________________
પ્રથમ પરિચ્છેદ
૨૩૩ [આની સમીક્ષા કરતાં કૃષ્ણાનંદતીર્થ કહે છે કે સ્વનકાળમાં કેવળ સાક્ષીથી અવભાસિત થતાં રસ, રૂપાદિની બાબતમાં તેમને રસનેન્દ્રિય કે ચક્ષુરિન્દ્રિય આદિથી ગ્રાહ્ય તરીકે અનુભવ થાય છે તેને આરોપરૂપ તરીકે આગળ ઉપર સમજાવવામાં આવશે તેમ પ્રકૃતિમાં પણ સમર્થન સંભવે છે. સ્વપ્ન-પદાર્થોની જેમ પ્રતિભાસિક તિક્ત રસ આદિને પણ ઇન્દ્રિયની સાથે સંનિક નથી તેથી સામગ્રીને અભાવ અને જગ્યાએ સમાન છે. તે પણ એ પ્રકારને નહીં જાણતા એવા આ ચિંતકે કોઈ પણ રીતે રાસનત્વના અનુભવનું સમર્થન સંભવતું નથી એમ કહ્યું છે.]
કવિતા િકે જેમ તિક્તરસને રાસનવૃત્તિને વિષય માનીને રાસનવના અનુભવનું સમર્થન કર્યું છે તેમ રજતાદિને ચાક્ષુષવૃત્તિને વિષય માનીને જ ચાક્ષુષત્વના અનુભવનું સમર્થન સંભવતું હોય ત્યારે એ અનુભવ અરોપરૂપ છે એવી કલપના બરાબર નથી એમ “તે જ રીતે...” દ્વારા કહેવાને તેમને આશય છે.
न चासम्प्रयुक्तस्य रजतस्य चाक्षुषत्वे 'प्रत्यक्षमात्रे विषयेन्द्रियसभिकर्षः कारणम्', 'द्रव्यप्रत्यक्षे तत्संयोगः कारणम् ', 'रजतप्रत्यक्षे रजतसंयोगः कारणम्' इति गृहीतानेककार्यकारणभावनियमभङ्गः स्यादिति वाच्यम् । सन्निकषत्वस्य संयोगाधनुगतस्यैकस्याभावेन आधनियमासिद्धः। द्वितीयनियमस्य नैयायिकरीत्या तमसीव संयोगायोग्ये कचिदन्येऽपि द्रव्यत्वाध्याससम्भवाद् व्यवहार दृष्टया यद् द्रव्यत्वाधिकरणं तद्विषयत्वेन, प्रातिभासिकरजते द्रव्यत्वस्याधिष्ठानगतस्यैवेदंत्ववदध्यासात् प्रतीत्यभ्युपगमेन च द्वितीयनियमाविरोधात् । द्वितीयनियमरूपसामान्यकार्यकारणभावातिरेकेण विशिष्यापि कार्यकारणभावकल्पनाया गौरवपराहतत्वेन तृतीयनियमासिद्धः। 'यत्सामान्ये यत्सामान्यं हेतुः, तद्विशेषे तद्विशेषो हेतुः' इति न्यायस्यापि यत्र बीजाङ्कुरादौ सामान्यकार्यकारणभावाभ्युपगमे बीजान्तरादड्कुरान्तरोत्पत्त्यादिप्रसङ्गः, तद्विषयत्वेन ततोऽजागलस्तनायमानविशेषकार्यकारणभावासिद्धः।
અને એવી દલીલ કરવી નહિ કે (ઈન્દ્રિયની સાથે) સંનિકૃષ્ટ નહિ એવા ૨જતને ચાક્ષુષ માનતાં પ્રત્યક્ષ માત્રમાં વિષય અને ઇન્દ્રિયને સંનિષ” કારણ છે, “દ્રવ્યના પ્રત્યક્ષમાં ઇન્દ્રિયની સાથે તેને સંગ કારણ છે, અને “રજતના પ્રત્યક્ષમાં ૨જતને સંચોગ કારણ છે એમ ગૃહીત અનેક કાર્યકારણભાવના નિયમનો ભંગ થશે. (આ દલીલ બરાબર નથી, કારણ કે સગાદિમાં અનુગત એક સંનિકર્ષ ત્વને અભાવ હોવાથી પ્રથમ નિયમની સિદ્ધિ નથી. નૈયાકિની રીતથી અંધકારની જેમ જે સંગને યોગ્ય નથી એવા અદ્રવ્યમાં પણ કયારેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org