________________
सिद्धान्तलेशसङ्ग्रह प्राक्तनसुकृतसंपत्यधीनविषयविशेषसंपर्कप्रयुक्तसत्त्वोत्कर्षापकर्ष रूपशुद्धितारतम्ययुक्तसुखरूपान्त:करणवृत्तिप्रतिबिम्बिततया विषयानन्दभावे च तमोगुणरूपोपाधिमालिन्यतारतम्यदोषादपकर्षस्तारतम्येनाध्यस्यते इति संसारदशायर्या प्रकाशमानेऽप्यानन्दे अध्यस्तापकर्षतारतम्येन सातिशयत्वादतृप्तिः । विद्योदये निखिलापकर्षाध्यासनिवृत्तेरारोपितसातिशयत्वापायात् कृतकृत्यतेति विशेषोपपत्तेः निरुपाधिकप्रेमगोचरतया प्रकाशमानस्साक्ष्यानन्दोऽनावृत एवेति ।
આ બાબતમાં અદ્વૈતવિદ્યાચાર્ય કહે છે કે જેમ અત્યન્ત ઉત્કૃષ્ટ એવા એક જ ત ધવલ રૂપનું માલિન્યના તારતમ્યથી યુક્ત (ઓછાવત્તા માલિન્યવાળા) અનેક દપમાં પ્રતિબિંબ પડતાં ઉપાધિના માલિન્યના તારતમ્યને લીધે તે તે પ્રતિબિંબમાં ધવલતાના અપકર્ષને તારતમ્યથી અધ્યાસ થાય છે; એમ વસ્તુતઃ નિરતિશય (જેનાથી ચઢિયાતું હોઈ ન શકે તેવું-) એવા એક જ સ્વરૂપાનંદનું અન્તઃકરણમાં પ્રતિબિંબ પડવાને કારણે સાક્ષિ-આનંદભાવ પ્રાપ્ત થતાં, અને પહેલાંના પુણ્યની સંપત્તિ (અર્થાત્ પરિપાક, ફળ ઉત્પન્ન કરવા પ્રત્યેની ઉમુખતા)ને અધીન વિષયવિશેષના સંપર્કથી પ્રયુક્ત સર્વના ઉત્કર્ષ અને અપકર્ષરૂપ શુદ્ધિના તાર તમ્યથી યુક્ત સુખરૂપ અન્ત:કરણવૃત્તિમાં પ્રતિબિંબિત થવાને કારણે વિષયાનંદભાવ થતાં તમે ગુણરૂપ ઉપાધિની મલિતતાના તારતમ્યના દોષને કારણે અપકર્ષને તારતમ્યથી અધ્યાસ થાય છે તેથી સંસારદશામાં આનંદ પ્રકાશિત હોવા છતાં અધ્યસ્ત અપકર્ષના તારતમ્યથી સાતિશયતા થાય છે તેથી તૃપ્તિ થતી નથી. વિઘાને ઉદય થતાં સર્વ અપકર્ષાધ્યાસની નિવૃત્તિ થવાથી આરેપિત સાતિશયિત્વ દૂર થાય છે તેથી કૃતકૃત્યતા થાય છે. આમ (સંસાર અને મુક્તિમાં) ભેદ ઉપપન્ન હેવાથી નિરુપાધિક પ્રેમના વિષય તરીકે પ્રકાશ સાક્ષિ–આનંદ અનાવૃત જ છે.
વિવરણ : ઉપર વિસ્તારથી પ્રતિપાદિત પૂવપક્ષનું ખંડન અતવિઘાચાર્ય એક અને એકરૂપ સ્વરૂપાનંદની અભિવ્યક્તિના તારતમ્યને વિષે અનુરૂપ દષ્ટાન્ત રજૂ કરીને કરે છે અને સ્વરૂપાનંદની બાબતમાં કૃતિ અને અનુભવથી સિદ્ધ તારતમ્યનું (અર્થાત્ ઉત્કર્ષ–અ૫. કર્ષવાળા હેવું તેનું ઉ૫પાદન કરે છે. એક (જેમાં સ્વતઃ ઉત્કર્ષ-અપકર્ષ નથી તે) અત્યન્ત ઉત્કૃષ્ટ (સર્વોત્તમ) ધવલ રૂપ સહેજ મલિન દર્પણમાં પ્રતિબિંબિત થાય ને તે પ્રતિબિંબ પર અપકર્ષને અધ્યાસ કરવામાં આવે છે. જે મધ્યમ પ્રકારની મલિનતાથી યુક્ત દર્પણમાં તેનું પ્રતિબિંબ પડે તે તેની અપેક્ષાએ અધિક અપકર્ષને અધ્યાસ થાય છે, અને અત્યંત મલિન દર્પણમાં પ્રતિબિંબ પડે તે અત્યંત અપકર્ષને અધ્યાસ થાય છે. આને કારણે તેવાં દર્પણોમાં પ્રતિબિંબિત ધવલ રૂ૫ તારતમ્યથી અભિવ્યક્ત થાય છે. તેવું જ વસ્તુત: એકરૂપ અને સ્વરૂપથી પ્રકાશતા સ્વરૂપભૂત આનંદનું પણ છે. અન્તઃકરણની મલિનતાના તારતમ્ય પ્રમાણે તેની ઓછીવત્તી અભિવ્યક્તિ માનવામાં આવે છે. આ મત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org