SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ fસન્નાશાબં ઉત્તર–આ કથન બરાબર નથી, કારણ કે સુષુપ્તિમાં અન્તઃકરણ વિલીન અવસ્થામાં હેય છે અને વૃત્તિઓનું ઉત્પાદન કરવાની યોગ્યતા તેમાં નથી હોતી. શકા-મુક્તિકાલની જેમ સુષુપ્તિકાળમાં પણ સ્વરૂપમૈતન્યથી જ સુખને અનુભવ સંભવે છે, તે અવિદ્યાવૃતિપ્રતિબિંબરૂપ ચેતસને કલ્પનાની શી જરૂર ? ઉત્તર–જાગ્રત અને સ્વપ્નકાળમાં ચૈતન્યના પ્રતિબિંબથી યુક્ત વૃત્તિઓથી આનંદનો અનુભવ થતો જોવામાં આવે છે તેથી સુષુપ્તમાં પણ એવો સંભવ હોય ત્યારે તેને ત્યાગ કરી દે બરાબર નથી. મુક્તિકાળમાં તે ઉપાધિમાત્રનો વિલય થઈ જાય છે એમ સ્વીકારવામાં આવે છે તેથી વૃત્તિને સ ભવ નથી, તેથી બે પરિસ્થિતિમાં વૈષમ્ય છે. સુષુપ્ત સુખાનભવ કેવલ નિત્યસાક્ષી રૂપ હોય તે અનુભવના નાશરૂપ સંસ્કારને સંભવ ન રહે અને “હું નિરાંતે સૂત” (કુમાણ૫) એ અનુસંધાનને અભાવ થાય. તેથૈ ઉપર કહ્યું તે જ બરાબર છે. ઉપર જે વિશ્વ, તેજસ, પ્રાઇ, તુરીય એ ચાર પાદરે ઉલ્લેખ કર્યો છે તેમાં વિશ્વ તેજસ પ્રાજ્ઞ માટે “પાદ' શબ્દ “પચતે મનેન રૂતિ વારસ' જેનાથી બ્રહામેકથનું જ્ઞાન થાય છે તે એમ સાધનના અર્થ માં છે જ્યારે તુરીય માટે વચને હૃતિ વાઢઃ જે જ્ઞાત થાય છે અથવા પ્રાપ્ત થાય છે તે એ અર્થમાં છે. “આ આત્મા ચતુષાદ છે” એ વાક્યથી માંડકોપનિષદમાં જીવના ચાર પાદથી ઉપક્રમ કર્યો છે અને છતાં જાગરિતસ્થાન વિશ્વ પ્રથમ પાદ છે એમ કહેવાને બદલે “જાગરિતસ્થાન વૈશ્વાનર પ્રથમ પદ એમ કહ્યું છે તે સચવે છે કે વિશ્વમાં વૈશ્વાનર અર્થાત્ વિરાટ પુરુષરૂપી ઈશ્વરને પણ અન્તર્ભાવ છે. વિશ્વ અને વૈશ્વાનર બન્નેની ઉપાધિ સ્થૂલ છે. એ જ રીતે હિરણ્યગર્ભને તૈજસમાં અન્તર્ભાવ વિવક્ષિત છે બન્નેની ઉપાધિ સૂમ છે) અને સૂક્ષ્મતર ઉપાધિવાળા પ્રાણ કે આન દમયમાં સૂક્ષ્મતર ઉપાધિવાળા ઈશ્વરને અતભંવ છે અને તેથી જ પ્રાશને માટે કહ્યું છે કે સર્વેશ્વર છે ઈત્યાદિ. તુરીયપાદનું પ્રતિપાદક વાકય આ પ્રમાણે છે – કદમથવદાર્થમાણમક્ષળમવિશ્વમ થવમેકાર ચલાવું પડ્યુવા શિવ વતુર્થ માતે'- તે ચક્ષુ આદિને વિષય નથી, તે (પ્રવૃત્તિનિતિરૂ૫) વ્યવહારને વિષય નથી, તે ગ્રાહ્ય નથી (કમેન્દ્રિયને વિજ્ય નથી), તે અસાધારણધમ શૂન્ય છે, તે અચિજ્ય છે (શુષ્ક, વેદવિધી તને વિષય નથી), તે શબ્દ શક્તિને વિષય નથી, તે એક (સ્વગતભેદન્ય), આત્મા (સર્વદેહમાં પૂર્ણ), પ્રત્યય (ચિદરૂ૫), સાર (આનદરૂ૫) છે; તે પ્રપંચશૂન્ય છે, શિવ (શુદ્ધ), ઢેતરહિત ચયા પદને માને છે–અર્થાત તેનું ચિંતન કરે છે. આને પછી મોકૂકારનાં ૧, ૩, ૫ અને અમાત્ર અને વિશ્વાદિ પાદનો પરસ્પર એકત્વના અનુચિંતનની ભલામણ કરી છે. આમ આધ્યાત્મિક વિશ્વાદિ પાદ, આધિદૈવિક વૈશ્વાનરાદિ અને નકારાદિ માત્રાઓનું એકવચિન્તન એ સર્વના નિપ્રપંચરૂપ બ્રહ્મરૂપ ચતુર્થ પાદમાં પ્રવિલાપનાથે છે. આમાં કમ આ પ્રમાણે છે:-વિશ્વ, વિશ્વાનર અને આ કારના એકત્વનું પહેલાં ચિંતન કરીને પછી તેજસ, હિરણ્યગર્ભ અને - કારના એકત્વનું ચિંતન કરવું; અને તે પછી ઈશ્વર, પ્રાસ અને મકારના એક્વનું ચિંતન કરવું. આ જ ચિંતનના ક્રમથી પ્રવિલાપન કરવું. કાર આદિ ત્રણનું ષકારમાં, વકાર આદિ ત્રણનું મકારમાં, મકાર આદિ ત્રણનું ચિત્માત્ર તુરીયપાદમાં પ્રવિલાપન કરવું અને ત્યાં જ ચિત્તને સ્થિર કરવું. ૩કાર આદિમાં પ્રવિલાપન કરવું એટલે બકાર આદિ ત્રણ ૩જારથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy