SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭0 सिद्धान्तलेशसमहः - અજ્ઞાત અર્થનું જ્ઞાન કરાવે તે જ પ્રમાણ અને તે પિતાના વિષયને પ્રકાશિત કરવા સમર્થ છે એમ અભિજ્ઞો કહે છે. પ્રત્યગામાને વિષય કરનાર તે પ્રમાણ; અન્ય કોઈ પ્રમાણમાં અહીં આ યુક્તિથી અજ્ઞાતજ્ઞાપકત્વ સંભવતું નથી. જડ વસ્તુને વિષય કરનારાં બધાં પ્રમાણ અજ્ઞાત અર્થનું જ્ઞાપન કરાવી શકતાં નથી. પણ અજ્ઞાની પુરુષને આધાર લઈને વ્યવહાર કાલમાં વ્યવહારમાત્રને શકય બનાવે છે. (વ્યવહારમાં પમાણ તરીકે ખપે છે, પણ વાસ્તવમાં પ્રમાણાભાસ છે ) केचित -घटादिसत्त्वग्राहिणः प्रत्यक्षस्य प्रामाण्ये ब्रह्मप्रमाणन्यूनताऽनवगमेऽपि तदग्राह्यं सत्त्वमनुगतप्रत्ययात् सत्ताजातिरूपं वा, 'इहेदानीं घटोऽस्ति' इति देशकालसंबन्धप्रतीतेः तत्तद्देशकालसंवन्धरूपं वा, 'नास्ति घटः' इति स्वरूपनिषेधप्रतीतेघटादिस्वरूपं वा पर्यवस्यति । तच्च स्वमिथ्यात्वेन न विरुध्यते । न हि मिथ्यात्ववादिनाऽपि घटादेः स्वरूपं वा, तस्य देशकालसंवन्धो वा, तत्र जात्यादिकं वा नाभ्युपगम्यते, किंतु तेषामबाध्यत्वम् । न चाबाध्यत्वमेव सत्त्वं प्रत्यक्षग्राह्यमस्त्विति वाच्यम् । 'कालत्रयेऽपि नास्य बाधः' इति वर्तमानमात्रग्राहिणा प्रत्यक्षेण ग्रहीतुमशक्यत्वादित्याहुः । - કેટલાક તે કહે છે કે ઘટાદના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષના પ્રામાણ્યમાં બ્રહ્મવિષયક પ્રમાણુથી ન્યૂનતાની પ્રતીતિ ન હોય તે પણ તેનાથી ગ્રાહ્ય સત્ત્વ (‘પદઃ સન', : સન ઈત્યાદ્રિ) અનુગત પ્રત્યયને લીધે સત્તા જાતિરૂપ છે, અથવા અહીં અત્યારે ઘટ છે એમ દેશ અને કાલના સંબંધની પ્રતીતિને લીધે તે તે દેશ અને કાલ સાથેના સંબંધરૂપ છે, અથવા “નરિત ઘટક “ઘટ છે નહિ એમ સ્વરૂપના નિષેધની પ્રતીતિને લીધે ઘટાદિનું સ્વરૂપ કરે છે. અને તેને પિતાના મિથ્યાત્વની સાથે વિરોધ નથી; કારણ કે મિથ્યાત્વવાદી પણ ઘટાદના સ્વરૂપને કે તેના દેશ કાલ સાથેના સંબંધને કે તેમાં જાતિ આદિને સ્વીકારતા નથી એમ નથી. પણ તેમનું અબાધ્યત્વ (સ્વીકારતે નથી). એવી દલીલ કરવી નહિ કે અબાધ્યત્વરૂપ સત્તવ જ ભલે પ્રત્યક્ષથી ગ્રાહ્ય હે. (આ દલીલ બરાબર નથી) કારણ કે “ત્રણેય કાલમાં આને બાધ નથી' એમ (તેનું અબાધ્યત્વરૂપ સત્વ) વર્તમાન માત્રનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી જાણવું અશક્ય છે (તેનાથી જ્ઞાત થઈ શકતું નથી). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy