથી તેને પ્રબળ માનીને શુતિમાં લક્ષણથી જુદો અથ કરવાને રહે છે–પૃષ્ણલોને ગરમ કરવાં'. એ જ રીતે શોમેન નેતને કોમેન ચાળે માવચેત એ વાકયાથ છે, ત્યાં શુતિના બળે સેમ અને યોગને અભેદ માનવામાં આવે તે તેમના %નું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ નિરવકાશ બને તેથી તેમને વિરોધ ટાળવાને માટે સેમપદની લક્ષણે સ્વીકારવામાં આવે છે–વીનતા લાગે..... આવા અપવાદ હોવા છતાં શુતિ પ્રત્યક્ષ કરતાં વધારે પ્રબળ છે એ ઉલગ છે. અને જ્યાં પ્રત્યક્ષ નિરવકાશ ન બને એવી કોઈપણ સંભાવના હોય ત્યાં શ્રુતિને બાધ થત નથીજેમ કે નેદ નાનાદ્ધિ વિન શુતિની બાબતમાં તેના મિયાત્વનું પ્રતિપાદન કરનાર શુતિ અને તેના સત્યત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષમાં વિરોધ છે ત્યાં પ્રત્યક્ષ શ્રુતિથી બાધિત થતું હોવા છતાં તે નિરવકાશ બનતું નથી, કારણ કે કપિત દેવ અને તેમાં રહેલાં સત્તા, જાતિ વગેરે તેના વિષય માની શકાય તેથી તે સાવકાશ છે માટે શુતિથી પ્રત્યક્ષને બાધ થાય છે. પ્રત્યક્ષ કલ્પિત દેતાદિનું સમર્પણ કરે છે એમ માની તેના વિષયનું ઉપપાદન કરી શકાય ત્યાં કૃતિ સાથે વિરોધ હોય ત્યારે પ્રત્યક્ષને જ બાધ થાય કારણ કે શ્રુતિ પ્રબળ છે એ ઉત્સગ છે. આમ, તાત્પર્ય શ્રુતિમાં પ્રબળતાનું પ્રાજક છે એ પક્ષમાં જેમ તાત્પર્યના વિષય અપણાદિના બોધનું દર્શન થાય છે એ અવ્યવસ્થા પ્રસક્ત છે તેવી કોઈ જ અવ્યવથા કૃતિનું પ્રાબલ્ય સર્ગિક છે એ પક્ષમાં જોવામાં નથી આવતી. તેથી તેની પ્રસક્તિ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy