SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ सिद्धान्तलेशसंग्रहः અજ્ઞાનની નિવૃત્તિને માટે વૃત્તિનિગમનની જરૂર નથી તે માની લઈને પણ કેટલા વૃત્તિનિગ મનની સિદ્ધિ કરે છે. ચૈતન્ય વૃત્તિથી ર ગાઈ જાય તેટલા માટે અથવા પ્રમાતા ચૈતન્ય (અર્થાત્ ) જીવતા વિષયના પ્રકાશક બ્રહ્મચૈતન્ય સાથે અભેદ છે તેની અભિવ્યક્તિને માટે કૃત્તિનિગ મનની જરૂર છે એમ તેએ ફ્લીલ કરે છે—આ બન્ને પ્રકારના અગાઉ વિસ્તાર કર્યાં છે. अथ किप्रमाणकोऽयं जीवब्रह्मणोरभेदो यो वृत्त्याऽभिव्यज्यते ? वेदान्तप्रमाणकः इति घण्टाघोषः । सर्वेऽपि वेदान्ताः उपक्रमोपसंहारेकरूप्यादितात्पर्यलिङ्गैविर्मृश्यमानाः प्रत्यगभिन्ने ब्रह्मण्यद्वितीये समन्वयन्ति । यथा चायमर्थः, तथा शास्त्रे एव समन्वयाध्याये प्रपञ्चितः । विस्तरभयान्नेह प्रदर्श्यते इति ॥ १९ ॥ इति सिद्धान्तलेशसारसङ्ग्रहे प्रथमः परिच्छेदः समाप्तः હવે ( પ્રશ્ન થાય કે) વૃત્તિથી અભિવ્યક્ત થાય છે તે જીવ અને બ્રહ્માના અભેદને માટે શુ' પ્રમાણ છે. એને માટે વેદાન્ત ( ઉપનિષદ્ન-વાકયો ) પ્રમાણુ છે એમ ઘટાાષ છે (—એ જાહેર જગ-પ્રસિદ્ધ વાત છે). સવ વેદાન્તેના ઉપક્રમ અને ઉપસ’હારી એકરૂપતા આદિ જે તાપનાં જ્ઞાપક લિંગા છે તેનાથી વિચાર કરવામાં આવતાં પ્રત્યગાત્માથી અભિન્ન અદ્વિતીય બ્રહ્મમા તેમના સમન્વય થાય છે. તેમના આ અથ છે એની, (ઉત્તરમીમાંસા) શાસ્ત્રમાં જ સમન્વયાધ્યાય (બ્રહ્મસૂત્ર, અધ્યાય ૧)માં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. વિસ્તારના ભયથી અહીં એ બતાવવામાં નથી આવતુ. (૧૯) વિવશુ : ઉપર કહ્યું તેમ પ્રમાતૃચૈતન્ય કે જીવ બ્રહ્મથી અભિન્ન છે. પણ એમ માનવા માટે શું પ્રમાણ છે એવી શંકા કોઈને થાય. એ અભેદનુ કથન વેદાન્ત (ઉપનિષદ્) પ્રમ ણુ અનુસાર છે કે અન્ય કાઈ પ્રમાણને આધારે ? ઉપનિષદ્ । ઉપાસના આદિનું પ્રતિપાદન કરે છે તેથી અભેદ માટે એ પ્રમાણુ હોઈ શકે નહિ. વળી, જીવ અને બ્રહ્મને અભેદ ઔપનિષદ—ઉપનિષપ્રતિપાદ્ય છે એવી શ્રુતિ છે તેથી બીજું પ્રમાણ માનીએ તો આ શ્રુતિના વિધિ થાય. આ શકાનું સમાધાન કરતાં કહ્યું છે કે વેદાંત જીવ-બ્રહ્મના અમેદને માટે પ્રમાણુ છે એ જગજાહેર વાત છે. વેદાંતનું તાત્પર્ય નક્કી કરવા માટે જે લિંગ નક્કી થયાં છે — ઉપમ અને ઉપસહારની એકરૂપતા, અભ્યાસ વગેરે તે બધાંની મદથી વેદાંતાને વિચાર કરવામાં આવે તે એવા નિણુય પર આવી શકાય છે કે તેમના સમન્વય પ્રત્યગાત્માથી અભિન્ન અદ્રિતીય બ્રહ્મમાં છે, ઉપાસના આદિપરક તેમનુ તાત્કય નથી. ઉત્તરમીમાંસામાં જ આ સમન્વયની ચર્ચા બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાય જેને સમન્વયાખ્યાય કહેવામાં આવે છે તેમાં કરી છે. વિસ્તાર થઇ જશે એ બીકે એ બધું અહીં બતાવ્યું નથી. (૧૯) સિદ્ધાન્તસારસ ગ્રહના ભાષાવાદના પ્રથમ ૫ એક સમા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy