SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા, અનુભૂતિસ્વરૂપમૃત ચંદ્રિકા, આનંદગિરિકૃત વેદાન્તવિવેક. (૨) ન્યાયમકરન–મેદવાદનું ખંડન કરતાં વાચસ્પતિમિશ્ર, મંહનમિઠા, પંચપાદિકાવિવરણકાર પ્રકાશાત્માને પ્રમાણ તરીકે ટાંક્યા છે. આ ગ્રંથમાં અનિર્વચનીય ખ્યાતિ, જીવ અને બ્રહ્મનું ઐક્ય, અને મોક્ષસ્વપ જેવા વિષયોનું પ્રતિપાદન છે. (૩) પ્રમાણમાલા-ન્યાયમકરનના જેવા વિષયનું પ્રતિપાદન છે અને વાચસ્પતિ મિશ્રત બ્રહ્મતત્વસમીક્ષાને સમર્થનમાં ટાંકી છે અનુભૂતિસ્વરૂપે તેના પર નિબંધન નામની વ્યાખ્યા લખી છે જે અમુદ્રિત છે. આ ત્રણેય કૃતિ Benares Sanskrit Seriesમાં પ્રકાશિત છે. (૪) શબ્દનિર્ણયવ્યાખ્યા : પ્રકાશાત્મના શાબ્દનિર્ણય પર વ્યાખ્યા. વેદાન્ત) સિદ્ધાન્ત મુકતાવલીકાર પ્રકાશાનન્દ (૧૬મી સદી) પ્રકાશાનન્દ અદવૈતાનંદ અને જ્ઞાનાનન્દના શિષ્ય હતા. તેમણે પોતાના સિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથમાં એકવવાદ અને દૃષ્ટિભ્રષ્ટિવાદનું પ્રતિપાદન કર્યું છે અને એ સંદર્ભમાં જ સિંહાલેશસંગ્રહમાં તેમને ઉલ્લેખ છે. તવિવેકકાર અને અતિદીપિકાકાર નૃસિંહાથમિન (ઈ.સ ૧૫૦૦-૧૬૦૦) : નસિંહાશ્રમીના વિદ્યાગુરુ જગન્નાથાશ્રમ હતા અને દીક્ષા ગીવણેન્દ્ર સરસ્વતી હતા. નૃસિંહાશ્રમી અપથ્ય દીક્ષિતના ગુરુ હતા અને એમ મનાય છે કે સંન્યાસગ્રહણ પૂર્વે નસિંહાશમીનું જ નામ સચ્ચિદાનંદ શાસ્ત્રી હતું. નૃસિંહાશ્રમીએ જ સગુણુભક્ત અને શિવાતમાં માનતા એવા અપચ્યદીક્ષિતને નિર્ગુણ બ્રહ્મવાદી કેવલાહવૈતી બનાવ્યા એવી સાંપ્રદાયિક માન્યતા છે. તેઓ વેદાન્તસારર્તા સદાનંદ સરસ્વતી, પ્રકાશાનંદ, નાનાદાક્ષિત, અવિતાનંદ, ભદોજિદીક્ષિત અને અપરીક્ષિતના પિતા રંગરાજાવરીના સમકાલીન હતા. તેમણે સિં ૧૬૦૩ (ઈ.સ. ૧૫૪૭)માં અતિદીપિકા રચી એમ માનવાને માટે પ્રમાણ છે. તેઓ કેવલાદવૈત વેદાન્તાચાર્યોમાં ખૂબ પ્રસિદ્ધ હતા. તેમના ગ્રંથો : (૧) તત્વવિવેક - આ ગ્રંથ નવ્ય ન્યાયની પદ્ધતિથી અને વિવરણમતને અનુસરીને અદવૈત વેદાન્તના સિદ્ધાતોનું પ્રતિપાદન કરે છે અને વૈશેષિકાદિ મતનું ખંડન કરે છે. સિંહાશ્રમીએ પિતે તેના પર તરવવિવેકદીપન કે અદ્વૈતનકેશ નામની વ્યાખ્યા લખી છે. તત્વવિવેકની ભોજિદીક્ષિતકૃત વાકયમાલા નામની વ્યાખ્યા પણ છે. તત્વવિવેક દીપન પર અનેક વ્યાખ્યાઓ લખાઈ છે. તરવવિવેક અને તત્વવિવેકદી ન બને મુકિત છે. . (૨) અદ્વૈતદીપિકા-આ રથમાં સાક્ષિવિવેક, વિભાગપ્રક્રિયા, ઔપનિષદીપિકા, આનંદદીપિકા નામના પરિચ્છેદ છે. પંડિત ગ્રંથમાલા, વારાણસીમાં મુદ્રિત છે. - (૩) અદ્વૈતસિદ્ધાન્તવિજય ‘અમુદ્રિત) (૪) અદ્વૈતાનુસધાન (અમુદ્રિત) | (૫) તરવધિની-સંક્ષેપશારીરકની વ્યાખ્યા છે. સરસ્વતી ભવન ગ્રંથમાલામાં મુદ્રિત છે. (૬) તરવરાર્થશોધનકા–અપૂણ મળે છે અને અમુદ્રિત છે. (૭) નડિવિઝાપના : આ ગ્રંથ મહત્તવને છે. તેમાં જીવ, ઈશ્વર અને સાક્ષીનું સ્વરૂપ, બિંબપ્રતિબિંબવાદ, અવિદ્યાનું સ્વરૂપ, સર્વ શ્રુતિનું અવૈતરિક ઐકમન્ય ઇત્યાદિનું સરળ નિરૂપણ છે. સરસ્વતી ભવન ગ્રંથમાલામાં મુદ્રિત છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy