SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ सिद्धान्तलेशसमहः બ્રહ્મ સર્વજ્ઞ છે એમ સ્વીકારવું જોઈએ. કૃષ્ણાનંદ કહે છે કે આને વિષે પણ એ વિચારવા જેવું છે કે આમ હોય તે પણ સૃષ્ટિના પૂર્વ કાળમાં બ્રહ્મચૈતન્ય ઉપરાંત માયા, તેને સંબંધ વગેરે હોય છે તેથી અદ્વિતીયત્વ અંગે જે અવધારણું છે તેને મુખ્ય માની ન શકાય. એવી દલીલ કરી શકાય કે માયા વગેરે અનાદિ છે એવું પ્રતિપાદન કૃતિ આદિ કરે છે તેથી ઉપયુક્ત શ્રુતિમાંના અવધારણને એવો અર્થ સમજવું જોઈએ કે વાકૃત કાર્યરૂપ કઈ દ્વિતીય નહતું. પણ આની સામે એવી દલીલ થઈ જ શકે કે સર્વદા સર્વવિષયક જ્ઞાનના કર્તા હેવારૂપ સર્વજ્ઞ વનું પ્રતિપાદન કરનાર શ્રતિ આદિ છે તેથી સર્વજ્ઞત્વને શકય બનાવનાર માયાવૃત્તિ-સંતતિથી અતિરિક્ત કોઈ કાર્ય નથી એવો અવધારણપરક અર્થ અદ્વિતીય' એ વચનને કરવો જોઈએ. આ કલ્પના પણ પહેલાંની ક૯૫ના જેવી જ છે. માયાવૃત્તિ મેથી સર્વજ્ઞત્વનું સમર્થન જ ભાષ્યને સંમત છે. શકરાચાય ઈક્ષત્યધિકરણના ભાષ્યમાં કહે છે કે અવિદ્યા આદિવાળા સંસારી (જીવ)ને શરીરાદિની અપેક્ષાએ જ્ઞાનની ઉત્પત્તિ ભલે થાય, પણ જ્ઞાનમાં પ્રતિબંધક બને એવા કારણરહિત ઈશ્વરની બાબતમાં એવું નથી. તેમને કહેવાને આશય એ છે કે જીવની બાબતમાં જ વૃત્તિકાનની ઉ૫ત્તિ શરીરાદિથી સાય છે, જ્યારે ઈશ્વરની બાબતમાં માયાવૃત્તિરૂપ જ્ઞાનની ઉત્પત્તિને માટે શરીરાદિની અપેક્ષા નથી. આમ સષ્ટિની પહેલાં તેમ જ પ્રલયકાળમાં ઈશ્વરનું માયાવૃત્તિ રૂ૫ ઈક્ષણ અને સદા સર્વજ્ઞત્વ સંભવે છે એવું સમાધાન શંકરાચાર્યે સાંખેની શંકાને ઉત્તર આપતાં કહ્યું છે. સૌ વ્યાખ્યાકારોએ આ ભાષ્યને આ જ રીતે અથ ધટાવ્યો છે. ભાગ્યમાં જ્ઞાનમાં પ્રતિબંધક - કારણની વાત કરી છે તે અવિદ્યા આદિ એમ માનવું.' - કૃષ્ણાનંદને કૌમુદીકારની દલીલે સ્વીકાર્ય લાગતી નથી. છે બ્રહ્મનું સર્વજ્ઞત્વ એટલે સવવિષયજ્ઞાનાત્મકવ; બ્રહ્મનુ સર્વજ્ઞાનન્દ્રવરૂપ જ્ઞાતત્વ નથી– એમ કહ્યું છે તેનું વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે જો કે જ્ઞાતૃત્વ સામાન્યરૂપ છે જ્યારે સવજ્ઞાનતૃત્વ વિશેષરૂપ છે તેથી તેમને અભેદ સ ભવતો નથી. તે પણ બ્રહ્મ જ્ઞાતા નથી એમ બતાવવાનું જ તાત્પય” છે, નહિ કે તેમના અભેદનું પણ કથન કરવાનું તેથી કોઈ વિરોધ નથી. - વાયાવયાત્ એ અધિકરણ (બ્ર.સ. ૧.૪.૧૯) માં ગામનતુ જામા ા વિચે મવતીચારમા વો કરે : (અહદ ઉ૫. મૈત્રેયીબ્રાહ્મણ ૨.૪.૫; ૪.૫.૬) એ શ્રુતિવચનની મીમાંસા કરતાં શંકા કરી છે કે અહી જીવન દ્રષ્ટવ્ય તરીકે ઉપદેશ છે કે પ્રત્યગામાથી અભિન્ન પરમાત્મા જે પ્રપંચરહિત સ્વભાવવાળા છે તેને. પૂવપક્ષી દલીલ કરે છે કે પૂર્વ વાકયમાં ભોક્તા જીવની વાત છે અને ઉપસંહારમાં પણ વિજ્ઞાતાર ના વિઝાનીયા (બૃહદ. ૨.૪.૧૪; ૪.૫ ૧૫) એમ વિજ્ઞાતૃત્વને ઉલ્લેખ છે તેથી અહી જીવને જ દ્રષ્ટવ્ય તરીકે ઉપદેશ છે. જ્યારે સિદ્ધાન્તીનું મંતવ્ય છે કે પ્રત્યગભિન્ન પરમાત્માને જ દ્રષ્ટવ્ય તરીકે ઉપદેશ છે, કારણ કે વાકયને અન્વય બ્રહ્મપરક છે. અહીં આત્માના જ્ઞાનથી સર્વ વિદિત થાય છે એવું પ્રતિપાદન કર્યું છે. સર્વના અધિષ્ઠાનરૂપ બ્રહ્મપરક અથ લઈએ, તો જ આ ઉ૫૫ન્ન બને, વપરક લઈએ તે નહિ. “રૂ સર્વે થવામામા ' વગેરે વાકયો સર્વાત્મક બ્રહ્મપરક તાપર્વનું પ્રતિપાદન કરનાર તરીકે અન્વિત દેખાય છે. “ નામનતુ શોમાય સર્વે વિયં મવતિ ' એ પૂર્વવાક્યમાં છવને પરામર્શ કર્યો છે તે તો લેકસિદ્ધ ભોક્તાને અનુવાદ (જાણીતી વાતનું પુનઃ રટણ) છે, તેને શુદ્ધ બ્રહ્મરૂપે દ્રષ્ટ તરીકે ઉપદેશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy