SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ सिद्धान्तलेशसङ्ग्रहः અન્તઃકરણો પાધિક છે અને તેથી પરિચિછન્ન છે એમ માનનારના મતમાં વૃત્તિ અભેદભિવ્યક્તિને માટે છે એ બીજો પક્ષ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા અને બીજા પક્ષમાં બન્નેમાં વૃત્તિ દ્વારા અમેદાભિવ્યક્તિ થાય છે એ સામ્ય હોવા છતાં પણ પ્રથમ પક્ષમાં વૃત્તિ અભેદાભિવ્યક્તિ દ્વારા વિષયાવભાસ, ચૈતન્યનું વિષય સાથે તાદાસ્યસંપાદન કરવા માટે છે, જ્યારે બીજા પક્ષમાં વૃત્તિ વિષયથી અવચ્છિન્ન મૈતન્યથી વિષયાવભાસક છવચૈતન્યના અભેદની અભિવ્યક્તિ માટે જ છે તેથી એ બે પક્ષમાં સાંકની સંભાવના નથી. અથવા પ્રથમ પક્ષમાં જીવ વ્યાપક હોવાથી વિષયદેશમાં સદા સંનિહિત જ એવા વિષયાવભાસક છવચૈતન્યને વિષયતાદામ્યુ પામેલા બ્રહ્મચૌતન્યથી અભેદ છે તેની અભિવ્યક્તિને માટે વૃત્તિ છે. જ્યારે બીજા પક્ષમાં જીવ પરિછિન્ન હોવાથી વૃત્તિ તેને વિષય પાસે પહોંચાડે છે અને વિયાધિષ્ઠાન એવા બ્રહ્મચૈતન્યને તેનાથી અભેદ છે તેની અભિવ્યક્તિ પણ કરે છે તેથી બે પક્ષનું સાંક્ય નથી. આ ખુલાસે મૂળમાં પ્રયોજેલાં “સવગતત્વ' પરિછિન્નત્વ પદે દ્વારા સચિત થાય છે, જ્યારે પહેલે ખુલાસે પ્રથમ પક્ષ, દ્વિતીયપક્ષ' એ પદોથી સૂચિત થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ઉપરની સમજૂતી આપ્યા પછી વિશેષમાં કહે છે કે સાંકને ટાળી શકાય એમ છે જ નહિં કારણ કે “સબન્ધાર્થી વૃત્તિ' એ પ્રથમ પક્ષમાં સબધ ઉદ્દેશ્ય તરીકે જ્ઞાત થાય છે; અમેદાભિવ્યકત્વથ વૃત્તિ', એ દ્વિતીયપક્ષમાં અભેદાભિવ્યક્તિ જ ઉદ્દેશ્ય તરીકે જ્ઞાત થાય છે. અહીં મતમાં વિવક્ષિત વિવેકથી અભેદની અભિવ્યક્તિ એ જ વૃત્તિનું પ્રયોજન પ્રથમ અને દ્વિતીય બંને પક્ષોમાં અને ઠરે છે–આમ તેમનું સાંકય ટાળી શકાય તેમ નથી એમ કહેવાને અપધ્યદીક્ષિતને આશથ છે તેથી શરૂઆતમાં જ “એકદેશીઓ” એમ કહ્યું છે એમ સમજવું જોઈએ. વસ્તુતઃ તે “સંબન્ધાર્થ વૃત્તિ’ એમ કહેતી વખતે આચાર્યને અભિપ્રાય આ પ્રમાણે છે–વિષયના અભાસક તરીકે સ્વીકારવામાં આવેલા છવચૌતન્યને ધટાદિ વિષય સાથે વ્યંગ્યવ્ય જક પ્રકારને સંબંધ છે, એ સંબંધ છે તે વિષયથી સંસ્કૃષ્ટ વૃત્તિને અધીન છે એમ અહીં વિવક્ષિત છે (કહેવા ધાય" છે). જેમ કે અન્તઃકરણ સ્વચ્છ દ્રવ્ય હેઈને પોતે જ શૈતન્યનું અભિવ્યંજન કર વામાં સમર્થ છે, જ્યારે ધટાદિ તેમ કરવામાં સમર્થ નથી કારણ કે અસ્વચ્છ છે. પણ ઘટાદિ વિષયને વૃત્તિ વ્યાપે છે તેથી તે (વૃત્તિ) વિષયમાં રહેલી અસ્વચ્છતા . ને અભિભવ કરીને ઘટાદિમાં ચોતન્યનું અભિવ્યંજન કરવાની યોગ્યતા ઉત્પન્ન કરે છે. વિવરણાચાર્યું એ વાત કહી છે – “રાત #ળ ઉદ્દે વનિરિત્ર વાર્ષિ ઘણા પૈતન્યા. મિયિતામાવાઢથતિ” (અન્ત:કરણ પિતાની જેમ પોતાની સાથે સંબંધમાં આવનાર ઘટાદિમાં પણ ચૈતન્યને અભિવ્યક્ત કરવાની યોગ્યતા ઉત્પન્ન કરે છે). આપણે જોઈએ છીએ કે અસ્વચ્છ દ્રવ્ય પણ સ્વચ્છ દ્રવ્યના સંસગને કારણે પ્રતિબિંબ ગ્રહણ કરવાને યોગ્ય બને છે. દા. ત. ભીંત આદિ પિતે અસ્વચ્છ હેઈને પ્રતિબિંબ ગ્રહણ કરી શકે નહિ પણ જળ સાથે સંયોગ થતાં તેમાં એ સમયે પ્રતિબિંબ ગ્રહણ કરવાની યોગ્યતા આવે છે. રૌતન્ય પણ વિષયથી અભિવ્યંગ્ય થાય છે એમ કહેવામાં આવે છે તેને અર્થ એ કે એ ત્યાં પ્રતિબિંબિત થાય છે. આમ વ્યંગ્યવ્યંજકરૂપ સંબંધને માટે જ વૃત્તિનું નિગમન (વિષય સુધી બહાર જવું) વિવરણમાં કહેવામાં આવ્યું છે અને આમ બહાર ગયેલી વૃત્તિથી વિષય અને ચૈતન્યના ઉપર કહ્યા મુજબના સંબંધનું સંપાદન કરવામાં આવતાં ઘટાદિમાં પ્રતિબિંબિત થયેલું ત્યાંનું છવચૈતન્ય તે ધટાદિને અવભાસિત કરે છે. (૧૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy