________________
પ્રથમ પરિચછેદ
એ પ્રસંગ થશે એમ કહી શકાય નહીં. દેવદત્ત-યજ્ઞદાનું પરસ્પર તાદામ્ય નથી, જ્યારે અહીં તે તાદામ્યના અધ્યાસને કારણે જીવ અને ફૂટસ્થનું એકવ થઈ ગયું છે અને ફૂટસ્થ જીવનું અતરંગ છે. જીવ ફૂટસ્થમાં કલ્પિત છે એમ અગાઉ સિદ્ધ કર્યું છે.
શકે ? આમ હોય તે પણ સવ શરીરમાં સાક્ષી એક હોવાને કારણે દેવદત્ત-સાક્ષીથી અનુભવાયેલા દેવદત્તના અહંકારાદિને વિષે યજ્ઞદત્તાદિને પણ અનુસંધાન થવું જોઈએ, કારણું કે યાદરાદિ પણ દેવદત્તના સાક્ષી પર જ અધ્યસ્ત હેવાથી તેની સાથે તેમના એકત્વની આપત્તિ છે, તેમને તેની સાથે એક બની ગયેલા માનવા જોઈએ.
ઉત્તર : આ વાત બરાબર નથી. અવદક બે શરીરે (દરેકની બાબતમાં જુદાં જુદાં છે તેને લીધે તે તે જીવની સાથે તાદામ્ય પામેલા સાક્ષીને ભેદ સ્વીકારવામાં આવ્યો છે. અવચ્છેદકના ભેદથી સાક્ષીના ભેદનું જ્ઞાપન કરવા માટે જ “પતાના અવછેદક એવું વિશેષણ પહેલાં જ લગાડયું છે.
શંકા : જવ અને કૂટસ્થ નામનાં બે ચૈતન્ય ભલે હેય. તે પણ જીવ જ સાક્ષી શા માટે ન હોય? કુટસ્થને સાક્ષી શા માટે માનવું પડે? (અહીં કૂટસ્થના અસ્તિત્વ અંગે શંકા. નથી પણ તેના સાક્ષીપણા અંગે શંકા છે).
ઉત્તર : લેકમાં ઉદાસીન જ સાક્ષી તરીકે જાણીતો છે. તે પ્રમાણે અને શ્રુતિ અનુસાર ફૂટસ્થ જ સાક્ષી હેઈ શકે, જીવ નહીં. “સાક્ષી નેતા જેવો નિળયા (તા. ૬.૧૧) એવું શ્રુતિવચન છે. ચેતા=બેઠા, કેવલ અર્તા, ઉદાસીન; નિર્ગુણ અર્થાત વિશેષિક આદિ માને છે તેમ જ્ઞાનાદિ ગુણવાળો આત્મા નહિ. થી અન્ય મતોના ખંઠનને સંગ્રહ છે–તે સક્રિય નથી, મધ્યમપરિમાણવાળા નથી, વગેરે. શ્રુતિથી જીવ અને કુટસ્થના ભેદનું સમર્થન મળે છે. એક કર્મફલને ભેગ કરે છે જ્યારે બીજે બુદ્ધિ આદિના સાક્ષી તરીકે પ્રકાશે છે. કુટસ્થ ભોગવતે નથી એમ કહ્યું છે તેથી તેના કર્તવને પણ નિષેધ થાય છે. આમ “નહીં ભોગવતે પ્રકાશે છે” એ વચનથી ઉદાસીન હેઈને બદ્ધા છે અર્થાત સાક્ષી છે એમ પ્રતિપાદિત થયું છે
नाटकदीपेऽपि नृत्यशालास्थदीपदृष्टान्तेन साक्षी जीवाद्विविच्य રંત | તથા દિ
नृत्यशालास्थितो दीपः प्रभु सभ्यांश्च नर्तकीम् ।
दीपयेदविशेषेण तदभावेऽपि दीप्यते ॥ [नाटकदीप, ११] तथा चिदाभासविशिष्टाहकाररूपं जीवं विषयभोगसाकल्यवैकल्याभिमानप्रयुक्तहर्षविषादवत्त्वात् नृत्याभिमानिप्रभुतुल्यम्, तत्परिसरवर्तित्वेऽपि तद्राहित्यात् सभ्यपुरुषतुल्यान् विषयान्, नानाविधविकारवर्तित्वामर्तका
સિ-૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org