________________
इति । अभक्ष्यप्रतिषेधेन वा भक्ष्यनियमः तद्यथा अभक्ष्यो ग्रामकुक्कुटः अभक्ष्यो ग्रामसूर इत्युक्ते गम्यत एतद् -आरण्यो भक्ष्यः इति । एवमिहापि यदि तावच्छन्दोपदेशः क्रियते गौरित्येतस्मिनुपदिष्टे गम्यत एतद् गान्यादयोऽपशब्दा इति अथाप्यपशब्दोपदेशः कियेत गाव्यादिषूपदिष्टेषु गम्यत एतद् गौरित्येष शब्द इति
:
किं पुनरत्र ज्यायः। लघुत्वाच्छब्दोपदेशः । लघीयाञ्छब्दोपदेशः गरीयानपशब्दोपदेशः । एकैकस्य शब्दस्य बहवोऽपभ्रंशाः । तद्यथा गौरित्यस्य गावीगोणीगोतागोपोतलिकेत्येवमादयोऽपभ्रंशाः । इष्टान्वाख्यानं खल्वपि भवति ॥
अथैतस्मिञ्शब्दोपदेशे सति किं शब्दानां प्रतिपत्तौ प्रतिपदपाठः कर्तव्यः गौरश्वः पुरुषो हस्ती शकुनिर्मृगो ब्राह्मणः इत्येवमादयः शब्दाः पठितव्याः । नेत्याह । अनभ्युपाय एष शब्दानां प्रतिपत्तौ प्रतिपदपाठः। एवं हि श्रूयते बृहस्पतिरिन्द्राय
એમ (સમજાય છે) અથવા અભક્ષ્યના પ્રતિષેધ દ્વારા ભક્ષ્યને લગતો નિયમ (સમજાય છે). જેમ કે ‘ગ્રામ્ય (પાળેલો) કુકડો ન ખાવો', ‘પાળેલો સૂચર ન ખાવો' એમ કહેવામાં આવતાં, તે સિવાયનાં,જંગલી (કુકડો અને સ્વર) ભક્ષ્ય છે” એમ સમજાય છે. એ જ રીતે અહીં પણ છે. તેમ અહીં પણ જો (અદુષ્ટ) શબ્દોનો ઉપદેશ કરવામાં આવે, નૌઃ એ શબ્દનો ઉપદેશ કરવામાં આવતાં એ સમજાય છે કે વી વગેરે અપશબ્દો છે, પરંતુ જો દુષ્ટ શબ્દોનો ઉપદેશ કરવામાં આવે, નવી વગેરેનો ઉપદેશ કરવામાં આવતાં એ સમજાય છે કે ઃ એ શબ્દ (અદુષ્ટ) છે.
(શબ્દોપદેશ અને અપશબ્દોપદેશ) એ બેમાં વધારે સારું શું? સરળ હોવાથી શબ્દોપદેશ (વધારે સારો), કારણ કે શુદ્ધ શબ્દો ગણાવવા વધારે સરળ છે, જયારે અપશબ્દ બતાવવા એ મુશ્કેલ કામ છે. (કારણ કે ) એક એક શબ્દના અપભ્રંશ ઘણા હોય છે, જેમકે એ શબ્દના વી, ચોળી, ગોતા, ચોપાનિા, વગેરે અપભ્રંશો છે. વળી (શબ્દનો ઉપદેશ કરવામાં) જે ઇષ્ટ છે તે (શબ્દો) જ બતાવી શકાય છે, (તે પણ એક ફાયદો છે) . હવે જો (સાધુ) શબ્દોનો ઉપદેશ કરીએ તો (સાધુ) શબ્દોનું જ્ઞાન થાય પરંતુ તે માટે પ્રત્યેક (દુષ્ટ) શબ્દ ઉચ્ચારવો પડશે, (અર્થાત્ ) ગૌર્શ્વઃ પુરુષો હસ્તી રાનિ ત્રાફળઃ ઇત્યાદિ પ્રત્યેક શબ્દનું પઠન કરવું પડશે? તો (વૈયાકરણ) કહે છે “ના” શબ્દોનું જ્ઞાન થાય માટે પ્રત્યેક શબ્દનું ઉચ્ચારણ કરવું તે સાચી યુતિ નથી. એમ કહેવાય છે કે બૃહસ્પતિએ ઇન્દ્રને दिव्यं वर्षसहस्रं प्रतिपदोक्तानां शब्दानां शब्दपारायणं प्रोवाच नान्तं जगाम । बृहस्पतिश्च वक्ता इन्द्रश्चाध्येता दिव्यं वर्षसहस्रम -ध्ययनकालो न चान्तं जगाम किं पुनरद्यत्वे । यः सर्वथा चिरं जीवति वर्षशतं जीवति। चतुर्भिश्च प्रकारैर्विद्योपयुक्ता आ म
પ્રાપ્ત નથી,સ્વાભાવિક છે, રાગપ્રાપ્ત છે તેથી ભક્ષ્યનું વિધાન કરતું વ પદ્મના એ વાક્ય અપૂર્વ વિધિ નથી, તેમ નિષમ વિધિ પણ નથી, કારણ કે અહીં પંચ પંચનખ ભક્ષણની પાક્ષિક અપ્રાપ્તિ નથી, છતાં ભા થકારે મનિયમન માં ૫। એમ કહ્યું છે. મીમાંસકની દૃષ્ટિએ નિયમ અને પરિસંખ્યા એ બેમાં ફેર છે, બન્નેમાં અન્ય વિકલ્પનો નિષેધ હોય છે પરંતુ નિયમમાં પાક્ષિક અપ્રાપ્તિ હોય તેવા વિકલ્પની પ્રાપ્તિ એ ફળ છે જયારે પરિસંખ્યામાં યુગપત્પ્રાપ્ત હોય તેવા બે વિકલ્પોમાંથી અન્યતરની નિવૃત્તિ એ ફળ છે, છતાં છેવટે તો નિયમમાં પણ અન્ય સર્વ વિકલ્પોની નિષેધ દ્વારા વ્યાવૃત્તિ જ થાય છે તેથી નિયમ અને પરિસંખ્યા એ બેનો તે દૃષ્ટિએ અભેદ ગણીને ભાષ્યકારે મનિયમન એમ કહ્યું છે.થી આ વ્યાકરણ શાસ્ત્રમાં પરિસંખ્યાને નિયમ શબ્દ દ્દારા જ ઓળખવામાં આવે છે તેથી ભાષ્યકારે જે કહ્યું છે તેમાં કોઇ બાધ આવતો નથી.
'
· · આવો સમર્થ વક્તા, આ પ્રકારનો ઉત્તમ શ્રોતા અને એક હજાર દિવ્ય વર્ષ (= ૩૬૫૦૦૦ માનવ વર્ષ) જેટલો દીર્ઘ સમય ગાળવા છતાં પાર ન પામ્યા' એ મતલબનો આ અર્થવાદ પ્રતિપદ પાઠની નિવૃત્તિ કરવા મૂક્યો છે. અહીં શબ્દોનાં શબ્દપારાયળમ્ એમ કહ્યું છે તે શિો રોનઃ શિરઃ વાયતે। યુક્ષિરોઃ ઝુક્ષિ વાયતે। જેવો પ્રયોગ છે ત્યાં શિરોરોગ અને કુક્ષિરોગ એ શબ્દો રૂઢિમૂલક છે તેથી કોઇ વિશિષ્ટ રોગને સૂચવે છે. શિરોરોગ સમગ્ર શિરને પીડા કરતો ન હોય અને કુક્ષિરોગ સમગ્ર કુક્ષિને પીડા કરતો ન હોય તો પણ શિરઃ વાયતે। દુક્ષિ વાતે। એમ પ્રયોગ થાય છે તેમ રાષ્ટ્રાનાં રાપારાયળમ્ એ પ્રયોગમાંના રાપરાયળમ્ શબ્દને રૂઢિમૂલક ગણવાનો છે અને કોઇ ગ્રન્થનું નામ દર્શાવે છે. ભાષ્યકારે નાન્ત નામ (પાર ન પામ્યા) એમ કહ્યું છે છતાં પરાવળમ્ એ હિમૂલક પ્રયોગ કર્યો છે તેથી તે ગ્રન્થવિશેષ તરીકે લેવાનો છે. પાર્થ પાનું (પાર પામવું) એ યૌગિક અર્થમાં લેવાનો નથી, કારણ કે શબ્દશાસ્ત્રનો પાર પામી શકાતો નથી.(અનન્તવાર વિત્ઝ રાષ્ટ્રશાસ્ત્રમ્ ામતું) .
Jain Education International
१२
For Personal & Private Use Only
www.jainellbrary.org