SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૧૨૭ આપવા માટે. વિસાતારમ્..એ વાક્ય જીવના વિજ્ઞાતૃત્વરૂપ ધમનું પ્રતિપાદન નથી કરતું, કારણ કે વાકય મુક્ત છવપરક છે અને ઉપાધિ રહિત મુક્ત જીવમાં વિજ્ઞાતૃત્વને સંભવ નથી, પણ મુક્ત થયા પહેલાં તે વિજ્ઞાતા હતા તે રીતે તેને માત્ર અનુવાદ કર્યો છે. આ વાક્ય સ્વતંત્રપણે કઈ અર્થની સિદ્ધિ કરતું નથી. તેથી બૃહદારણ્યક ઉપનિષના મૈત્રેયી. બ્રાહ્મણને સમન્વય પ્રત્યગભિન્ન નિવિશેષ અને દ્રષ્ટવ્ય એવા બ્રહ્મપરક છે એમ સિદ્ધ થાય છે. જે જીવની જેમ બ્રહ્મ પણ જ્ઞાતા હોય તે શંકરાચાર્યે વિજ્ઞાતૃત્વને જીવન લિંગ તરીકે ઉપદેશ ન કર્યો છે, પણ તેવું કર્યું છે તે બતાવે છે કે બ્રહ્મ જ્ઞાતા નથી. કૈમુદકારના મતે બ્રહ્મ સર્વજ્ઞ છે અર્થાત્ સવ વિષયજ્ઞાનાત્મક છે એ અર્થમાં સર્વ વિષયક કૃતિઓ યોજવી જોઈએ. - यधपि ब्रह्म स्वरूपचैतन्येनैव स्वसंसृष्टसर्वावभासकं, तथापि तस्य स्वरूपेणाकार्यत्वेऽपि दृश्यावच्छिन्नरूपेण तु ब्रह्मकार्यत्वात् । 'यस्सर्वज्ञः (मुण्डक. १.१.९) इति ज्ञानजननकर्तृत्वश्रुतेरपि न कश्चिद्विरोध इति आचार्यवाचस्पतिमिश्राः ॥९॥ જો કે બ્રહ્મ સ્વરૂપભૂત ચૈતન્યથી જ (અર્થાત માયાવૃત્તિઓથી નહિ) પિતાની સાથે સંસર્ગમાં આવતા સર્વનું અવભાસન કરે છે તે પણ તે (સ્વરૂપમૈતન્ય) સ્વરૂપથી કાર્ય ન હોવા છતાં દશ્યાવછિનરૂપથી તો તે બ્રહ્મનું કાર્ય છે. તેથી “ઃ સર્વજ્ઞ એમ જે જ્ઞાનજનનકર્તુત્વ (જ્ઞાનત્પત્તિ પ્રતિ ઈવરના કતૃત્વ) વિષે શ્રુતિ છે તેને પણ કઈ વિરોધ નથી એમ આચાર્ય વાચસ્પતિ મિશ્ર કહે છે (ઈ. વિવરણ : કૈમુદકારના મતમાં કેટલીક મુશ્કેલી જણાય છે. સર્વ વેદાંતનું લક્ષ્મ નિત્યચૈતન્યમાત્ર છે તેથી સાઃ માંના જ્ઞા ધાતુથી વાચ્ય બની શકે નહિ અને તેથી (3) પ્રકૃતિને વાગ્યાથે વિશિષ્ટ શૈતન્ય એ લેવો જોઈએ. આ વિશિષ્ટ રૌતન્ય કાર્ય તરીકે સંભવે છે તેથી સર્વજ્ઞ માંના પ્રત્યયના વાગ્યાથ કત્વ સાથે વિરોધ નથી. બ્રહ્મમાં સવજ્ઞાનકવની પ્રતિપાદક શ્રુતિ છે તેની ઉપપત્તિની ખાતર ઈશ્વરમાં જ્ઞાતૃત્વ માનવું જોઈએ. શંકરાચાર્યે વાકયાન્વયાધિકરણ (બ્રસૂ. ૧.૪ ૧૯-૨૨)ના ભાગ્યમાં વિજ્ઞાતવન જીવના લિંગ તરીકે ઉલ્લેખ કર્યો છે તે તે માત્ર સિદ્ધાન્તને સ્વીકાર્ય નિવિશેષ બ્રહ્મથી તેની વ્યાવૃત્તિ કરવા માટે. શંકરાચાયે* પિતે ઈક્ષ યધિકરણ (બ.સ. ૧.૧.૫–૧૧)ના ભાગ્યમાં ઈશ્વરનું મુખ્ય અર્થમાં સર્વવિષયક જ્ઞાનકર્તા તરીકે પ્રતિપાદન કર્યું છે. આમ ઈશ્વરને જ્ઞાનકત માનીએ તે કેઈ વિરોધ નથી અને કારણ વિના સર્વ: માં પ્રત્યયને પિતાને અથ (પ્રત્યયાથ જ્ઞાનાતિ ફતિ જ્ઞ; – જ્ઞા +z) ત્યાગવાની જરૂર ઊભી થતી નથી. આમ કૈમુદી કારને મત વજૂદ. વાળ ન લાગતાં અપધ્યદીક્ષિત વાચસ્પતિ મિશ્રને મત રજૂ કરે છે. બ્રહ્મ સ્વરૂપમૈતન્યથી જ સવ વસ્તુનું અવભાસન કરે છે, માયાવૃત્તિથી નહિ. આમ માનતાં પ્રત્યાયના અર્થને બાધ નહીં થાય?—એવી શંકા થાય. તેને ઉત્તર આપતાં કહે છે કે સ્વરૂપ તરીકે ચૈતન્ય કાય ન હોવા છતાં, દશ્યથી અવચ્છિન્ન તરીકે તે તે બ્રહ્મકાર્ય છે તેથી કઈ વિરોધ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy