________________
પ્રથમ પરિચ્છેદ
પૂવવાદીને આ દૃષ્ટાન્ત માન્ય નથી. જે આલોક (પ્રકાશ) એક વ્યક્તિ અને સ્વત: એકરૂપ હેય તે તે એ સ્વરૂપવાળા આનંદનું દષ્ટાંત થઈ શકે. પણ પ્રકાશ એક વ્યક્તિ નથી કારણ કે અલગ અલગ કિરણના સમૂહરૂપ છે. તેમ એકરૂપ પણ નથી કારણ કે જગ્યાએ જગ્યાએ સૂર્યના કિરણમાં અ૫ત્વ કે બાહુલ્યરૂપ ભિન્ન ભિન્ન રૂપ જોવામાં આવે છે. વળી જે ભૂમિના પ્રદેશમાં હથેળી વગેરે આડી આવતાં સૂર્યનાં કિરણે જઈ શકતાં નથી ત્યાં તમેરૂ૫ છાયા દેખાય છે અને હથેળીને કારણે ગતિમાં રુકાવટ આવતાં કિરણે જમા થાય છે તેથી વધારે સ્પષ્ટ દેખાય છે. દર્પણને કારણે ગતિ રૂંધાતાં તેથી પણ વધારે સ્પષ્ટ દેખાય છે કારણ કે કિરણે જમા થાય છે અને ઉપરાંતમાં દર્પણનું તેજ તેમાં ભળે છે. આમ એકરૂપ આલેકનું ઉપાધિના તારતમ્યને લીધે અભિવ્યક્તિનું તારતમ્ય છે એમાં પૂર્વવાદીની સંમતિ નથી તેથી સૂર્યપ્રકાશનું દૃષ્ટાન્ત યોગ્ય નથી. વળી ઘડીક આ દષ્ટાન્તને સ્વીકારી લઈએ તે પણ ઉપાધિના અભાવમાં આનંદની અસ્પષ્ટતા અને ઉપાધિને લીધે અધિક ભાસ માનવ પડેઅર્થાત્ મુક્તિ કરતાં સંસાર-અવસ્થામાં આનંદની વિશેષ અભિવ્યક્તિ છે એમ માનવું પડે અને સંસારાવસ્થા મુક્તિ કરતાં વધારે સ્વીકાર્ય છે એમ માનવાને વારો આવે.
વળી અદંતવાદીઓ કહે છે કે સંસારાવસ્થામાં અનાભા એવા દ્રાદિને વિષે આત્મજ્ઞાન થાય છે. આત્માની સાથે, પિતાની સાથે વસ્તુતઃ કઈ સંબંધ વિનાના દેહાદિ વિષે આ મારું છે એવું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. તેને લીધે જાગ્રત્ આદિ કાળમાં પ્રકાશતા સ્વરૂપાનંદમાં વિક્ષેપ થાય છે અને તેથી તેમાં અસ્પષ્ટતા આવે છે. અને મિથ્યાજ્ઞાનના સંસ્કાર સુષુપ્તિકાળમાં પ્રકાશતા આનંદમાં વિક્ષેપ કરે છે અને તેના પુરુષાર્થને વિનાશ કરે છે. ભેગપ્રદ કવિશેષથી જગાડવામાં આવેલ મિથ્યાજ્ઞાનના સંસ્કારને લીધે જ દરેક પ્રાણી સુષુપ્તિકાલના આનંદાનુભવને ત્યાગ કરે છે. તેથી જ મુમુક્ષુઓ અધ્રુવ એવા સુષુપ્તિકાલીન આનંદના ભાસની અભિલાષા નથી સેવતા, માટે તે પુરુષાર્થ નથી એમ કહેવાનો આશય છે. વાયુથી વિક્ષિપ્ત દીપપ્રભાનું દષ્ટાન્ત અદ્વૈતવાદીઓ આપે છે. આ દષ્ટાન પૂર્વવાદીને ઠીક નથી લાગતું. દષ્ટાન્તમાં પ્રભા સાવયવ (અવયવાળી) છે તેથી જોરદાર વાયુથી કેટલાક અવયવોના નાશરૂપ વિક્ષે કે પ્રભારૂપમાં રહેલ ભાસ્વરત્વના પ્રતિબંધરૂપ વિક્ષેપ થઈ શકે છે અને તેથી દીપપ્રભા પ્રકાશતી હોય તે પણ તેને અસ્પષ્ટ પ્રકાશ સંભવે છે. પણ બ્રહ્મના સ્વરૂપભૂત આનંદમાં તે નથી અવયવ કે નથી ગુણાદિ વિશેષ તેથી મિથ્યાજ્ઞાન અને તેના સંસ્કારોથી કઈ અવયવને નાશ કે ગુણને પ્રતિબંધ સંભવ નથી તેથી તત્વયુક્ત અસ્પષ્ટપ્રકાશતા સાક્ષિ-આનંદમાં સંભવે નહિ. આમ આ રીતે પણ સંસાર અને મુક્તિમાં ભેદ બતાવી શકાય નહિ. તેથી સાક્ષિ–આનંદને અનાવૃત માનવો એ યુક્ત વથી. પૂર્વવાદીની જોરદાર દલીલને ઉત્તર અંતાચાર્ય કેવી રીતે આપે છે તે જોઈએ.
મત્રાદુવિઘાવાદ – વથા યુજીસૈારવ થવસ્ટાર્ચ मालिन्यतारतम्ययुक्तेष्वनेकेषु दर्पणेषु प्रतिबिम्बे सत्युपाधिमालिन्यतारतम्यात्तत्र तत्र प्रतिबिम्बे धावल्यापकर्षस्तारतम्येनाध्यस्यते, एवं वस्तुतो निरतिशयस्यैकस्यैव स्वरूपानन्दस्यान्तःकरणप्रतिबिम्बिततया साक्ष्यानन्दभावे,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org