________________
૨૮૪
सिद्धान्तलेशसहः શકાઃ આ વિશિષ્ટવિધિ–વિશિષ્ટને વિષય કરનાર વિધિ અપ્રસિદ્ધ વિશેષણને સ્વરૂપની પ્રમિતિને ઉત્પન્ન કરનાર “રેવતીઓમાં વારવતીય સામ કરવું” (રેવતીષ વારવતીય સામ ) એ વિશેષણવિવિને આક્ષેપ કરે છે (-વિશિષ્ટવિધિમાં વિશેષણવિધિને ખ્યાલ સમાયેલે જ છે, તેના વિના તેની ઉપપતિ નથી, તેથી તે વિશેષણ આ વાક્યથી પ્રમેય નથી.
ઉત્તર : આ બરાબર નથી. વિશેષણવિષયક વિધિની કલ્પનાની પહેલાં વિશિષ્ટવિધિથી વિશેષણનું સ્વરૂપ પ્રમિત (સમ્યજ્ઞાત) છે કે નહીં ? જે જ્ઞાત હોય તે તેની કલ્પના વ્યર્થ છે. જે જ્ઞાત ન હોય તો વિશિષ્ટવિધિથી વિશેષણવિધિને આક્ષેપ સિદ્ધ થતું નથી કારણ કે પ્રમિત એવો દ્રવ્ય–દેવતાસંબંધ યોગવિધિને આક્ષેપ કરાવે છે એવું જોવામાં આવે છે. તેથી જો કોઈ કહે કે વિશિષ્ટવિધિથી વિશેષણવિધિને આક્ષેપ કરવામાં આવે છે તે તણે એ કબૂલવું જોઈએ કે એ આક્ષેપની પહેલા વિશેષણ પ્રમિત છે. અને તેનું જ્ઞાન કરાવનાર કરિપત વિધિ છે એમ કહેવું પડશે. તેથી આક્ષિત વિધિથી વિશેષણસ્વરૂપ પ્રમિત થતાં પ્રસ્તુત વિધિ વિશિષ્ટગોચર સિદ્ધ થાય છે અને તે પ્રસ્તુત વિધિ વિશિષ્ટગેચર હતાં તે વિશિષ્ટ વિધિથી વિશેષણવિધિને આક્ષેપ થાય છે એમ અન્યાશ્રયને દોષ પ્રસક્ત થતાં વિશેષણવિધિને આક્ષેપ સિદ્ધ થતું નથી. તેથી રેવયાધારક વારવતીય સામ” એ વિશેષણનું પ્રસ્તુત વાય સિવાય અન્યથી શાન સંભવતું ન હોવાથી આ પ્રસ્તુત વિશિષ્ટવિધિપરક વાક્યનું જ વિશેષણના સ્વરૂપને વિષે પણ પ્રામાણ્ય છે એમ માનવું પડશે.
શકા : તો વિશેષણસ્વરૂપ અંગે પણ તેનું તાત્પર્ય છે એમ માની લે ને.
ઉત્તર : ના, એને વિષે તાત્પર્ય નથી કારણ કે વિશિષ્ટવિધિ અને વિશેષાણસ્વરૂપ બને વિષે તાત્પર્ય હેય તે વાકયભેદને દેષ પ્રસક્ત થાય. વળી ગૌરવ–દોષ છે.
શકા : આમ હેય તે અતઃ ઃ સ શ કાર્ય (જે પરક શબ્દ હેય એ એને અર્થ) એ ન્યાયને વિરોધ થશે.
ઉત્તર : આ શંકા બરાબર નથી. આ ન્યાય સગિક છે અને અહીં ગૌરવદોષરૂપ બાધક હોવાથી આ ન્યાયની અહીં પ્રવૃત્તિ થતી નથી. ' એ જ રીતે અથવાદ વાકય વિધેયની સ્તુતિપરક છે, અને તેમાં સ્વાર્થ ધારભૂત છે અને તેને વિષે તેનું તાત્પર્ય નથી. એ તાત્પર્યને વિષય ન હોવા છતાં રેવતીવારવન્તીય વિશેષણના સ્વરૂપની બાબતમાં શ્રુતિ જેમ પ્રમિતિજનક છે તેમ અન્યપરક મંત્રો પણ દેવતા શરીરાદિની પ્રમિતિનું જનક બની શકે છે તેથી દેવતાધિકરણને વિરોધ થતો નથી.
અથવાદો સ્વાર્થમાં તાત્પર્યરહિત એવાં કૃતિ વાકયે છે તેથી તેમના કરતાં અને મંત્ર કરતાં પ્રત્યક્ષ વધારે બળવાન છે તેથી તેની સાથે વિરોધ ન થાય તે માટે વૃત્તિની કહપના કરવામાં આવે છે.
(જુઓ શામતી ૧૩.૩૩ તેમ જ કહપતર અને પરિમલ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org