SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ सिद्धान्तलेशसङ्ग्रहः આને ઉત્તર છે કે ભેદવિષયક જ્ઞાન ન હોય તે અનુમાન-પ્રવૃત્તિ સંભવતી નથી. આમ ભેદજ્ઞાન ભેદજ્ઞાનને અધીન છે તેથી આત્માશ્રયને દોષ થાય છે અને કેઈ ભેદજ્ઞાન સિદ્ધ થતું નથી. ભેદજ્ઞાન ન હોય તે પક્ષ, સાય વગેરેમાં અભેદને જમા થાય અને એવું હોય તે સિદ્ધસાધન (પુરવાર થયેલી અને જ્ઞાત વસ્તુની સિદ્ધિ કરવાને દોષ) વગેરે દોષ થવાથી અનુમાનની પ્રવૃત્તિ જ સંભવે નહિ. આ પક્ષાદિના અભેદનું જ્ઞાન અનુમિતિમાં પ્રતિબંધક છે તેથી તેના વિઘટનને માટે પક્ષાદિના ભેદનું જ્ઞાન આવશ્યક છે. અને જે ભેદાન અનુમિતિથી જ થવાનું હોય તે ભેદ જ્ઞાન પર આધારિત અનુમાન ભેદનું જ્ઞાન કરાવે એવી સ્થિતિ થતાં આત્માશ્રયને દેષ થાય. .. अस्तु तर्हि भेदांशे इव प्रतियोगिवैशिष्टयांशेऽपि प्रत्यक्षमिति चेत्, न । प्रतियोगिनोऽप्रत्यक्षत्वे तद्वैशिष्टयप्रत्यक्षायोगात् सम्बन्धिद्वयप्रत्यक्षं विना सम्बन्धप्रत्यक्षासम्भवात् । तस्मात् प्रत्यक्षायोग्यस्य प्रतियोगिनो भ्रान्तिरूप एव प्रतिभास इति तदेकवित्तिवेद्यत्वनियतस्य भेदस्य भेदैकवित्तिवेद्यत्वनियतस्य घटादेश्च भ्रमैकविषयत्वात प्रत्यक्षं निर्विशेषसन्मात्रग्राह्यद्वैतसिद्धयनुकूलमिति । તે પછી ભેદ અંશની જેમ પ્રતિયોગીથી વૈશિષ્ય અંશમાં પણ પ્રત્યક્ષ જ્ઞાન ભલે હે એમ (પૂર્વપક્ષી) કહે તો ઉત્તર છે કે ના. કારણ કે પ્રતિયોગી. અપ્રત્યક્ષ હોય તે તેનાથી વૈશિખવ્યનું પ્રત્યક્ષ સંભવે નહિ, કેમ કે એ સંબંધી (પદાર્થો) ના પ્રત્યક્ષ વિના સંબંધનું પ્રત્યક્ષ સંભવે નહિ. તેથી પ્રત્યક્ષને નહિ એવા પ્રતિવેગીને બ્રાન્તિરૂપ જ પ્રતિભાસ છે માટે તે (પ્રતિવેગી) એકના (પ્રત્યક્ષ) જ્ઞાનથી વેદ્યત્વથી નિયત ભેદ અને એકલા ભેદના (પ્રત્યક્ષ) જ્ઞાનથી વેદ્યત્વથી નિયત ઘટાદિ એકલા ભ્રમના વિષયરૂપ હોવાથી નિવિશેષ સન્માત્રનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ અતની સિદ્ધિને અનુકૂળ છે (એમ તત્તશુદ્ધિના કર્તા કહે છે). - વિવરણ : “પ્રતિગીથી વૈશિષ્ટ' અંશનું જ્ઞાન સ્મૃતિરૂપ સંભવતું ન હોય તે તેને પ્રત્યક્ષરૂપ માની લઈએ એમ પૂવપક્ષી દલીલ કરે તે તેને ઉત્તર આપતાં કહે છે કે પ્રતિવેગી પ્રત્યક્ષ જ્ઞાનને વિષય બની શકતા ન હોય તે “તેનાથી વૈશિષ્ટથ'નું પ્રત્યક્ષ જ્ઞાન હોઈ શકે નહિ કારણ કે બે સંબંધી પદાર્થોના જ્ઞાન વિના તેમના સંબંધનું જ્ઞાન સંભવે નહિ તેથી પ્રત્યક્ષનો વિષય નથી એવા પ્રતિયોગીને પ્રતિભાસ બ્રાન્તિરૂપ જ છે. આમ હેઈને ભેદ એકલા પ્રતિયોગી જ્ઞાનના વઘત્વથી નિયત છે, અર્થાત નિયમતઃ ભેદ પ્રતિયોગીના પ્રત્યક્ષ જ્ઞાનને વિષય છે અને ઘટાદિ એકલા ભ્રમના વિષયરૂપ છે તેથી પ્રત્યક્ષથી તે માત્ર નિવિશેષ (ભેદ રહિત) સન્માત્રનું ગ્રહણ થાય છે (ઘટત્વ અને પટવાદિ ભેદનું નહિ) તેથી પ્રત્યક્ષ જ્ઞાન શ્રુતિથી વિરુદ્ધ નથી, ઊલટું તેને અનુકૂળ છે. અહીં ધ્યાનમાં રાખવું કે વિત્તિ પદ પ્રત્યક્ષના અર્થમાં પ્રખ્યું છે કારણ કે, “ભેદ'પદથી જન્ય ભેદજ્ઞાન પ્રતિયોગિવિષયક : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy