SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ किमर्थपुनरिदमुच्यते। शद्वेनार्थगतेरर्थस्यासंभवात्तद्वाचिनः संज्ञाप्रतिषेधार्थ स्वरूपवचनम् ॥१॥ शद्वेनोच्चारितेनार्थो गम्यते। गामानय दध्यशानेत्यर्थ आनीयतेऽर्थश्च भुज्यते। अर्थस्यासंभवात् । इह व्याकरणेऽर्थे कार्यस्यासंभवः। अग्नेर्डक् । इति न शक्यतेऽङ्गारेभ्यः परो ढक्कर्तुम्। शद्वेनार्थगतेरर्थस्यासंभवाद्यावन्तस्तद्वाचिनः शद्वास्तावद्भयः सर्वेभ्य उत्पत्तिः प्राप्नोति । इष्यते च तस्मादेव स्यादिति। तच्चान्तरेण यत्न न सिध्यतीति तद्वाचिनः संज्ञाप्रतिषेधार्थ स्वरूपवचनम् ॥ एवमर्थमिदमुच्यते॥ न वा शब्दपूर्वको ह्यर्थे संप्रत्ययस्तस्मादर्थनिवृत्तिः ॥२॥ न वैतत्प्रयोजनमस्ति। किं कारणम्। शब्दपूर्वको पर्थस्य संप्रत्ययः। आतश्च शब्दपूर्वको योऽपि ह्यसावाहूयते नाम्ना। नाम यदानेन नोपलब्ध भवति तदा पृच्छति किं भवानाहेति । शब्दपूर्वकश्चार्थस्य संप्रत्यय इह च व्याकरणे આ સૂત્ર શા માટે કહેવામાં આવ્યું છે? શબ્દથી અર્થ સમજાય છે, (પણ) અર્થને (કાર્ય થવું) સંભવિત ન હોવાથી તે જ અર્થ) ના વાચક (અન્ય શબ્દો)ની સંજ્ઞા થતી અટકાવવા માટે પોતાનું રૂપ (પમ્) એમ કહ્યું છે ||૧|| શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવતાં અર્થ સમજાય છે. માનવી (બળદને લાવ) ધ્યાના (દહીં ખા) એમ (કહેવામાં આવતાં) અર્થને જ લાવવામાં આવે છે અને અર્થને જ ખાવામાં આવે છે. અર્થને (કાર્ય થવું) સંભવિત ન હોવાથી (અર્થાત) આ વ્યાકરણ શાસ્ત્રમાં તો અર્થને કાર્ય કરવું) અસંભવિત છે, જેમ કે, અમેર્તા પ્રમાણે અંગારાની પછી (પ્રત્યય) કરવો શક્ય નથી. (આમ) શબ્દ દ્વારા અર્થનો બોધ થાય છે તેથી (અને) અર્થને (કાર્ય કરવું) સંભવિત નથી તેથી તે (અર્થ) ના વાચક (જેટલા) શબ્દો હોય તે (બધા) ને (તે પ્રત્યય) લાગવાનો પ્રસંગ આવે છે, પરંતુ તે (શબ્દ)ને જ (પ્રત્યય) લાગે તે ઇષ્ટ છે અને યત્ન વિના તે સિદ્ધ ન થાય તેથી તે (અર્થ) ના વાચક (અન્ય શબ્દ) ને થતી સંજ્ઞા અટકે તે માટે આ (સ્ત્ર પમ્ એમ) કહ્યું છે. અથવા તો (એમ) નથી, કારણ કે અર્થનો બોધ શબ્દ (જ્ઞાન) પૂર્વક થાય છે), તેથી અર્થની નિવૃત્તિ (થાય છે) |રા અથવા તો એ પ્રયોજન નથી. તેનું) શું કારણ ? અર્થનું જ્ઞાન શબ્દપૂર્વકનું હોય છે. અર્થાત્ અર્થનું જ્ઞાન શબ્દના જ્ઞાન પછી થાય છે. અને (અર્થજ્ઞાન શબ્દજ્ઞાન પછી થાય છે, તે આથી પણ(સમજાય છે કે, જયારે કોઇને એના નામથી બોલાવવામાં આવે અને તેણે સાંભળ્યું ન હોય ત્યારે એ પૂછે છે કે આપ શું કહ્યું? આમ અર્થનો બોધ શબ્દજ્ઞાનપૂર્વકનો છે. આ વ્યાકરણ (શાસ્ત્ર)માં તો ત્યારે અર્થરહિતને કાર્ય નહીં થાય? એ પરિભાષા કરવાની જરૂર નથી. કારણ કે સારો, શુરો માં રો એટલો ભાગ અર્થરહિત હોવાથી શા સૂત્ર પ્રમાણે તેની પ્રગૃહ્ય સંજ્ઞા નહીં થાય, પરંતુ જયારે શબ્દને અર્થયુત સ્વરૂપે સૂત્રમાં ન લીધો હોય ત્યારે આ પરિભાષા લાગુ નહીં પડે, સૂત્રમાં જયાં વર્ણગ્રહણ કર્યું હોય ત્યાં, જેમ કે દિત માત્માનાં ટેરે પ્રમાણે દિત -કારમાં દિ નો થાય છે ત્યાં જેમ કે તે. અહીં અર્થરહિત હોવા છતાં તેનો થશે. 252 લોકવ્યવહારમાં શબ્દ પોતાની અભિધા વગેરે શક્તિ દ્વારા અર્થનો બોધ કરાવે છે. વ્યાકરણશાસ્ત્રમાં પણ પશુ, પત્ર, રેવતા વગેરેનું સૂત્રમાં રહણ હોય ત્યાં તે તે શબ્દ પોતાનો અર્થ સૂચવે છે, સ્વરૂપ સૂચવતો નથી.વ્યવહારમાં પણ માનવા પે મરીના એમ કહેવામાં આવતાં આનયન કે ભોજન રૂપી કાર્ય નો કે ધ એ શબ્દોને વિશે થતું નથી, પરંતુ એ શબ્દોના જો વ્યક્તિ રૂપ અને ધ રૂપ પદાર્થને અનુલક્ષીને થાય છે, પરંતુ વ્યાકરણ શાસ્ત્રમાં મર્તા જેવામાં એ શબ્દના અર્થને એટલે કે અંગારાને ઢ પ્રત્યય લગાડવા રૂપી કાર્ય કરવું સંભવિત નથી, કારણ કે તે બે વચ્ચે પૌર્વાપર્ય શક્ય નથી. તે રીતે મMિ શબ્દના પર્યાય પવિશ્વ વગેરેને કાર્ય થવાનો પ્રસંગ નિવારવા માટે, તે શબ્દના પર્યાયનો પ્રતિષેધ કરવા માટે, સૂત્રમાં સંપ શબ્દનું ગ્રહણ કરવું જરૂરી છે. 25 રાપૂર્વ--શબ્દજ્ઞાન જેમાં પૂર્વે થાય છે તે. ચક્ષુ વગેરે સત્તા માત્રથી જ પોતાના વિષયનું જ્ઞાન કરાવે છે પરંતુ શબ્દ માત્ર સત્તાને કારણ અર્થ બોધ કરાવતો નથી. પ્રથમ શબ્દનું જ્ઞાન થાય છે પછી અર્થનું. તેથી જ અર્થના જ્ઞાનને શબ્દપૂર્વક કહ્યું છે. દા.ત. કોઇ વ્યક્તિને તેનું નામ પોકારીને અન્ય વ્યક્તિ બોલાવે ત્યારે તે પ્રથમ વ્યક્તિ એ નામ બરોબર સમજી ન શકે તો એ સ્પષ્ટતા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy