________________
२१४
सिद्धान्तलेशसङ्ग्रहः જેમ કે ઇન્દ્રિયના વ્યાપાર પછી જ્ઞાત થતા ઘટાદિ સર્વથી ભિન્ન તરીકે જ જ્ઞાત થાય છે, કારણ કે ત્યારે ત્યાં ઘટાદિના ભેદની બાબતમાં સંશય કે વિપર્યય (મિથ્યાજ્ઞાન) જોવામાં આવતું નથી. જ્યાં પણ સ્થાણુ આદિમાં પુરુષત્વ આદિને સંશય થાય છે, ત્યાં તેનાથી ભિન્ન વસ્તુઓથી ભેદ સદેહ અને વિપર્યાસ (મિથ્યાજ્ઞાન )થી મુક્ત તરીકે પ્રકાશિત થાય જ છે. ભેદ જેની ઉપલબ્ધિ નિયમથી તેને પ્રતિયોગીની સાથે જ થાય છે, તેનું પ્રત્યક્ષથી ગ્રહણ સંભવતું નથી, કારણ કે દેશ અને કાળના વ્યવધાનને કારણે અસંનિષ્ટ (ઇન્દ્રિય સાથે જેનો સંનિકર્ષ નથી તેવા) પ્રતિયોગીઓને પણ સંભવ છે.
કિરણ : ભેદવાદી શંકા કરી શકે કે શક્તિજિત સાથે ઘટાદિની તુલના કરી શકાય નહિ કારણ કે શક્તિજિતને બાધ થતે જોવામાં આવે છે તેથી તેને બ્રાનિતથી પ્રતિભાસ માની શકાય, પણ ઘટાદિ દૈતને બાધ જોવામાં આવતા નથી તેથી તે બ્રાતિમાત્ર તરીકે સિદ્ધ થતું નથી.
આનો ઉત્તર એ છે કે કયા બાધના અદશનની વાત કરો છો ? શ્રેતબાધ કે પ્રત્યક્ષબાધ કે યૌક્તિબાધ દેખાતો નથી એમાંથી શું અભિપ્રેત છે ? શ્રૌત બાધ દેખાતે નથી એમ નહીં કહી શકાય કારણ કે તે નાનાડરિત ક્રિશ્વન (અહીં બ્રહ્મથી જુદું કશું નથી) જેવી શ્રુતિથી દશ્યમાત્રને બાધ આપણે જોઈએ છીએ. પ્રત્યક્ષથી ઘટાદિને બાધ થો જોવામાં નથી આવતે એ વાત સાચી. પણ યુક્તિથી તે બાધ થતો જોઈએ જ છીએ. ધટાદિમાં રહેલી અન્ય વસ્તુઓથી ભેદરૂપ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાત થઈ શકે તેમ છે. જ નહિ તેથી ઘટાદિનું પ્રત્યક્ષથી જ્ઞાન થાય છે એમ માની ન શકાય. જેમ દૂર રહેલી કે ભૂત કે ભવિષ્યકાળમાં રહેલી વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી તેમ ઘટાદિ. ભેદનું જ્ઞાન પણ પ્રત્યક્ષથી શકય નથી માટે ઘટાદિને મિથ્યા જ માનવા જોઈએ. આને પુરાવો એ છે કે ઈન્દ્રિયના વ્યાપાર પછી ( અર્થાત્ તેનાથી નહિ) ઘટનું જ્ઞાન થાય છે ત્યારે ઘટ ધટથી અન્ય સર્વ પટાદિ પદાર્થોથી ભિન્ન તરીકે પ્રતીત થાય છે અને આ ભેદ બાબતમાં કેઈસ શય કે મિથ્યાજ્ઞાન જોવામાં આવતું નથી. ઘટને પટાદિથી ભેદ છે એમ જ્યારે માનીએ છીએ ત્યારે ઘટ એ ભેદનો આશ્રય છે અથવા ભેદ ઘટના ધમ છે અને ઘટ ભેદધમિક (ભેદ જેને ધર્મ તેવો) છે અને પટાદિ જેનાથી ઘટ ભેદ છે તે એ ભેદના પ્રતિયોગી છે. ઘટને અન્ય સર્વથી ભિન્ન તરીકે જાણવો હોય ત્યારે ઘટ ઉપરાંત એ સર્વ પ્રતિવેગીનું જ્ઞાન હોય તે જ ભેદનું જ્ઞાન થાય. આમ ભેદનું પ્રત્યક્ષતાન શક્ય હોય તો તે જેટલા પ્રતિયોગી હોય તેને વિષય કરનારું હોવું જોઈએ, અને જેટલા પ્રતિયોગી છે તેમના પ્રત્યક્ષજ્ઞાનથી જન્ય હોવું જોઈએ. પણ જેટલા પ્રતિયોગી છે તેટલા પ્રતિયેગીનું પ્રત્યક્ષજ્ઞાન તે સંભવતું નથી કારણ કે તેને માટે જરૂરી મનાતી સામગ્રીને અભાવ છે (–ધણુંખરા પ્રતિયેગી દેશ અને કાળથી વ્યવહિત છે તેથી તેમની સાથેના ઇન્દ્રિયસંનિકર્ષના અભાવમાં પ્રત્યક્ષજ્ઞાન સંભવે નહિ). તેથી ભેદ પ્રત્યક્ષજ્ઞાનને યોગ્ય નથી, તે બ્રાન્તિમાત્ર છે એમ સિદ્ધ થાય છે અને ઇન્દ્રિય પ્રત્યક્ષથી માત્ર સત્ નું જ જ્ઞાન થાય છે એમ સ્વીકારવું જોઈએ, સિદ્ધાન્તમાં તે ભેદની બાબતમાં પ્રત્યક્ષ છે તે નિત્યસાફિરૂપ છે તેથી કારણની જરૂર નથી એવો ભાવ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org