________________
પ્રથમ પરિચછેદ
૨૫૮ अन्ये तु - विषयगताज्ञानस्य लाघवात् समानाधिकरणज्ञाननिवर्त्यत्वसिद्धौ वृत्तिनिर्गमः फलतीत्याहुः ।
જ્યારે અન્ય (ચિંતકો) કહે છે કે લાઘવને લીધે, વિષયગત અજ્ઞાન સમાન અધિકરણવાળા જ્ઞાનથી દૂર કરી શકાય છે એમ સિદ્ધ થતાં વૃત્તિનિગમ ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે (આના પરિણામે વૃત્તિને નિગમ માનવાને રહે છે).
વિવરણ: કૃત્તિનિગમનની સિદ્ધિ જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના પ્રયોજક તરીકે કરીને હવે બીજાઓના મતે આને માટે જે હેતુઓ છે તે રજૂ કરે છે. વિષયગત અજ્ઞાન જ્ઞાનથી નિવૃત્ત થાય છે એમ જ્યારે અન્વય-વ્યતિરેકથી જ્ઞાત થતું હોય છે એ દશામાં લાઘવને લીધે એવું જ્ઞાત થાય છે કે જે અજ્ઞાનનું અધિકરણ છે (વિષયાવચ્છિન્ન શૈતન્ય) તેમાં જ રહેતા જ્ઞાનથી (અર્થાત વિષયાવરિચ્છન્નગત જ્ઞાનથી) તેને નાશ થાય છે, અલગ અધિકરણમાં રહેતા જ્ઞાનથી નહિ. આ માનીએ તે વૃત્તિનિગમ સ્વીકારવો જ પડે છે. અજ્ઞાનની નિવૃત્તિરૂપ કાર્યને પિતાના કારણભૂત જ્ઞાન સાથે ઈન્દ્રિયસનિકના સાનિધ્યથી જે સામાનાધિકરણ્યરૂપ સંબંધ સંભવતો હોય તે તેને ત્યાગ કરવો ન જોઈએ, કારણ કે કાર્ય અને કારણ એક અધિકરણમાં હેય છે એ ઐસર્ગિક છે, અર્થાત્ સામાન્ય નિયમ છે.
___ अपरे तु-बाह्यप्रकाशस्य बाह्यतमोनिवर्तकत्वं सामानाधिकरण्ये सत्येव दृष्टमिति दृष्टान्तानुरोधाद वृत्तिनिर्गमः सिध्यतीत्याहुः ।
જ્યારે બીજા એમ કહે છે કે સામાનાધિકરણ્ય હોય તે જ બાહ્ય પ્રકાશ બાહ્ય અંધકારને નાશ કરતો જોવામાં આવે છે એ દષ્ટાન્તાનુસાર વૃત્તિનિગમ સિદ્ધ થાય છે.
- વિવરણ : એક જગ્યામાં રહેલા પ્રકાશથી બીજી જગ્યામાંના અંધકારને નાશ થત નથી. બને એક અધિકરણમાં હોય તો જ તેમની વચ્ચે વિરોધ, નિત્ય-નિવકભાવ હેય છે. વૃત્તિરૂપ કે વૃત્યારૂઢ ચૈતન્યરૂપ પ્રકાશ (જ્ઞાન) આવરણને દૂર કરનારો હેઈને પ્રકાશ સમાન છે. તેથી અજ્ઞાન અને જ્ઞાન અંધકાર અને પ્રકાશની જેમ સમાન અધિકરણમાં હેયા તે જ તેમની વચ્ચે નિત્ય-નિવકભાવ માની શકાય. વૃત્તિજ્ઞાનનું અજ્ઞાનના આશ્રય એવા વિષયાવછિન્નૌતન્યમાં સામાનાધિકરણ્ય સંસગરૂપ છે અને એ સંસર્ગ વૃત્તિનિગમને અધીન છે. તેથી વૃત્તિનિગમ માનવો જ જોઈએ એમ બીન કેટલાક દલીલ કરે છે. તે
- केचित्तु-आवरणाभिभवार्थ वृत्तिनिर्गमानपेक्षायामपि चिदुपरागार्थ प्रमातचैतन्यस्य विषयप्रकाशकब्रह्मचैतन्याभेदाभिव्यक्त्यर्थ वा तदपेंक्षेत्याहुः।
જ્યારે કેટલાક કહે છે કે આવરણને હટાવવા માટે વૃત્તિના નિગમની જરૂર ન હોય તે પણ ચિતના ઉપરાગને માટે અથવા માતા ચૈતન્યના વિષયના પ્રકાશક બ્રહ્મચૈતન્ય સાથેના અભેદની અભિવ્યક્તિને માટે તેની જરૂર છે.
વિવરણ : અત્યાર સુધી એમ બતાવ્યું કે વૃત્તિનિગમ વિના વિષયચૈતન્યગત અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. હવે પૂવપક્ષી જે એમ કહે છે કે વિષયતિન્યગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org