SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચછેદ ૧૭ (१२) अथ द्वितीयपक्षे केयमभेदाभिव्यक्तिः । केचिदाहु:-कुल्याद्वारा तडागकेदारसलिलयोरिव विषयान्तःकरणावच्छिन्नचैतन्ययोवृत्तिद्वारा एकीभावोऽभेदाभिव्यक्तिः । एवं च यद्यपि विषयावच्छिन्नं ब्रह्मचैतन्यमेव विषयप्रकाशकम् , तथापि तस्य वृत्तिद्वारा एकीभाषेन जीवत्वं सम्पन्नमिति जीवस्य विषयप्रकाशोपपत्तिरिति । (૧૨) હવે દ્વિતીય પક્ષમાં આ અભેદાભિવ્યક્તિ છે તે શી છે? કેટલાક કહે છે કે જેમ નીક દ્વારા તળાવના જળ અને ખેતરના જળને એકીભાવ થાય છે તેમ વૃત્તિ દ્વારા વિષયવછિન ચૈતન્ય અને અન્તઃકરણાવછિન શૈતન્યનો એકીભાવ થાય છે તે (જ) અભેદાભિવ્યક્તિ. અને આમ જે કે વિષયાવચ્છિન્ન બ્રહ્મૌતન્ય જ વિષયનું પ્રકાશન કરનારું છે, તે પણ તેને વૃત્તિ દ્વારા એકીભાવ થયેલ હોવાથી તે જીવ બન્યું છે તેથી જીવ વિષયને પ્રકાશક છે એ ઉપપનન છે. વિવરણ : હવે દ્વિતીય પક્ષ સામે વાંધે રજૂ કરવામાં આવે છે. જીવને પરિછિન્ન માનનાર મતમાં વૃત્તિ અભેદની અભિવ્યક્તિને માટે છે એ દ્વિતીયપક્ષ છે. આ મતમાં વૃત્તિ વડે અન્તઃકરણ પાધિક જીવ અને વિષયાવચ્છિન્ન બિંબભૂત બ્રહ્મગૌતન્યના અભેદની અભિવ્યક્તિ સંભવતી નથી. જેમ અખંડ બ્રહ્માકાર વૃત્તિ ઉપાધિની નિવતક બની શકે છે તેમ ઘટાદિને વિષય કરનારી વૃત્તિ ઉપાધિની નિવક બની શકતી નથી તેથી અન્તઃકરણ અને વિષય એ બે ભેદક ઉપાધિ વિદ્યમાન હોય ત્યારે જીવ અને બ્રહ્મના અભેદની અભિવ્યક્તિ સંભવે નહિ. - આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે વ્યાવતક કે ભેદક ઉપાધિ વિદ્યમાન હોય તો પણ તે એકદેશમાં રહેતી થઈ જાય તો તેના બળે અભેદની અભિવ્યક્તિ સંભવે છે, કારણ કે આવું લોકમાં જોવામાં આવે છે. તળાવમાં રહેલા પાણીના અને ખેતરમાંના પાણીના અભેદની અભિવ્યક્તિ નીક દ્વારા થતી જોવામાં આવે છે, એ વાત જાણુંતી છે તેમ અન્તઃકરણથી અવરિચ્છનન ગૌતન્યરૂપે જીવ અને વિષયથી અવછિન બ્રહ્મરૌતન્યના અભેદની અભિવ્યક્તિ વૃત્તિ દ્વારા થાય છે. વૃત્તિ વિષયદેશમાં રહેલી છે તેથી વૃત્તિ અને વૃત્તિમાન (અન્તઃકરણ)ના અભેદથી જીવની ઉપાધિ એવું અન્તઃકરણ પણ વિષયદેશમાં રહેલા તરીકે સિદ્ધ થાય છે. આમ અન્ત:કરણ અને વિષય એ બંને ઉપાધિઓ એકદશસ્થ હોવાથી તેમના ઉપધેય જીવ (અન્ત:કરણવચિછન્ન તન્ય) અને બ્રહ્મ (વિષયાવછિન્ન ચૌતન્ય)ના અભેદની અભિવ્યક્તિ થાય છે. અહીં ફરી શંકા થાય કે આમ અભેદની અભિવ્યક્તિ સ ભવતી હોય તે પણ જીવ. ચૈતન્ય વિષયનું અવભાસક બની શકે નહિ. કારણ કે તે વિષયની પ્રતિ ઉપાદાન ન હોઈને સિ-૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy