SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ્ર ૮૩ स्थानो बहिःप्रज्ञः' इत्यादिना विश्वादिपादान् न्यरूपयत् । અતઃ प्राज्ञशब्दिते आनन्दमये अव्याकृतस्येश्वरस्यान्तर्भावं विवक्षित्वा तस्य सर्वेश्वरत्वादितद्धर्म वचनमिति । इत्थमेव भगवत्पादगौडपादीय विवरणे व्याख्यातम् । જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિએ વિશ્વ, વૈજસ, પ્રાજ્ઞ એ ભેદથી ત્રણ (સવિશેષ) રૂપે છે. તેમાં સુષુપ્તિમાં અન્તઃકરણ લીન થતાં માત્ર અજ્ઞાનને સાક્ષી તે પ્રાજ્ઞ, જેને અહીં આ આનન્દમય કહ્યો છે. સ્વપ્નમાં વ્યષ્ટિ (પરિચ્છિન્ન) સૂક્ષ્મ શરીરમાં અભિમાનવાળેા તે તૈજસ; જાગૃત્ કાલમાં વ્યષ્ટિ સ્થૂલ શરીરમાં અભિમાનવાળે તે વિશ્વ. ત્યાં (તે ખાખતમાં) માંડૂકયશ્રુતિએ ‘ અમ' (હું) અનુભવમાં પ્રકાશતા આત્માના વિશ્ર્વ, તેજસ, પ્રાજ્ઞ અને તુ` અવસ્થાના ભેદરૂપ ચાર પાંદાની − તે આ આત્મા ચાર પાદવાળા' એમ રજૂઆત કરીને દરેક પૂર્વ પૂર્વ પાદના પ્રવિલય કરાવીને પ્રપ`ચરહિત બ્રહ્માત્મક તુપાદના જ્ઞાનને સુકર બનાવવા માટે સ્થૂલ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ઉપાધિએના સામ્યથી વિરાટ્ આદિને વિશ્વ આદિમાં અન્તર્ભાવ (સમાવેશ) કરીને, ‘ જાગરિત સ્થાન, મહાર (બાહ્ય વસ્તુઓને) જાણનાર ’ ઇત્યાઢિથી વિશ્વ આદિ પાદાનું નિરૂપણ કર્યુ ' છે, તેથી જેને માટે ‘પ્રાજ્ઞ' શબ્દ પ્રયાન્મ્યા છે તે આનન્દમયમાં અાકૃત ઈશ્વરના અન્તર્ભાવની વિવક્ષા (કહેવાની ઇચ્છા, અભિપ્રાય) કરીને તેને વિષે સર્વેશ્વરત્વ આદિ તેના ધર્મો કહ્યા છે. ભગવત્પાદ (શંકરાચા)થી ગૌડપાદીય વિવરણમાં આમ જ સમજાવવામાં આવ્યુ છે. વિવરણ : સુષુપ્તિકાળમાં અન્તઃકરણ વિલીન થતાં, અર્થાત્ સૂક્ષ્મરૂપથી વિલીન અન્તઃકરણુરૂપ ઉપાધિવાળા તે પ્રાન, જે અજ્ઞાનમાત્રના સાક્ષી છે—સ્થૂલ, અન્તઃકરણાદિના સાક્ષિત્વના વ્યવચ્છેદ કરવા માટે અજ્ઞાનમાત્ર'માં ‘માત્ર'ને સમાવેશ કર્યાં છે. આન મયને માટે જ પ્રાજ્ઞ' પદનો પ્રયોગ છે કારણ કે માંડૂકયોપનિષદમાં જ્ઞાનદ્દમુક્ પછી ચેતોમુલ; પ્રાંન્નતૃતીય: વાય:' એમ કહ્યું છે. ચેતેામુખ એટલે ચિના પ્રતિબિંબથી યુક્ત અવિદ્યાવૃત્તિરૂપ ચેતસા જેનાં મુખા અર્થાત્ સુષુપ્તિકાલીન આનન્દાનુભવનાં સાધન છે તે. સુષુપ્તિમાંથી જાગેલા માજીસ કહે છે કે પુલમવાસમ્—હું નિરાંતે સૂતે’ તે બતાવે છે કે સ્વાપાલીન વિશિષ્ટ સુખનું સ્મરણ તેને છે અને ત્યારે સુખને અનુભવ થયા હૈાય તે સિવાય તે સંભવે નહિ. શંકા—સુષુપ્તિમાં આત્મસ્વરૂપ સુખને અનુભવ અન્તઃકરણની વૃત્તિથી Ο સભવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy