SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પચ્છિદ ૨૬૩ સરૂપ બ્રહ્મ જ પ્રત્યક્ષથી જ્ઞાત થાય છે તેથી પ્રત્યક્ષ શ્રુતિવિરાધી નથી એટલું જ નહિ શ્રુતિનું સમ`ન પણ કરે છે. ઘટાદિ ઇન્દ્રિયગમ્ય છે એમ માનનાર શંકા કરી શકે કે પ્રત્યક્ષથી સત્ માત્રનું ગ્રહણ થતું હોય તે ‘સત્' ‘સત્' એવું જ જ્ઞાન થાત, ‘ઘટ સત્' છે એમ ઇન્દ્રિયના અન્વય— વ્યતિરેકને અનુસરનારું નહાતુ થવુ જોઈતું. સ્વપ્રકાશ સન્માત્રના પ્રકાશન માટે ઇન્દ્રિયની અપેક્ષાના સંભવ નથી; તેથી ઇન્દ્રિયના સદ્ભાવ કે અસદ્ભાવ અનુસાર પ્રત્યક્ષજ્ઞાન થાય કે ન થાય એવું બને છે એ ધટાદિનું જ પ્રત્યક્ષનાન હોવુ જોઈ એ (ઉત્તર) આ આક્ષેપ કરનાર સિદ્ધાન્ત્યકદેશી છે કે ભેદવાદી ? જો સિદ્ધાન્યેકદેશી હાય તે તેને માન્ય દૃષ્ટાન્તથી સન્માત્ર પ્રત્યક્ષથી જ્ઞાત થાય છે એમ બતાવે છે. જેમ (આ રજત છે ઇયાદ્રિ) શ્રમમાં અધિષ્ઠાનરૂપ ‘આ' અ’શત્રુ પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે અને ઇન્દ્રિયના વ્યાપાર પણ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે રજત' અંશના પ્રતિભાસ તા સાક્ષિરૂપ શ્રાન્તિને કારણે છે. તેમ બધાં પ્રત્યક્ષ જ્ઞાનામાં સત્ માત્રનું ગ્રહણ પ્રત્યક્ષથી થાય છે અને ઇન્દ્રિયના વ્યાપાર ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. સન્માત્ર સ્વપ્રકાશ હોવા છતાં પણુ આવૃત હાવાથી, આવરણની નિવ`ક થઈ શકે તેવી વૃત્તિના સંભવ માટે ઇન્દ્રિયની જરૂર રહે છે. જ્યારે ધટાદિ અને તેમના ભેદ નામની વસ્તુના પ્રતિભાસ ઇન્દ્રિયજન્ય વૃત્તિથી અભિવ્યક્ત સન્માત્રરૂપ સાક્ષિૌતન્ય લક્ષણુ ભ્રાન્તિથી થાય છે એમ માનવામાં આવે છે. શકાકાર ભેદવાદી હોય તે તેની શંકાને નિરાસ પશુ આનાથી થઈ જાય છે, કારણ કે સિદ્ધાન્તીને ઘટાદિ અને તેમના સત્ત્વની બાબતમાં પ્રત્યક્ષનું પ્રામાણ્ય માન્ય નથી તેમ છતાં બટાદિનું સાક્ષિરૂપ પ્રત્યક્ષ જ્ઞાનમાં ભાન થાય છે એમ તે એ સ્વીકારે છે. ननु तद्वदिह बाधादर्शनात् तथाऽभ्युपगम एव निर्मूल इति चेत, न । बाधादर्शनेऽपि देशकालव्यवहितवस्तुवद् घटादिभेदवस्तुनः प्रत्यक्षायोग्यत्वस्यैव तत्र मूलत्वात् । तथा हि- इन्द्रियव्यापारानन्तरं प्रतीयमानो घटादिः सर्वतो भिन्न एव प्रतीयते । तदा तत्र घटादिभेदे संशयविपर्ययादर्शनात् । यत्रापि स्थाण्वादौ पुरुषत्वादिसंशयः, तत्रापि तद्द्व्यतिरिक्तेभ्यो भेदोऽसन्दिग्धाविपर्यस्तत्वात् प्रकाशते एव । भेदस्य च प्रतियोगिस होपलम्भनियमवतो न प्रत्यक्षेण ग्रहणं सम्भवति । देशकालव्यवधानेनासन्निकृष्टाना मपि प्रतियोगिनां सम्भवात् । શકા થાય કે તેનો જેમ (શુક્તિ-રજતની જેમ) અહીં ( ઘટાદિમાં) ખાધ જોવામાં નથી આવતા તેથી તેમ માનવું એ મૂળ વિનાનું છે આમ (ભેદવાદો) શકા કરે તે ઉત્તર છે કે ના; ખાધ જોવામાં નથી આવતા તે પણ દેશ અને કાલના વ્યવધાનવાળી વસ્તુનો જેમ ઘટાદિ ભેદ વસ્તુ પ્રત્યક્ષ ચેાગ્ય નથી (પ્રત્યક્ષથી પ્રમેય નથી) એ જ ત્યાં મૂળ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy