________________
પ્રથમ પરિચ્છેદ
૨૬૯ માટે જ શ્રુતિ પણ “અરે, આત્મા દ્રષ્ટવ્ય છે' (બ્રહ૬. ઉપ. ૨૪.૫, ૪.૫૬) કહીને આત્મા પ્રમેય છે એમ નિયમ કરે છે. “seટચ થી દશનનું વિધાન નથી (દર્શન અગે વિધિ માનવાનો નથી, કારણ કે પ્રમાણને અધીન તે (દર્શન) વિધિને વિષય નથી, પણ “આત્મા દર્શન (સાક્ષાત્કાર)ને યોગ્ય છે” એમ કહ્યું છે. અજ્ઞાત હોવાને લીધે આત્માનું જ પ્રમેયવ ઉચિત છે. અન્યનું નહિ એ નિયમ કરવામાં આવ્યો છે.
વિવરણ : પ્રત્યક્ષ ઘટાદિમાં જુદા સત્ત્વનું ગ્રહણ કરે છે એમ માનીએ તે પણ કોઈ મુશ્કેલી નથી કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ નથી, પણ પ્રમાણુભાસ છે તેથી પ્રત્યક્ષથી શ્રુતિને બાધ થાય એવી શંકાને કોઈ અવકાશ નથી એમ સંક્ષેપશારીરકના કર્તા સર્વજ્ઞાત્મમુનિ માને છે. તત્ત્વનું આવેદક હોય તે પ્રમાણ; અને અનધિગત (અજ્ઞાત) અર્થનું જ્ઞાન કરાવે તે પ્રમાણ. અનધિગત હોઈને અબાધિત હોય તે તરવ અને આવા તત્વને બોધ કરાવે તે પ્રમાણ એવું પ્રમાણનું લક્ષણ ચિંતકોને માન્ય છે. આ દષ્ટિએ વિચારીએ તે જડ માત્રને વિષય કરનાર પ્રત્યક્ષને આ લક્ષણ લાગુ પતું નથી. ઘટાદિ જે પ્રત્યક્ષના વિષય છે તે અબાધિત હેય તે પણ અજ્ઞાત નથી. તેથી પ્રત્યક્ષ પ્રમાણુ નથી એ સર્વજ્ઞાત્મમુનિને કહેવાનો આશય છે. અન્યથા અબાધિતત્વને અભાવ હોય તે પણ પ્રત્યક્ષને પ્રમાણભાસ તરીકે પ્રતિપાદિત કરી શકાય તેમ છતાં અજ્ઞાતત્વાભાવ માત્રનું પ્રતિપાદન કર્યું છે તે યોગ્ય ન ગણાય. તેથી બાંધિતત્વને અભાવ માનીને અજ્ઞાતવિષયવાભાવને આધારે પ્રત્યક્ષને આભાસ તરીકે પ્રતિપાદિત કરવું વિવક્ષિત છે એમ સમજવું જોઈએ. જઠમાં આવરણનું કાર્ય અથવા ફલ ન હોવાથી તે અજ્ઞાનનો વિષય મનાતો નથી. સ્વપ્રકાશ બ્રહ્મ પ્રકાશરૂપ હોવું જ જોઈએ છતાં જ્ઞાત થતું નથી તેથી અજ્ઞાનનો વિષય છે, અને અજ્ઞાત એવા બ્રહ્મતત્વનો બંધ કરાવે તેને જ પ્રમાણ માની શકાય. સ્વપ્રકાશ આમા કે બ્રહ્મ જ પ્રમિતિ (પ્રમાાન)ને વિષય છે. સ્વપ્રકાશ આત્મા જ પ્રમેય છે એમ માનવા માટે શ્રુતિ પણું પ્રમાણ છે. આત્મા અજ્ઞાત છે તેથી તે જ દર્શનને યોગ્ય છે, પ્રમેય છે એમ શ્રુતિ નિયમ કરે છે. આત્મા સિવાય કશું અજ્ઞાનને વિષય નથી તેથી પ્રમેય નથી.
અહીં શ કા થાય કે શુતિમાં “ટ” થી શું આત્મદર્શન અને વિધિ છે. તેને ઉત્તર છે કે ના. પુરુષયત્નથી સાપ્ય ક્રિયા જ વિધિને યોગ્ય છે. દર્શન કે સાક્ષાતકાર વસ્તુતંત્ર અને પ્રમાણતંત્ર છે. વિષય હોય અને તેને જાણવા માટેનું પ્રમાણુ હોય તે જ્ઞાન પોતાની મેળે થાય જ; જ્ઞાન થાય કે ન થાય તેને આધાર પુરુષના પ્રયત્ન પર નથી માટે તેને વિષે વિધિ હોઈ શકે નહિ તે “તરા” એ વિધિપ્રત્યય પ્રજ્યો છે તેનું શું? તેને ઉત્તર છે કે તે પ્રત્યય “અહ”ના અર્થમાં પ્રયોજે છે આત્મા દર્શનને યોગ્ય છે અર્થાત આત્મા જ દર્શનોગ્ય છે, ઈતર પાથ નહિ એ નિયમ કહ્યો છે. જુઓ સંક્ષેપથારી ૨૪, ૨.૮,૨૧ :
अज्ञातमर्थमवबोधयदेव मान तच्च प्रकाशकरणक्षममित्यभिज्ञाः । न प्रत्यगात्मविषयादपरस्य तच्च मानस्य संभवति कस्यचिदत्र युक्त्या ॥८॥ अज्ञातमर्थमवबोधयितुं न शक्तमेवं प्रमाणमखिलं जडवस्तुनिष्ठम् । किन्वप्रबुद्धपुरुषं व्यवहारकाले संश्रित्य संजनयति व्यवहारमात्रम् ॥२१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org