________________
પ્રથમ પરિચ્છેદ
૧૮૯
અનુસાર સુષુપ્તિમાં પણ અન્તઃકરણ સૂમરૂપે વિદ્યમાન હોય છે તેથી અન્તઃકરણમાં પ્રતિબિંબિત સ્વરૂપાનંદ જે સાક્ષિ-આનંદ બને છે તે ત્યારે પણ હોય જ છે એમ સમજવું. જ્યારે બીજા મતેમાં સ્વરૂપાનંદ અવિદ્યામાં પ્રતિબિંબિત થતું હોવાથી સાક્ષિ-આનંદભાવ પામે છે એમ સમજવું એમ વાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ સ્પષ્ટતા કરે છે.
પૂર્વ પુણ્યના પરિપાકને અધીન જે વિષયવિશેષ સાથે સંપર્ક થાય છે તેનાથી પ્રયુક્ત સત્ત્વન ઉત્કર્ષ—અપકર્ષરૂપ શુદ્ધિ-તારતમ્યથી યુક્ત સુખરૂપ ચતઃકરણવૃતિઓમાં પ્રતિબિંબિત થવાને કારણે સ્વરૂપાનંદ વિષયાનન્દભાવ પ્રાપ્ત કરે છે. વૃત્તિઓને સ્વરૂપસુખની વ્યંજક હોવાને કારણે સુખરૂપ કહેવામાં આવે છે. કહેવાને ભાવ એ છે કે પૂર્વજન્મોમાં મેળવેલા પુણ્યકમના પરિપાકના બળે અન્તઃકરણ માળા, ચંદન આદિ અકારના વિષયવિશેષવિષયક વૃત્તિ દ્વારા વિષયવિશેષ સાથે સંબંધમાં આવતાં તેમાં રહેલ સત્વગુણને, ઉત્કૃષ્ટ વિષય સાથે સંબંધ થવાથી, ઉત્કર્ષ થાય છે, જ્યારે નિકૃષ્ટ વિષય સાથે સંબંધ થ: નિકષ થાય છે. તેથી અન્તઃકરણમાં રહેલા સત્વ અંશની પરિણમભૂત વૃત્તિઓ સ્વરૂપાનંદને વિષય કરનારી તરીકે જન્મે છે. અને આમ ઉત્પન્ન થતી વૃત્તિઓ પણ ઉત્કર્ષ—અપકર્ષયુક્ત જ હોય છે. તે વૃત્તિઓમાં આનંદનું પ્રતિબિંબ તે વિષયાનંદ કહેવાય છે
હવે પ્રશ્ન થાય કે સ્વરૂપાનંદવિષયક સર્વવૃત્તિમાં રહેલા અપકર્ષને કારણે પ્રતિબિંબરૂપ વિષયાનંદમાં અપકર્ષને અધ્યાસ થાય છે એમ કહેવું જોઈએ કારણ કે દર્પણરૂપ ઉપાધિમાં રહેલ એવા મલિનદ્રવ્યકૃત અપકને કારણે દર્પણમાં પડેલા પ્રતિબિંબમાં અપકર્ષને અધ્યાસ થતે જોવામાં આવે છે. અને આમ સ્વરૂપાનંદવિષયક વૃત્તિઓ જે સત્ત્વગુણના પરિણામરૂપ છે તેમાં અપકર્ષને માટે જવાબદાર કઈ ક મલિનદ્રવ્ય અવશ્ય માનવું પડશે કારણ કે દર્પણની સાથે સાક્ષાત્ સંબંધ ધરાવનાર મલિનદ્રવ્ય દર્પણમાં અપકર્ષનું આધાન કરનાર જોવામાં આવે છે. આનું સમાધાન કરતાં કહ્યું છે કે તમોગુણરૂપ ઉપાધિમાલિન્ય છે જ. અન્તઃકરણ સ–રજ-તમસ ગુણ સ્વરૂપ છે તેથી તેની વૃત્તિઓમાં પણ તમે ગુણરૂપ ઉપાધિની અનુવૃત્તિ હોય જ છે, અને તેનાથી ઉત્પન્ન કરવામાં આવેલ જે વૃત્તિગત દોષ તે અપકર્ષતારતમ્યાત્મક માલિન્ય-તારતમ્યદોષ. તે દોષને કારણે સત્ત્વવૃત્તિમાં પડેલા પ્રતિબિંબરૂપ વિષયાનંદમાં અપકર્ષને અધ્યાસ થાય છે. અગાઉ વિષયસંપકને સુખરૂપ વૃત્તિના કારણે તરીકે નિર્દેશ કર્યો છે. ત્યાં વિષયવિશેષ' શબ્દનો પ્રયોગ છે તેમાં વિશેષ પદ વિષયગત ઉત્કર્ષતારતમ્ય વાચક છે, અને તેના તારતમ્યને સુખરૂપ વૃત્તિમાં રહેલા ઉત્કર્ષ તારતમ્યના પ્રયોજક તરીકે નિર્દેશ કર્યો છે; જ્યારે અહીં સુખરૂપ વૃત્તિઓમાં જ અપકર્ષના પ્રાજક તરીકે અને અપકર્ષતારતમ્યના પ્રયોજક તરીકે તારતમ્યયુક્ત તમે ગુણરૂપ મલિનદ્રવ્યને નિર્દેશ કર્યો છે એમ ભેદ સમજ. તેથી સમજી શકાય છે કે સંસારદશામાં આનંદ પ્રકાશ હોય તે પણ અધ્યસ્ત એવું અપકર્ષ–તારતમ્ય હોય છે, તેથી વિષયાનંદ સાતિશય લાગે છે,– આનાથી ચઢિયાતું હોઈ શકે એ ખ્યાલ રડ્યા કરે છે, અને આ નિકૃષ્ટ આનંદને અનુભવ કરનાર ઉત્કૃષ્ટ આનંદની તૃષ્ણથી અભિભૂત રહેશે, અને તે મેળવવા આનંદનાં સાધને છે એમ બ્રાતિ પૂર્વક માનીને કદાચિત્ દુઃખનાં સાધનને વિષે પણ પ્રવૃત્ત થશે અને તેથી તેને દેવ, મનુષ્ય કે તિયફ યોનિમાં જન્મરૂપ અનર્થ પ્રાપ્ત થશે. પણ મૂલ અજ્ઞાનની નિવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org