________________
દ્વિતીય પરિદ
૨૮૩ તેને અર્થ પ્રવાહ: ઠારભૂત છે. આવા દ્વારભૂત વાક્ષાર્થમાં મંત્ર અને અર્થવાદનું તાત્પર્ય નથી. એને માટે દષ્ટાન્ન આપ્યું છે કે વાક્યર્થના તાત્પર્યથી પ્રયુકત પદનું વાકયાથના જ્ઞાનમાં ધારભૂત એવા યાદ કરવામાં આવતા પદાર્થોમાં જેમ તાત્પર્ય નથી તેમ અહીં મંત્ર–અર્થવાદનું સ્વાર્થમાં તાત્પર્ય નથી. કારણ કે આ સ્વાર્થ તે લક્ષણીય સ્તુતિને વિષે દ્વારભૂત છે.
* શંકા : મંત્ર-અથવાદેનું પોતાના અર્થમાં તાત્પર્ય ન હોય તે દેવતાનાં શરીરાદિનું પ્રતિપાદન કરનાર “ weતઃ પુરત: ' જેવાં વાકયોનું દેવતા–શરીરાદિરૂપ પિતાના અર્થમાં તાત્પર્ય નહીં માની શકાય અને તેમ હોય તે તેમને દેવતાનાં શરીરાદિ અંગે પ્રમિતિ (પ્રમાણભૂત જ્ઞાન) ઉત્પન્ન કરનાર તરીકે પણ નહીં માની શકાય. વેદતાત્પયવિષયત્વ વ્યાપક છે અને વેદજન્યપ્રમિતિવિષયત્વ વ્યાપ્ય છે--અર્થાત જે વેદજન્યપ્રમિતિનો વિષય હોય તે વેદતાત્પર્યને વિષય હાય જ. હવે વ્યાપક એવું વેદતાત્પર્યવિષયત્વ જ દેવતાશરીરાદિમાં ન હોય તો વેદજન્યપ્રમિતિવિષયત્વ પણ ન જ હોય. કહ્યું છે થરા: શક ૬ શહાઈઃ – શબ્દ જે પરક હોય તે તેને શબ્દાર્થ, તેથી માનવું પડશે કે આવા વાક્યોથી ઇન્દ્રાદિ દેવના શરીરનું પ્રમાણભૂત જ્ઞાન થતું નથી. અને આમ હેય તે બ્રહ્મસૂત્રના દેવતાધિકરણ (બ સુ. ૧.૩, અધિકરણ ૮) ને વિરોધ થાય છે કારણ કે ત્યાં અન્યપરક મંત્રાદિથી પણ દેવતાના શરીરાદિની સિદ્ધિનું પ્રતિપાદન કર્યું છે.
એ ધ્યાનમાં રાખવું કે આ શંકામાં ‘માનાન્તરથી અવિરુદ્ધ”, “પ્રક્ષાદિ પ્રમાણથી અવિરુદ્ધ એવું વિશેષણ દેવતાશરીરાદિ માટે પ્રાર્યું છે. તે “થનમાનઃ વસ્તઃ' જેવાને વારવાને માટે. એ જ રીતે “માનાન્તરથી અપ્રાપ્ત' એવું વિશેષણ પણ સમજવું કારણ કે “માનાન્તરા વિરુદ્ધ' એનું ઉપલક્ષણ છે, તે “નિર્દિક મેષનમ્' (અગ્નિ હિમની દવા છે) વગેરેને વારવા માટે છે. અગ્નિ હિમનું ઔષધ છે એ હકીકત પ્રત્યક્ષથી સિદ્ધ છે તેથી તેની સિદ્ધિને માટે અર્થવાદનો અપેક્ષા નથી. પ્રત્યક્ષાદિથી અવિરુદ્ધની જેમ પ્રત્યક્ષાદિથી પ્રાપ્ત હોય તેની સિદ્ધિને પણ મંત્ર કે અર્થવાદની અપેક્ષા નથી હોતો એમ સમજવું. પણ જ્યાં માનાતરથી અવિરોધ કે માનાન્તરથી પ્રાપ્તિનો અભાવ હોય ત્યાં અન્યપરક મંત્રાદિથી જ્ઞાત થતો અર્થ સિદ્ધ થાય જ છે. દેવતાશરીરાદિ તે જ અર્થ છે તેથી તેની સિદ્ધિ અન્યપરક મંત્રાદિથી થાય તેમાં કઈ મુશ્કેલી નથી એમ દેવતાધિકરણમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
ઉત્તર : આ બરાબર નથી. “તા ...” શ્રુતિને અર્થ છે કે રેવતી આચાઓ જેનો આધાર છે તેવું વારવતીય નામનું અગ્નિષ્ટોમ સામ કરીને પ્રસ્તુત આ અગ્નિષ્ણુત ધમવાળા યાગથી પશઓને સંપન્ન કરવા. આ રેવત્યાધરિક વારવતીયસામાદિથી વિશિષ્ટ ક્રતુભાવનાવિધિ જે વિશિષ્ટવિધિ છે તેનું પ્રામાણ્ય વિશેષણસ્વરૂપને વિષે છે તેથી શબ્દતાત્પયવિષયકત્વ શબ્દજન્યપ્રમિતિવિષયત્વનું વ્યાપક છે એ નિયમની સિદ્ધિ થતી નથી. અહીં રેવતી ઋચા જેને આધાર છે એવું વારવતીય સામ વિશેષણ છે. જે વારવતીય સામ રેવતીચાઓમાં અધ્યયનથી સિદ્ધ હેત તે એ વિશેષણ દહીં વગેરેની જેમ લેથી જ સિદ્ધ હેત અને તેથી તેનાથી વ્યતિરિક્ત અર્થમાં જ એ વિધિવાકથનું પ્રમિત્તિજનકત્વરૂપ પ્રામાણ્ય હેત. પણ એવું નથી, કારણ કે વારવતીય સામ અન્ય સચામાં જ અધ્યયનથી સિદ્ધ છે. તેથી વાક્યથી જ “રેવત્યાધારક વારવન્તોય” વિશેષણની પ્રમિતિ થાય છે એમ કહેવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org